તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Negligence Can Also Lead To Death; Seasonal Flu Poses Highest Risk To Autoimmune Patients, The Elderly And Children

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિઝનલ ફ્લૂને હળવાશથી ન લો:બેદરકારીથી મૃત્યુ પણ થઈ શકે છે; સિઝનલ ફ્લૂથી ઓટો ઈમ્યુન બીમારીઓના દર્દીઓ, વૃદ્ધો અને બાળકોને સૌથી વધારે જોખમ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિઝન બદલાઈ રહી છે અને સિઝનલ ફ્લૂ પણ આવી ગયો છે. બદલાતી સિઝનમાં હંમેશાં લોકોની તબિયત ખરાબ થઈ જ જાય છે. સામાન્ય રીતે લોકો તેને ગંભીરતાથી લેતા નથી, જ્યારે નિષ્ણાતોનું કહેવું છે કે, તેની અવગણના ન કરવી જોઈએ. AIIMS, નવી દિલ્હીમાં ડૉક્ટર ઉમા કુમારના જણાવ્યા પ્રમાણે, સિઝનલ ફ્લૂ વધારે જોખમી નથી, પરંતુ કેટલીક વખત બેદરકારી લોકો પર ભારે પડી જાય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધારે ધ્યાન રાખવાની જરૂરી છે, કેમ કે, તેમની ઈમ્યુન સિસ્ટમ વયસ્કોની સરખામણીએ કમજોર હોય છે.

સિઝનલ ફ્લૂમાં ઘણા ડિસીઝના લક્ષણો દેખાય શકે છે
સિઝનલ ફ્લૂને લઈને લોકોમાં વિવિધ માન્યતાઓ છે. લોકો માને છે કે સિઝનલ ફ્લૂ ડાયેરિયા અને ન્યૂમોનિયામાં બદલાઈ શકે છે. જ્યારે આવું નથી, સિઝનલ ફ્લૂમાં ઘણા પ્રકારના ડિસીઝના લક્ષણો દેખાઈ શકે છે. તે ઘણી વખત લંગ્સ પર પણ અસર કરી શકે છે અને લંગ્સ ઈન્ફેક્શન તરીકે પણ જોવા મળે છે. તેના કારણે સિઝનલ ફ્લૂના બેઝિક સિમ્પટમ્સ તો લોકોમાં રહે છે સાથે બીજી સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. એ પહેલાં તે કોઈ કાયમી સમસ્યા તરીકે સામે આવે ડૉક્ટરનો સંપર્ક કરવો.

સિઝનલ ફ્લૂમાં હાઈ રિસ્ક ગ્રુપ
સિઝનલ ફ્લૂમાં સૌથી વધારે અસર તે લોકોને થાય છે જેમની ઈમ્યુન સિસ્ટમ કમજોર હોય છે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ કોઈ સમસ્યાથી પીડિત છે તો તેને ફ્લૂ જલ્દી થઈ શકે છે, સાથે જ ફ્લૂની અસર પણ તેના પર ગંભીર હોઈ શકે છે.

જાણો, ડૉ. ઉમા પાસેથી સિઝનલ ફ્લૂથી કેવી રીતે જોખમ વધી જાય છે

હાર્ટ અટેક- હાર્ટ સમસ્યાથી પીડિત લોકોમાં સિઝનલ ફ્લૂ દરમિયાન હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. આવું વાયરલ મ્યોકાર્ડિયાના કારણે થાય છે. તેમાં હાર્ટ રેટ વધી જાય છે અને શ્વાસ ફૂલી જાય છે.

લંગ ડેમેજ: સીઝનલ ફ્લૂ વધવાથી લંગ ડેમેજ કરી શકે છે. ક્યારેક આપણને ફ્લૂ દરમિયાન ન્યૂમોનિયા જેવા લક્ષણ દેખાય છે. ફ્લૂમાં આવા લક્ષણ દેખાય તો સમજવું કે હવે તેનાથી લંગ ડેમેજ થઇ રહ્યા છે. મોટાભાગના વૃદ્ધમાં આવી સ્થિતિ બની શકે છે.

ડેથ: સીઝનલ ફ્લૂ દરમિયાન કોઈ ગંભીર બીમારી જેમ કે કેન્સર પીડિત લોકોના મૃત્યુની સંભાવના વધી જાય છે. સીઝનલ ફ્લૂ દરમિયાન નબળી ઇમ્યુન સિસ્ટમને લીધે વધારે અસર થાય છે અને તબિયત ખરાબ થઇ જાય છે.

મગજ પર અસર: સીઝનલ ફ્લૂ એવા લોકોના મગજ પર અસર કરી શકે છે, જેઓ પહેલેથી કોઈ બીમારી જેમ કે ઓટો-ઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત હોય. આ દરમિયાન નર્વસ સિસ્ટમનો રિસ્પોન્સ સ્લો થઇ જાય છે અને પીડિતને ભૂલવાની આદત પડે અને બેહોશ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો