• Gujarati News
  • Utility
  • New Mothers Should Keep This In Mind While Breastfeeding, Then Include This Item In The Diet As Well.

બ્રેસ્ટ ફીડિંગથી ડાયાબિટીસનું જોખમ 30% ઓછું:નવી બનેલી માતાઓએ બ્રેસ્ટ ફીડિંગ કરાવતા સમયે રાખવું જોઈએ આ ધ્યાન, તો ડાયટમાં પણ આ વસ્તુને કરવી જોઈએ સામેલ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણીવાર માતા-પિતાની લડાઈમાં નવજાત બાળક ભોગ બનતા હોય છે. આ વચ્ચે ઘણીવાર બાળકને બ્રેસ્ટ ફીડિંગ ન કરવાને કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે કામના સમાચારમાં બ્રેસ્ટ ફીડિંગની વાત કરીશું, આ સાથે એના ફાયદો વિશે જાણીશું.

આ સાથે જ અમારા દાદી કહેતાં હતાં એ ફાયદાઓનું પણ પુનરાવર્તન કરીશું. આજે આપણા નિષ્ણાતોમાં ગુડગાંવના સિનિયર કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ રિતુ સેઠી અને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલનાં ગાયનેકોલોજિસ્ટ ડો.વૈશાલી જોશીનો સમાવેશ થાય છે.

સવાલ : બ્રેસ્ટ ફીડિંગની ઊણપને કારણે બાળકનું શુગર લેવલ ઘટી શકે છે?
જવાબ : માના ધાવણમાં અનેક પ્રકારના ગુણ હોય છે. એ બાળકના શુગર લેવલને કંટ્રોલ કરે છે. લગભગ 6 મહિના સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી ડાયાબિટીસનું જોખમ 30 ટકા ઓછું થઈ જાય છે. બાળકને માતાના દૂધમાંથી પ્રોટીન, વિટામિન્સ અને કેલ્શિયમ પણ મળે છે. એટલું જ નહીં, બ્રેસ્ટ ફીડિંગથી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધે છે, જેથી પ્રેગ્નન્સી દરમિયાન જે સ્ત્રીઓને ડાયાબિટીઝની તકલીફ હોય તેમના ગ્લુકોઝ મેટાબોલિઝમમાં સુધારો થાય છે. 2-5 મહિનાથી વધુ સમય સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માતાઓમાં પણ ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે.

સવાલ : બાળકને કેટલા દિવસ સુધી માતાના દૂધની જરૂર પડે છે?

જવાબ : WHO શું કહે છે એના પર આવો એક નજર રાખીએ.... 6 મહિના સુધીના બાળકને સંપૂર્ણ બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ, એટલે કે તેને માતાનું દૂધ પીવડાવો. 2 વર્ષ સુધીનાં બાળકોને બહારનું દૂધ પિવડાવવું જોઈએ. 6 મહિના સુધીનાં બાળકનો ડોઝ સંપૂર્ણપણે માતાના દૂધ પર આધારિત છે, તેથી માતાઓએ તેમના ડાયટ પર વધુ ધ્યાન આપવું જોઈએ.

સવાલ : બાળકના જન્મ પછી માતાએ પહેલીવાર દૂધ ક્યારે પિવડાવવું જોઈએ?
જવાબ : જ્યારે માતા પહેલી વાર બાળકને ખોળામાં લે છે તો દૂધ પિવડાવવાનો પ્રયાસ જ કરવો જોઈએ. બાળકને જન્મ આપ્યા બાદ માતાના શરીરમાં ખાસ દૂધ બને છે, જેને કોલોસ્રમ કહેવામાં આવે છે. આ દૂધ બાળકને ઘણા પ્રકારના ઇન્ફેક્શનથી દૂર રાખે છે.

