• Gujarati News
 • Utility
 • New Opportunities Have Started Opening Up, But Interviews Are Now Taking Place Online; Know What Are The Challenges And 5 Ways To Improve It

આ રીતે ઓનલાઈન ઈન્ટરવ્યૂ આપો:માર્ચથી અત્યાર સુધીમાં ભારતમાં 65% ઈન્ટરવ્યૂ ઓનલાઈન થયા, ઈન્ટરવ્યૂ સ્કિલ્સ ઈમ્પ્રૂવ કરવાની 5 ટિપ્સ જાણી લો

એક વર્ષ પહેલા
 • ઈન્ટરવ્યૂ પહેલાં 2 વાર ટેક્નિકલ તપાસ કરો, બેકઅપ સપોર્ટ પણ તૈયાર રાખો
 • ઈન્ટરવ્યૂઅરના સવાલોને ધ્યાનથી સાંભળો અને ઓછા શબ્દોમાં ક્લિયર જવાબ આપો

જૂલી વીડ: કોરોનાવાઇરસને લીધે અનેક વસ્તુઓનું ફોર્મેટ બદલાઈ ગયું છે, તેમાંથી એક ઈન્ટરવ્યૂ પણ છે. એક રિપોર્ટ પ્રમાણે, માર્ચ મહિનાથી અત્યાર સુધી ભારતમાં 65% ઓનલાઈન ઈન્ટરવ્યૂ થયા છે. પહેલાં ઈન્ટરવ્યૂ માટે આપણી તૈયારીઓ પરંપરાગત હતી, પરંતુ ઓનલાઈન ઈન્ટરવ્યૂ થોડું અલગ છે. તેના માટે નવેસરથી તૈયારીઓ કરવી પડે છે.

એન્ગેજમેન્ટ એન્ડ ડાઇવર્સિટીના સીનિયર ડાયરેક્ટર એમેલિયા રનસોમ જણાવે છે કે, ઓનલાઈન ઈન્ટરવ્યૂમાં તમારે બેઝિક તૈયારી પહેલાંની જેમ જ કરવાની છે. સાથે કેટલીક નવી બાબતોનું પણ ધ્યાન રાખવાનું છે. તેમાં ટેક્નિકલ નોલેજ વધારે જરૂરી છે. કારણ કે તેના વગર ઓનલાઈન ઈન્ટરવ્યૂ નહિ થાય.

ઈન્ટરવ્યૂઅર સામે દૂર રહીને કેન્ડિડેટની પસંદગી કરવાનો પડકાર છે. તેવામાં સવાલ થોડા રી-ડિઝાઈન થયા છે. હવે તમારે તૈયારી બદલવી પડશે સાથે તેને અપગ્રેડ કરવાની જરૂર છે.

આ 5 બાબતો ઓનલાઈન ઈન્ટરવ્યૂની સ્કિલ વધારી શકે છે
1. કંપની વિશે માહિતી જાણી લો

 • સૌ પ્રથમ તમે તે કંપની વિશે માહિતી જાણો જેના માટે ઈન્ટરવ્યૂ આપવાના છો. તેના માટે કંપનીની વેબસાઈટની મદદ લો. એમ્પ્લોઈ રિવ્યૂ જુઓ અને કંપનીનું મીડિયા કવરેજનું ફોલોઅપ લો. આમ કરવાથી તમે કંપની વિશે બેઝિક જાણકારી મેળવી શકશો.
 • એમેલિયા રનસોમ જણાવે છે કે, કંપની વિશે માહિતી જાણવા માટે વાર્ષિક રિપોર્ટ સારું માધ્યમ છે. તેમાં કંપનીના કી-ચેલેન્જ સેક્શન પર ધ્યાન આપો જ્યાં કંપનીના રિસ્ક ફેક્ટરનો અંદાજ મેળવી શકાય છે. તેના આધારે એક પ્લાન તૈયાર કરો, જેમાં તમે એ જણાવી શકશો કે તમારી પસંદગી કંપની માટે કેટલી મદદગાર રહેશે.
 • જે કંપની માટે ઈન્ટરવ્યૂ આપવાના છો, ત્યાં શા માટે જોઈન થવા માગો છો? આ સવાલનો રિલેવન્ટ જવાબ જરૂર તૈયાર રાખો.

