તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • NEET PG 2021| Neet PG Examination Postponed For Next Four Months, PM Took The Decision To Increase Medical Staff Amid Corona Crisis

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NEET PG 2021:આવનારા 4 મહિના સુધી NEET PGની પરીક્ષા નહીં લેવાય, દેશમાં કોરોના સંકટમાં મેડિકલ સ્ટાફ વધારવા પીએમ મોદીએ આ નિર્ણય લીધો

10 દિવસ પહેલા
  • જે મેડિકલ કર્મચારીઓએ કોવિડ-19 ડ્યુટીના 100 દિવસ પૂરા કર્યા છે, તેમને સરકારી નોકરીની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે
  • મેડિકલ ઇન્ટર્નની ડ્યુટી પણ કોવિડ મેનેજમેન્ટમાં સિનિયર ડૉક્ટર્સની દેખરેખમાં રાખવામાં આવશે

દેશમાં વધતા જતા કોરોનાવાઈરસના કેસ દરમિયાન NEET PGની પરીક્ષા આવનારા 4 મહિના સુધી નહીં લેવાય. હાલ કોરોના મહામારીને લીધે દેશની કપરી સ્થિતિમાં મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવાના હેતુથી પીએમ નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લીધો છે. આ વિશે PMO સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.

MBBS વિદ્યાર્થીઓ કોરોના દર્દીઓઓનું મોનિટરિંગ કરશે
પીએમ મોદીના નિર્ણય પમાણે, MBBS ફાઈનલ યરના વિદ્યાર્થીઓની ડ્યુટી માઈલ્ડ કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓનું મોનિટરિંગ માટે આપવામાં આવશે. Bsc(નર્સિંગ)/GNM પાસ નર્સો સિનિયર ડૉક્ટરની દેખરેખમાં ફુલ-ટાઈમ નર્સિંગ માટે સેવા આપશે.

સાથે જ જે મેડિકલ કર્મચારીઓએ કોવિડ-19 ડ્યુટીના 100 દિવસ પૂરા કર્યા છે, તેમને આવનારી સરકારી નોકરીની ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આવા કર્મચારીઓને વડાપ્રધાન કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન (Prime Minister’s Distinguished Covid National Service Samman)મોકલવામાં આવશે.

મેડિકલ ઇન્ટર્નની ડ્યુટી પણ કોવિડ મેનેજમેન્ટમાં સિનિયર ડૉક્ટર્સની દેખરેખમાં રાખવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો