તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • NEET 2020 Results Announced, Official Website Crashes, Candidates Angry On Twitter

NEET- UG 2020 રિઝલ્ટ:NEET 2020નું પરિણામ જાહેર થયું, ઓફિશિયલ વેબસાઈટ ક્રેશ થઈ, ઉમેદવારોએ ટ્વિટર પર ગુસ્સો ઠાલવ્યો

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ntaneet.nic.in પર પોતાનો સ્કોર ચેક કરી શકે છે
 • સંસ્થાએ પરિણામ સાથે આન્સર કી પણ જાહેર કરી છે, ઉમેદવારો વિષ પ્રમાણે આન્સર કી જોઈ શકશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે સાંજે NEET 2020નું પરિણામ જાહેર કર્યું છે. 13 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબરે યોજાનાર પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ntaneet.nic.in પર પોતાનો સ્કોર ચેક કરી શકે છે. પરિણામ સાથે એજન્સીએ ફાઈનલ આન્સર કી પણ જાહેર કરી છે. પરિણામ જાહેર થયા બાદ વેબસાઈટ ક્રેશ થવા પર ઉમેદવારો ટ્વિટર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

સ્કોર કાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો
પરિણામ જાહેર થતાં કાઉન્સેલિંગ શરૂ થશે

NEETનું પરિણામ જાહેર થયા બાદ DGHS, AIQ (ઓલ ઈન્ડિયા ક્વૉટા) સીટો માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ કરશે. પરીક્ષામાં ક્વોલિફાય થનારા ઉમેદવારોએ કાઉન્સેલિંગ માટે ઓફિશિયલ વેબસાઈટ mcc.nic.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તે સમયે ઉમેદવારોએ વ્યક્તિગત, શૈક્ષણિક, NEET રિઝલ્ટ અને કોન્ટેક્ટ ડિટેઈલ્સ સહિતની માહિતી સબમિટ કરવાની રહેશે.

આ રીતે પરિણામ ચકાસો

 • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ntaneet.nic.in પર જાઓ.
 • હોમપેજ પર ડાઉનલોડ રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
 • માગેલી તમામ વિગતો ભરો.
 • સબમિટ કરતાં જ સ્ક્રીન પર પરિણામ દેખાશે.
 • તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ કાઢી લો.

AIIMS અને JIPMERમાં NEETના સ્કોરથી એડમિશન થશે
અગાઉની જાહેરાત પ્રમાણે, વર્ષ 2020થી NEETના પરિણામ અને સ્કોર બોર્ડને આધારે દેશની તમામ AIIMS અને JIPMER પોંડિચેરી સંચાલિત MBBS સીટો પર એડમિશન આપવામાં આવશે. તેના માટે નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019માં સંશોધનને સંસદમાં પસાર કરવામાં આવ્યું છે.

આ ફોર્મ્યુલાથી માર્ક્સ કેલક્યુલેટ થાય છે
NEET માર્ક્સ = (4 X કુલ સાચા જવાબો) - (1 X કુલ ખોટા જવાબો)

14 ઓક્ટોબરે ફરી યોજાઈ હતી પરીક્ષા
સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરતા 13 સપ્ટેમ્બરની પરીક્ષામાં સામેલ ન થનારા ઉમેદવારોને 14 ઓક્ટોબરે ફરી પરીક્ષા યોજવા માટે આદેશ કર્યો હતો. આ દરમિયાન કોર્ટે એ પણ આદેશ આપ્યો કે કોવિડ-19 સંક્રમિત અથવા કન્ટેનમેન્ટ ઝોનને લીધે પરીક્ષા ન આપનાર ઉમેદવારો માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે અને ત્યારબાદ 16 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવે.

આ વર્ષે વધારે કટઓફ હોઈ શકે છે
પરિણામને લઈ એક્સપર્ટ્સનું માનવું છે કે આ વર્ષે ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે વધારે કટઓફ હોઈ શકે છે. કારણ કે ઉમેદવારોને તૈયારી માટે પહેલાં કરતા વધારે સમય મળ્યો હતો. સાથે જ પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારોની સંખ્યા પણ ઓછી હતી. આ સિવાય આ વર્ષે NEET UGની પરીક્ષામાં છેલ્લા વર્ષોની સરખામણીએ સરળ પ્રશ્નો પૂછાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો