• Gujarati News
  • Utility
  • New Jobs After Coronavirus Lockdown; How To Adjust To A New Job And Work Culture | Unemployment Rate Due To Covid 19

નવી જોબની શરૂઆત આ રીતે કરો:CMIEના આંકડાઓમાં પરત ફરી રહી છે નોકરીઓ, પરંતુ નવાં વર્ક કલ્ચરમાં સારી શરૂઆત જરૂરી, જાણો તેની ટિપ્સ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષ 2020 વીતી ચૂક્યું છે, પરંતુ કોરોનાને લીધે આખી દુનિયા અને દેશને જે ઘા મળ્યા છે તેમાંથી બહાર નીકળી શક્યા નથી. માર્કેટમાં હલચલ વધી રહી છે, પ્રોડક્ટમાં વધારો આવી રહ્યો છે, ફેક્ટરીઓ ખૂલી રહી છે અને સર્વિસ સેક્ટર હવે ટ્રેક પર આવી રહ્યું છે. આટલું બધું થઈ રહ્યું છે તો સ્વાભાવિક છે કે નોકરીઓ પણ પરત આવશે અને આવી રહી છે.

CMIEનાં આંકડા પ્રમાણે, કોરોનાકાળમાં કુલ મળીને 1.9 કરોડ લોકો બેરોજગાર થયા, પરંતુ અનલોકમાં અત્યાર સુધી 50 લાખથી પણ વધારે લોકોને નોકરી મળી ચૂકી છે. CMIEનાં આંકડા જણાવે છે કે, 30 જૂન 2020ના રોજ ભારતમાં બેરોજગારી દર 23% હતો, જે 30 ડિસેમ્બરે 9.1% થઈ ગયો. એટલે કે દેશમાં બેરોજગારી દર લોકડાઉનની સરખામણીમાં અડધાથી પણ ઓછો થઈ ગયો છે. આ આંકડાથી ખબર પડી કે, દેશમાં નવી નોકરીઓ માટે હવે તક ખૂલવા લાગી છે.

પરંતુ કોરોનાને લીધે નોકરીઓનું સ્વરૂપ બદલાઈ ગયું છે. તેવામાં પ્રશ્ન એ છે કે, જો તમને નવી જોબ મળી જાય તો આ બદલાયેલા વર્ક કલ્ચરમાં શરુઆતના ત્રણ મહિનામાં કઈ વસ્તુઓ પર ફોકસ કરવું જોઈએ, શું કરવું-શું ના કરવું? અને કઈ વાતનું ધ્યાન રાખવું? જોબ જોઈન કરતી વખતે આપણે ઘણા એક્સાઈટેડ હોઈએ છીએ. આપણે નવા લોકોને મળીએ છીએ. નવી વસ્તુઓ શીખીએ છીએ અને એક નવી ટીમનો ભાગ બનીએ છીએ, પણ નવી જગ્યા અને નવા મિત્રો વચ્ચે પોતાની ઓળખ બનાવવા માટે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે.

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દિલ્હી ઉપરાંત કોર્પોરેટ દુનિયાની ઘણી કંપનીઓમાં HR રહી ચૂકેલા ડૉક્ટર ઉપેન્દ્ર અયોધ્યાએ કહ્યું કે, જો જોબમાં પ્રોગ્રેસ જોઈએ તો ચાર વસ્તુઓ પર ફોકસ કરવું જરૂરી છે. સૌથી પહેલાં પોતાની ફિટનેસ, તમે શારીરિક અને માનસિક રીતે ફિટ રહો. બીજું ટ્રાન્સફોર્મેશન અને કમ્યુનિકેશન, જે નવી જવાબદારી અને કંપનીને સમજવા ઘણી જરૂરી છે. ત્રીજું સેલ્ફ ગ્રોથ અને ચોથું સેલ્ફ રિવ્યુ જેનાથી તમે પોતાનું મૂલ્યાંકન કરી શકશો.

આવો ડૉક્ટર ઉપેન્દ્ર પાસેથી જાણીએ નવી જોબમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ...