સવાલ : દૂધ પિવડાવતા સમયે માતાની સ્થિતિ શી હોવી જોઈએ?
જવાબ : આ રહ્યા પોઇન્ટ

  • માતાને ખોળામાં રાખીને જ બાળકને દૂધ પિવડાવવું જોઈએ.
  • શરૂઆતના દિવસોમાં માતા લીડ બેક પોઝિશન, એટલે કે પીઠને ટેકો આપીને દૂધ પીવડાવી શકે છે.
  • આ સ્થિતિને 40 ડીગ્રીથી વધુ ન રાખો.
  • બાળકના પેટને માતાના પેટ સાથે જોડવું જોઈએ.
  • બાળકનું માથું માતાની બ્રેસ્ટ પાસે રહે એનું ધ્યાન રાખવું જોઈએ.
  • હવે બાળકના મોઢાને એક હાથથી તમારા નિપ્પલ પાસે લઈ આવો.
  • બીજા હાથથી બ્રેસ્ટને સપોર્ટ કરો.

સવાલ : શું સૂતા સમયે બાળકને દૂધ પિવડાવવું જોઈએ?
જવાબ : ના, એવું ન કરવું જોઈએ. હવે તમે કહેશો કે નવજાત શિશુ લાંબા સમય સુધી ઊંઘે છે, તો માતાએ ક્યારે દૂધ પીવડાવું જોઈએ? જવાબ એ છે કે દર ચાર કલાકે જગાડીને દૂધ પિવડાવવું જોઈએ. જો બાળકને દૂધ પિવડાવતા સમયે ઊંઘ આવી જાય છે તો તેને આરામથી સૂવડાવી દો. યાદ રાખો કે નવજાત શિશુ થોડી મિનિટો અથવા એક કલાક સુધી સતત દૂધ પી શકે છે. આ આદતોની ચિંતા ન કરો, કારણ કે તે દૂધ પીવાની યોગ્ય ટેવને સમજી રહ્યો છે.

સવાલ : શા માટે નવી માતા તેના બાળકને દૂધ પિવડાવવામાં સંકોચ કરે છે?
જવાબ : આ પાછળનું સૌથી મોટું કારણ ફેમિલી અને ડબ્બાવાળા દૂધની જાહેરાત છે. પહેલાં સંયુક્ત કુટુંબ હતું, તેથી માતા સિવાય બાળકની સંભાળ રાખવા માટે પરિવારના સભ્યો વધુ હતા. હવે પરિવારમાં માત્ર માતા-પિતા જ છે. આ સ્થિતિમાં ઘણા લોકોને ફોર્મ્યુલા દૂધ એક સરળ વિકલ્પ લાગે છે.

બીજું કારણ એ છે કે મહિલાઓ કામ કરી રહી છે અને તેમની કંપનીમાં કોઈપણ પ્રકારનો બેબી ઝોન નથી. મોટા ભાગની મહિલાઓ ડિલિવરીના થોડા મહિના પછી જ ઓફિસ જવાનું શરૂ કરે છે. આ કારણે માતાઓ પોતાના બાળકને પૂરતું દૂધ પીવડાવી શકતી નથી. તેઓ તેમને ફોર્મ્યુલા દૂધ આપીને રિલેક્સ થઈ જાય છે.

બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ સવારથી સાંજ સુધી આ ડાયટને ફોલો કરવું જોઈએ

