તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • NCR Sarkari Naukri | NCR Apprentice Recruitment 2021: 480 Vacancies For Apprentice Posts, North Central Railway Notification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:ઉત્તર મધ્ય રેલવેએ 480 પદો પર ભરતી માટે 10 પાસ ઉમેદવારોની અરજી મંગાવી, 16 એપ્રિલ સુધી અરજી કરી શકાશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોની પસંદગી 10મા ધોરણના મેરિટને આધારે કરવામાં આવશે
  • અરજી કરનાર ઉમેદવારો 10 પાસ અને ITI કરેલું હોવું જોઈએ

ઉત્તર મધ્ય રેલવેએ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં વિવિધ ટ્રેડર્સમાં એપ્રેન્ટિસના કુલ 480 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતીમાં ઉત્તર મધ્ય રેલવેમાં ફિટર, વેલ્ડર, મિકેનિક, કારપેન્ટર અને ઈલેક્ટ્રિશિયનના કુલ 480 પદો પર નિયુક્તિ કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો 16 એપ્રિલ સુધી અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 480

યોગ્યતા
એપ્રેન્ટિસના પદો પર અરજી કરનાર ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી મિનિમમ 50% સાથે 10 પાસ કરેલું હોવું જોઈએ. સાથે સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હાસંલ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા
આ પદો પર અરજી કરનારા ઉમેદવારોની મિનિમમ ઉંમર 15 વર્ષ જ્યારે મેક્સિમમ 24 વર્ષની હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને તેમાં કેટલીક છૂટછાટ મળશે.

એપ્લિકેશન ફી
જનરલ: 170 રૂપિયા
SC/ST અને મહિલા: 70 રૂપિયા

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂને આધારે નહિ બલકે 10માના મેરિટ લિસ્ટ પ્રમાણે કરવામાં આવશે.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 17 માર્ચ
અરજી કરવાની છેલ્લી તારીખ: 16 એપ્રિલ

આ રીતે અરજી કરો
આ પદો પર ઉમેદવારો એપ્લિકેશન પોર્ટલ mponline.gov.inનાં માધ્યમથી રજિસ્ટ્રેશન કરીને કરી શકે છે. અરજી કરતાં પહેલાં નોટિફિકેશન અવશ્ય વાંચવું. અરજી કરવામાં કોઈ ભૂલ થશે તો અરજી રિજેક્ટ કરવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો