- Gujarati News
- Utility
- New Covid Guideline For International Passengers Applicable From Today Know All About These Rules
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી કોરોના ગાઈડલાઈન:વિદેશી યાત્રીકોએ હવે ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે, નેગેટિવ કોરોના ટેસ્ટ પણ જરૂરી
કોરોનાના કહેરને જોતા અને ભારતમાં નવા સ્ટ્રેનની એન્ટ્રી થતાં તાજેતરમાં જ સ્વાસ્થ્ય મંત્રાલયે વિદેશથી આવતા મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન આજ રાતથી અમલી બનશે. નવી ગાઈડલાઈન 2 ઓગસ્ટ 2020ના રોજ રિલીઝ થનારી જૂની ગાઈડલાઈનનું સ્થાન લેશે. તમામ યાત્રીકો માટે આ ગાઈડલાઈન અનિવાર્ય રહેશે. આવો જાણીએ નવી ગાઈડલાઈન હેઠળ વિદેશી મુસાફરોએ કયા કયા નિયમોનું પાલન કરવું પડશે?
UK, યુરોપ અને મિડલ ઈસ્ટ સિવાયના અન્ય દેશોના મુસાફરો માટે ગાઈડલાઈન્સ
યાત્રા કરતાં પહેલાં
- યાત્રા કરતાં પહેલાં એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
- કોવિડનો નેગેટિવ RT-PCR ટેસ્ટ અપલોડ કરવો જરૂરી. આ રિપોર્ટ 72 કલાક કરતાં વધારે જૂનો ન હોવો જોઈએ.
- તમામ યાત્રીકોએ RT-PCR ટેસ્ટ રિપોર્ટનું ઓથેન્સિટી ડિક્લેરેશન પણ આપવું પડશે. જો તે સચોટ નહિ હોય તો યાત્રીકો પર કાર્યવાહી થશે.
- પેસેન્જર્સે પોતાના એરલાઈનનાં માધ્યમથી એર સુવિધા પોર્ટલ અથવા ઉડ્ડયન મંત્રાલયને અન્ડરટેકિંગ આપવું પડશે કે જરૂરિયાત લાગે તો તેઓ 14 દિવસ હોમ ક્વૉરન્ટીનનો નિમય માનશે.
- નેગેટિવ રિપોર્ટ વગર મુસાફરીની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જ્યારે મુસાફરના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય. આ છૂટ લેવા માટે પેસેન્જર્સે બોર્ડિંગના મિનિમમ 72 કલાક પહેલાં ઓનલાઈન પોર્ટલ (newdelhiairport.in) પર અપ્લાય કરવાનું રહેશે. જોકે તેના પર અંતિમ નિર્ણય સરકારનો રહેશે.
બોર્ડિંગ પહેલાં
- એરલાઈન્સ અથવા સંબંધિત એજન્સીઓની તરફથી તમામ યાત્રીકોને ટિકિટ સાથે Do's એન્ડ Don'tsની માહિતી આપવામાં આવશે.
- એરલાઈન માત્ર એ જ મુસાફરોને બોર્ડિંગની પરમિશન આપશે જેમણે પોર્ટલ પર અરજી કરી હોય અને નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ અપલોડ કર્યો હોય.
- દરેક યાત્રીઓને મોબાઈલ એપ પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવશે.
- એરપોર્ટ્સ પર પેસેન્જર્સનું સેનિટાઈઝેશન અને ડિસઇન્ફેક્શન કરવામાં આવશે.
- બોર્ડિંગ દરમિયાન ફિઝિકલ ડિસ્ટન્સિંગનું ધ્યાન પણ રાખવામાં આવશે.
UK, યુરોપ અને મિડલ ઇસ્ટ તરફથી આવનારી ફ્લાઇટ માટે
- દરેક પ્રવાસીઓએ સફર પહેલાં કોરોના નેગેટિવ હોવાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એર સુવિધા પોર્ટલ પર સબમિટ કરવાનાનું રહેશે. આ સાથે જ 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી પણ દેખાડવી પડશે.
- સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સાથે જોડાયેલી જાણકારીઓ સાથે જ સિલેક્ટ કરવું પડશે કે જ્યાં ફ્લાઇટ જઈ રહી છે ત્યાં તેઓ ઉતરશે કે પછી ત્યાંથી બીજી ફ્લાઇટ પકડશે.
- જો તેઓ બીજી ફ્લાઇટનો ઓપશન સિલેક્ટ કરે છે તો તેમના ડિક્લેરેશન ફોર્મની કોપી પર મોટા ફોન્ટમાં T (Transit) લખેલું હશે.
- UK, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાથી આવતા પેસેન્જર્સ જે કનેક્ટિંગ ફ્લાઇટ લેશે, તેમને ટિકિટ બુકિંગ સમયે એરલાઇન્સ તરફથી કહેવામાં આવશે કે ટ્રાન્ઝિટ સમય ઓછામાં ઓછો 6-8 કલાકનો રહેશે.