2. ટેક્નિકલ તૈયારી

 • કોઈ પણ ઓનલાઈન ઈન્ટરવ્યૂમાં લાઈટિંગ, કેમેરા એંગલ અને બેકગ્રાઉન્ડની મહત્ત્વની ભૂમિકા હોય છે. તેને સારી બનાવવા માટે તમારો અપિયરન્સ સારો હોવો જોઈએ. સૂર્ય પ્રકાશથી સારું લાઈટિંગ આવતું હોય તો બેસ્ટ છે. તેના માટે ઈન્ટરવ્યૂ આપવા માટે એવી જગ્યાની શોધ કરો જ્યાં વધારે સૂર્ય પ્રકાશ આવતો હોય. આ વીડિયોનાં માધ્યમથી તમે આ વાત સમજી શકો છો.
 • જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ તો કેમેરાને તમારા આઈ લેવલથી થોડો ઉપર ફિટ કરો કે થોડો નીચેની તરફ નમાવી લો. તમને કોન્ફિડન્સ આવે તેવા કપડાં પહેરવા જોઈએ. તમારા બેકગ્રાઉન્ડમાં વધારે વસ્તુઓ ના હોય તેનું ધ્યાન રાખો.

3. એકવાર બધી તૈયારીઓ ચેક કરી લો

 • કરિયર કોચ એલિઓટ ક્પ્લાનનું કહેવું છે કે, ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપતી વખતે ટેક્નિકલ તકલીફો થઇ શકે છે આથી બને એટલી સારી તૈયારીઓ કરવી જોઈએ. વાઈફાઈ કે મોબાઈલ નેટવર્કથી શરુઆત કરો. ઇન્ટરનેટ ડેટા કેટલો છે તે પણ ચેક કરી લો. જો વાઈફાઈ કનેક્ટ કરીને ઇન્ટરવ્યૂ આપવાના હો તો તે સમયે ઘરના અન્ય મેમ્બરને વાઈફાઈ કનેક્ટ ના કરવાનું કહો.
 • લેપટોપ અને ફોનને ફુલ ચાર્જ રાખો. ઇન્ટરવ્યૂ દરમિયાન ફોનને DND કે સાઇલન્ટ મોડ પર રાખવાનું ના ભૂલો. શક્ય હોય તો બેકઅપમાં એક લેપટોપ રાખો. કમ્પ્યૂટરમાં વારંવાર પોપઅપથી બચવા માટે અન્ય કોઈ એપ્લિકેશન ના ખોલો. છેલ્લે આ બધી તૈયારીઓને ફરી એકવાર ચેક કરી લો, ઇન્ટરવ્યૂના અડધા કલાક પહેલાં એકવાર ટ્રાયલ કરી લો.

4. આ પ્રશ્નો માટે તૈયાર રહો

 • ઓનલાઈન ઇન્ટરવ્યૂ પહેલાં કેટલાક પ્રશ્નો પોતાના માટે તૈયાર રાખો, જેમ કે કેટલો અનુભવ છે? નોકરી છોડવાનું કારણ શું છે? સેલરી વિશે શું વિચારો છો? અમારી કંપનીને કેમ જોઈન કરવા માગો છો? આ ઉપરાંત ઇન્ટરવ્યૂઅરના પ્રશ્નોને ધ્યાનથી સાંભળો અને ઓછા શબ્દોમાં જવાબ આપવાનો પ્રયત્ન કરો.
 • ઓનલાઈન ઇન્ટરવ્યૂ દરમિયાન ક્યારેય પણ yes અને okay કહેવાનું ભૂલશો નહિ. કોઈ વાત વારંવાર રિપીટ ના કરવી પડે તેનું ધ્યાન રાખો, આથી તમારી વાતને સેમી લાઉડ સાઉન્ડમાં ક્લિયર અને ચોખ્ખા શબ્દોમાં કહો.

5. પોતાનું મહત્ત્વ જણાવો

 • હંમેશાં આ વાતનું ધ્યાન રાખો કે તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, રેઝ્યૂમે મોકલી રહ્યા નથી. એક સારો ઇન્ટરવ્યૂઅર હંમેશાં તમારા વિશે કઈક અલગ જાણવા માગશે જે તમારા રેઝ્યૂમેમાં નથી. તમારે કઈક નવી ક્વોલિટી જણાવવી પડશે જે દરેક કંપનીને તેમના સ્ટાફમાં જોઈએ છે. જેમ કે એડોપ્ટિબિલિટી અને ફ્લેક્સિબિલિટી.
અન્ય સમાચારો પણ છે...