ગોલની સમજણ હોવી જરૂરી
નવી જોબ જોઈન કર્યા પછી શરુઆતના કેટલાક દિવસો તમારા માટે સૌથી જરૂરી છે કે તમે કઈ વાત પર ફોકસ કરી રહ્યા છો અને કંપનીને તમારા પાસે શું આશા છે? જો તમે આ બધી વાત પર ફોકસ કરશો તો તમને ઘણી બધી જરૂરી જાણકારીઓ મળશે અને એક મનોવૈજ્ઞાનિક રીતે કંપનીને સમજી શકશો. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ બધી વાતો કોઈ પણ કંપનીમાં સારી રીતે ટકવા માટે જરૂરી છે. પોતાની જવાબદારીને સમજવી સૌથી જરૂરી છે. શરૂઆતના દિવસોમાં તમારી જવાબદારીઓથી ડિ-ફોકસ થવું તમારા માટે યોગ્ય નથી, તે નવી સંસ્થાનમાં તમારા પ્રત્યે એક ગેરસમજને જન્મ આપી શકે છે.

  • શરૂઆતમાં પરફોર્મન્સને રિવ્યુ કરતા રહેવું જોઈએ. તે પણ જોવું જોઈએ કે તમારી તુલનામાં તમારો સાથી કેવી રીતે કામ કરી રહ્યો છે. તમે તમારા કામને યોગ્ય બનાવવા માટે તમારા સાથીઓની મદદ પણ લઈ શકો છો.
  • ગોલ સેટ કરવો સૌથી વધારે જરૂરી છે, નિષ્ણાતોના અનુસાર, દરેક સંસ્થા તમને ટાસ્ક આપે છે, પરંતુ તેને અચીવ કરવા માટે તમારે એક સેલ્ફ ગોલ સેટ કરવો જોઈએ. તેનાથી તમે કોઈપણ નવી જોબમાં તમે સારું ડિલિવર કરી શકશો.

વિશ્વાસ ડેવલપ કરવો સૌથી જરૂરી
બીજી સૌથી જરૂરી વાત એ છે કે, નવી જોબ જોઈન કર્યા પછી આપણે પહેલા લોકો પ્રત્યેનો વિશ્વાસ આપણી તરફ કેળવવો પડશે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, તમને નવી સંસ્થામાં જેટલી વધારે તક મળશે, એટલો વધારે ગ્રોથ થશે અને એ ત્યારે થઈ શકશે, જ્યારે તમારી સંસ્થા તમારા પર વિશ્વાસ કરશે.

  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સર્વિસ સેક્ટરમાં ટ્રસ્ટ સૌથી જરૂરી છે. તમારી સંસ્થા અને સાથીઓ તમારા પ્રત્યે જેટલો વિશ્વાસ રાખશે, એટલા જ તમે ગ્રો કરી શકશો. તેના માટે ડેડલાઈન જેવી બેઝિક વસ્તુઓનું ગંભીરતાથી પાલન કરવું જરૂરી છે.
  • ભૂલ કરવા માટેના બે કારણો છે. પહેલું- હ્યુમન એરર અને બીજી બેદરકારી. શરૂઆતના દિવસમાં આ વાત પર વધારે ફોકસ કરવું જોઈએ કે તમારાથી કોઈ ભૂલ ન થાય. જો ભૂલ થઈ જાય છે તો તે વારંવાર રિપીટ ન થવી જોઈએ. શરૂઆતના તબક્કામાં વારંવાર ભૂલ કરવાથી તમને અન્ડર-ટ્રેન્ડ માનવામાં આવશે અથવા બેદરકાર માનવામાં આવશે. આ રીતે પર્સેપ્શન તમારા ગ્રોથમાં એક મોટું બેરિયર હોઈ શકે છે.
  • સામાન્ય રીતે નવી જોબ જોઈન કર્યા બાદ આપણને આપણો રોલ મળી જાય છે. તે જરૂરી છે કે આપણે તેને સારી રીતે નિભાવીએ, પરંતુ તમારા રોલની સાથે તમે તમારી જવાબદારીઓને લઈ શકો છો તો જરૂરથી લેવી. પાર્ટિસિપેશન એક્સપાન્ડ કરવાથી તમારી ઇમેજ સારી બનશે.
અન્ય સમાચારો પણ છે...