  • સવારથી રાત સુધી માતાએ ત્રણ ડાયટ અને અને 3 સ્નેક્સ હોવા જોઈએ.
  • હ્યુમન દૂધમાં 90 ટકા પાણી હોય છે, માતા જેટલું વધારે પાણી પીશે, દૂધ સારું રહેશે.
  • લીલાં પાંદડાંવાળી શાકભાજી ખાવાથી આયર્ન માતામાં રહેશે, એનીમિયાની સમસ્યા નહીં રહે અને આ બધું દૂધ બાળકને મળી રહેશે.
  • હાઈ પ્રોટીન ડાયટથી એનર્જી રહેશે, માતા સુસ્ત નહીં રહે, બાળક પણ સ્વસ્થ રહેશે.
  • ઓટમીલ, સાગો, અડદની દાળ આ બધું ખાવાથી દૂધનું પ્રમાણ અને ગુણવત્તા વધારે છે, એને રોજ ખાઓ.
  • સ્તનપાન કરાવતી મહિલાઓએ ડેરી ઉત્પાદનોથી દૂર રહેવું જોઈએ. એનાથી પેટ ફૂલવું અને ગેસની સમસ્યા થાય છે, તેથી દહીં ખાઓ. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. એમાં પ્રોબાયોટિક ગુણધર્મો પણ છે, જે બ્રેસ્ટફીડિંગ દરમિયાન પાચનમાં સુધારો કરે છે. સંદર્ભ : રિતુ સેઠી, ગાયનેકોલોજિસ્ટ, ક્લાઉડ નાઇન હોસ્પિટલ, ગુરુગ્રામ

સવાલ : બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન શું ન ખાવું જોઈએ?
જવાબ : જો તમારું ડાયટ બરાબર નહીં હોય તો દૂધ પણ બરાબર નહીં આવે. રેનલ પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર કેફીન માતાના શરીર દ્વારા માતાના દૂધ સુધી પહોંચી શકે છે. જ્યારે બાળક દૂધ પીવે છે ત્યારે તેનું પેટ કેફીન પચાવી શકતું નથી. આ ઉંમરે બાળકના પેટમાં ગેસ્ટ્રિક જ્યૂસ એટલા નથી બનતા જેટલા વડીલોના પેટમાં હોય છે. ચોકલેટ, ચા, ઠંડાં પીણાં, સોડા પીવા હેલ્ધી નથી. જે સ્ત્રીઓને બ્રેસ્ટ ફીડિંગ હોય તેમણે આલ્કોહોલથી બચવું જોઈએ.

બ્રેસ્ટ મિલ્કમાં માઇક્રોપ્લાસ્ટિક?
ગત મહિને ખબર પડી હતી કે ઇટાલીમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં 34 સ્વસ્થ માતાઓના બ્રેસ્ટ મિલ્કનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, તેમાંથી 75%માં માઇક્રોપ્લાસ્ટિક્સ મળી આવ્યાં હતાં. ઇટાલીમાં યુનિવર્સિટી પોલિટેક્નિક ડેલે માર્ચેના પ્રોફેસર ડો. વેલેન્ટિના નોટર્સ્ટેફાનો કહે છે કે આ તો ચિંતાજનક છે...
સવાલ : માઇક્રોપ્લાસ્ટિક્સ નવજાત શિશુને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે?
જવાબ : રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકના વધુપડતા ઉપયોગને કારણે માતાના દૂધમાં પણ માઇક્રોપ્લાસ્ટિક્સ જોવા મળ્યાં હતાં. માઈક્રોપ્લાસ્ટિકની મનુષ્ય પર કેટલી ગંભીર અસર પડે છે એના પર હજુ સંશોધન ચાલી રહ્યું છે. હા, એ ચોક્કસપણે છે કે પ્લાસ્ટિકમાં ફેથલેટ્સ જેવાં હાનિકારક રસાયણો હોય છે, જે માનવ સેલલાઇન , લેબ એનિમલ, દરિયાઇ વન્યપ્રાણીઓની ઝેરી અસરો છે, જે નવજાત શિશુ માટે જોખમી સાબિત થઇ શકે છે.

શું બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી માતાને દુખાવો થાય છે?
ના, એવું નથી. બ્રેસ્ટફીડિંગથી ક્યારે પણ માતાને દુખાવો નથી થતો. જો માતાને સતત દુખાવો થતો હોય તો તમે યોગ્ય રીતે ફીડિંગ નથી કરાવતા કે કોઈ સમસ્યા છે. ઘણી વખત બાળક નીપલ્સને દબાવે છે તે એણ પીડાનું કારણ છે.