મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEET 2021ની તારીખ વિશે સોશિયલ મીડિયા પર હાલ એક ફેક નોટિફિકેશન વાઈરલ થઈ રહ્યું છે. વાઈરલ નોટિફિકેશન પ્રમાણે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2021 હવે 5 સપ્ટેમ્બરે લેવામાં આવશે. જો કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આ વાઈરલ નોટિફિકેશન ફેક જણાવી કહ્યું કે, એજન્સીએ હજુ સુધી કોઈ એક્ઝામ ડેટની ઘોષણા કરી નથી.
એજન્સીએ ચોખવટ કરી
NTAએ ચોખવટ કરતા કહ્યું કે, હજુ NEET 2021ની પરીક્ષાની તારીખ ફાઈનલ થઈ નથી. હાલ માટે પરીક્ષા પોસ્ટપોન કરવા પણ અધિકારીઓએ કોઈ નિર્ણય લીધો નથી. આની પહેલાં એજન્સીએ જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે, NEET- UG 2021 પરીક્ષા દેશભરમાં 1 ઓગસ્ટથી ચાલુ થશે. એજન્સીએ કેન્ડિડેટ્સને સલાહ આપી કે, કોઈ પણ જાણકારીની હકીકત જાણ્યા વગર સોશિયલ મીડિયા પર વાઈરલ નોટિસ પર ભરોસો ના કરો.
આ સાથે જ એજન્સીએ ફેક/અનધિકૃત સાર્વજનિક સૂચનાઓ વાઈરલ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પર આપી છે. પરીક્ષા સાથે જોડાયેલી ઓફિશિયલ જાણકારી માટે માત્ર એજન્સીની ઓફિશિયલ વેબસાઈટ nta.ac.in અને ntaneet.nic.in પર જ વિઝિટ કરો.
કેન્ડિડેટ્સ પરીક્ષા સ્થગિત કરવાની માગ કરી રહ્યા છે
દેશમાં બીજી કોરોના લહેર પછીની સ્થિતિ જોઇને વિદ્યાર્થીઓ આ વર્ષે NEET UG 2021 પરીક્ષા સ્થગિત કરવાની માગ કરી રહતા છે. જો કે, એજન્સીએ હજુ સુધી એક્ઝામ પર કોઈ ફાઈનલ નિર્ણય લીધો નથી. NTA હજુ પણ પરીક્ષાની તારીખ બાબતે ચર્ચા-વિચારણા કરી રહી છે. ટૂંક સમયમાં નવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કોઈક જાહેરાત કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.