• Gujarati News
  • Utility
  • New MacBook Pros, AirPods 3, And More: What To Expect From Apple’s ‘Unleashed’ Event

એપલ Unleashed ઈવેન્ટ:M1X ચિપ સાથે નવું મેકબુક પ્રો લોન્ચ થશે, જૂનાં વેરિઅન્ટ કરતાં હાઈ સ્પીડ અને પ્રો ગ્રાફિક્સ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેકબુક પ્રોના 14 ઈંચ અને 16 ઈંચ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે
  • આ ઈવેન્ટમાં iOS 15, iPadOS 15 અને watchOS 8 પણ રજૂ કરી શકે છે

ટેક જાયન્ટ એપલ આજે રાતે 'Unleashed' ઈવેન્ટ યોજવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં નવું મેકબુક, મેકબુક મિની, એરપોડ્સ 3 સહિત મલ્ટિપલ પ્રોડક્ટ્સ લોન્ચ થઈ શકે છે. આ વર્ષે એપલની આ ચોથી લોન્ચિંગ ઈવેન્ટ છે. આ પહેલાં એપ્રિલ, જૂન અને સપ્ટેમ્બરમાં ઈવેન્ટ યોજાઈ હતી. સપ્ટેમ્બરની ઈવેન્ટમાં કંપનીએ આઈફોન 13 સિરીઝ લોન્ચ કરી હતી. Unleashed ઈવેન્ટ કંપનીના કોર્પોરેટ હેડક્વાર્ટર એપલ પાર્કથી લાઈવ થશે.

'Unleashed' ઈવેન્ટ
આ ઈવેન્ટ ભારતીય સમયાનુસાર આજે રાતે 10:30 વાગ્યે શરૂ થશે. આ ઈવેન્ટ કંપનીની ઓફિશિયલ વેબસાઈટ www.apple.com/in/apple-events પર લાઈવ જોઈ શકાશે. સાથે જ આઈફોન, મેક, આઈપેડમાં સફારી બ્રાઉઝરમાં પણ લાઈવ જોઈ શકાશે. આ ઈવેન્ટ એપલ ટીવી પર પણ લાઈવ સ્ટ્રીમ થશે. કંપનીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ તેને જોઈ શકાશે.

આ પ્રોડક્ટ્સ લોન્ચ થઈ શકે છે

  • મેકબુક પ્રો: ઈવેન્ટમાં ટોક ઓફ ધ ટાઉન મેકબુક પ્રો રહેશે. ગયા વર્ષે કંપનીએ મેકબુક પ્રો ઈન હાઉસ M1 ચિપ સાથે લોન્ચ કર્યું હતું. નવાં મોડેલમાં M1X ચિપ મળી શકે છે. મેકબુકના 14 ઈંચ અને 16 ઈંચ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. કંપની તેમાં ટચ બાર રિમૂવ કરી શકે છે.
  • ન્યૂ મેક મિની: ઈવેન્ટમાં મેક મિની લોન્ચ થઈ શકે છે. કંપની MacOS Monterey પણ રોલઆઉટ કરી શકે છે. આ સાથે જ કંપની iOS 15, iPadOS 15 અને watchOS 8 પણ રજૂ કરી શકે છે.
  • એરપોડ્સ 3: કંપની નવા એરપોડ્સ 3 TWS (ટ્રુ વાયરલેસ સ્ટીરિયો) પણ લોન્ચ કરી શકે છે. તેમાં એરપોડ્સ પ્રો જેવી ડિઝાઈન મળી શકે છે. આ પહેલાં સપ્ટેમ્બરની ઈવેન્ટમાં તે લોન્ચ થવાના હતા.

M1X ચિપની ખાસિયતો
નવા મેકબુકમાં M1X ચિપ મળી શકે છે. આ ચિપ પહેલાંની સરખામણીએ વધારે પ્રોફેશનલી ફોકસ્ડ અને ગ્રાફિક્સ ઈન્ટેસ હશે. આ ચિપની મદદથી ગ્રાફિક્સ સારા કામ કરશે અને લેપટોપ સ્પીડમાં કામ થશે. આ ચિપની ન્યુટ્રલ પ્રોસેસિંગ કેપેબિવલિટી સારી છે.