તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા કેટલાક વર્ષ ડિજિટલ કનેક્ટિવિટી માટે મહત્ત્વપૂર્ણ રહ્યા છે. છેલ્લા એક દાયકામાં દુનિયા 2Gથી 3G અને 3Gથી 4G થઈ. કી-પેડ ફોનની જગ્યાએ સેમી- સ્માર્ટફોન અને સેમી- સ્માર્ટફોનની જગ્યાએ સ્માર્ટફોને લઈ લીધી છે, પરંતુ આ બધાની વચ્ચે “ઈનક્વાલિટી ઈન કનેક્ટિવિટી” અથવા કનેક્ટિવિટીમાં ઈનઈક્વાલિટી તરીકે અસમાનતાનું એક સ્વરૂપ આપણી સામે આવ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, 5G આવ્યા બાદથી કનેક્ટિવિટીમાં ઈનઈક્વાલિટી અથવા અસામનતા ઘટી જશે. તેના માટે વિરઝન અને WEF સંયુક્ત રીતે પહેલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
શું છે ઈનઈક્વાલિટી ઈન કનેક્ટિવિટી?
હકીકતની દુનિયા અને આપણા સમાજમાં ઘણા પ્રકારની અસમાનતા છે. વિવિધ જાતિ, ધર્મ, સમુદાય અને જેન્ડરના લોકોમાં કેટલાક લોકો તમામ પ્રકારના અધિકારો અને સુવિધાઓમાં આગળ હોય છે, તો બીજી તરફ કેટલાક લોકો પાછળ છૂટી જાય છે. એટલે કે, સમાનતા સમાપ્ત થઈ જાય છે, તેને જ સોશિયલ ઈનઈક્વાલિટી અથવા સામાજીક અસમાનતા કહેવામાં આવે છે. કનેક્ટિવિટીમાં આ પ્રકારના અંતરને “ઈનઈક્વાલિટી ઈન કનેક્ટિવિટી” કહેવામાં આવે છે.
કનેક્ટિવિટીમાં ઈનઇક્વાલિટીમાં ભારત ક્યા નંબરે છે?
દુનિયાભરમાં મહિલાઓની સરખામણીએ પુરુષોની ઇન્ટરનેટ સુધી પહોંચ 20 કરોડથી વધારે છે. સાથે જ મહિલાઓ પાસે પુરુષોની સરખામણીએ મોબાઈલ હોવાની સંભાવના 21% ઓછી છે. ભારતમાં 5 વર્ષથી વધારે ઉંમરના કુલ 45.1 કરોડ લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા છે. તેમાં પુરુષોની સંખ્યા 28.8 કરોડ છે જ્યારે મહિલાઓની સંખ્યા પુરુષોની સરખમનીમાં અડધી છે.
ડિજિટલ એક્સેસ વધારીને કનેક્ટિવિટીમાં ઈનઇક્વાલિટીમાં ઓછી કરવામાં આવશે
સારી વાત તો એ છે કે, દુનિયામાં ડિજિટલ એક્સેસને સપોર્ટ કરી સોશિયલ ઈનઇક્વાલિટી ઓછી કરવાની પહેલ WEF કરી રહ્યું છે. યુનાઈટેડ નેશન (UN)ની સંસ્થા, ઇન્ટરનેશનલ ટેલી-કમ્યુનિકેશન યુનિયનના જણાવ્યા પ્રમાણે, માત્ર 15 વર્ષમાં દુનિયાની અડધી વસતી કનેક્ટિવિટી સુધી પહોંચી ગઈ છે, પરંતુ તેમાં ભારે ઈનઇક્વાલિટી છે. યુરોપમાં 80% લોકો ઇન્ટરનેટ એક્સેસ કરે છે, જ્યારે આફ્રિકામાં 30%થી પણ ઓછા લોકો. યુરોપમાં આર્થિક રીતે જેટલા લોકો સુખી છે તેટલા જ લોકો આફ્રિકામાં ગરીબ છે. એટલે કે દુનિયામાં કુલ કનેક્ટેડ લોકોમાં ગરીબોની સંખ્યા, અભણ લોકોની સંખ્યા અને મહિલાઓની સંખ્યા ઓછી છે. WEF આ અંતરને પૂરું કરવા માગે છે.
WEF શા માટે પહેલ કરી રહ્યું છે?
WEFના એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, દુનિયાના આર્થિક વિકાસને ગતિ આપવા માટે ડિજિટલ પ્લેટફોર્મ હવે સૌથી અગત્યનું બન્યું છે. તેવામાં જો દુનિયાના કોઈ સમાજમાં જો કનેક્ટિવિટમાં અસમાનતા હોય તો તેની સીધી અસર તે સમાજના લોકોના આર્થિક વિકાસ પર પડશે. ત્યારબાદ આ આર્થિક પછાતપણાંથી દુનિયામાં આર્થિક અસમાનતા વધી જશે, જેનાથી દુનિયા પહેલાંથી જ પીડિત છે. WEF આ વાતનું ધ્યાન રાખી આ પહેલની તૈયારીમાં છે.
ટેક ઈન્ડસ્ટ્રીની ભૂમિકા મહત્ત્વની રહેશે
WEFના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરની ટેક ઈન્ડસ્ટ્રીની ભૂમિકા મહત્ત્વની રહેશે. ટેક કંપનીઓની મદદથી જ ગરીબ, પછાત, અશિક્ષિત અને મહિલાઓને સસ્તી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી શકાશે. આ કામમાં WEF સરકરોની પણ મદદ લેશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.