તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • NCERT Postponed The Second Phase Of NTSE 2021 Exam, The Exam Was Scheduled To Be Held On June 13

કોરોના ઈફેક્ટ:NCERTએ NTSE 2021ના બીજા ફેઝની પરીક્ષા પોસ્ટપોન કરી, કોરોના મહામારીની અસર ઓછી થયા પછી લેવાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ એક્ઝામ 13 જૂનના રોજ લેવાની હતી
  • સ્ટેજ 1 પરીક્ષા 13 ડિસેમ્બરે લેવાઈ હતી

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગ (NCERT)એ દેશમાં કોરોનાના વધી રહેલા કેસ દરમિયાન નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામ (NTSE) 2021ના બીજા ફેઝની પરીક્ષા પોસ્ટપોન કરી છે. આ પરીક્ષા 13 જૂનના રોજ લેવાવાની હતી. કોરોના મહામારીની અસર ઓછી થયા પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે.

નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપી
પરીક્ષામાં સામેલ થનારા કેન્ડિડેટ્સ કાઉન્સિલની ઓફિશિયલ વેબસાઈટ ncert.nic.in પર નોટિફિકેશન જોઈ શકે છે. જાહેર કરેલી નોટિફિકેશનમાં NCERTએ કહ્યું કે, દેશમાં સ્થિતિ સામાન્ય થઇ ગયા પછી NTSE સ્ટેજ 2 પરીક્ષાની નવી તારીખો ઓફિશિયલ વેબસાઈટ પર જણાવશે.

સ્ટેજ 1 પરીક્ષા 13 ડિસેમ્બરે લેવાઈ હતી
આની પહેલાં NTSE સ્ટેજ 1ની એક્ઝામ 13 ડિસેમ્બરે લેવાઈ હતી. 18 વર્ષથી ઓછી ઉંમરના જે વિદ્યાર્થીઓ કોઈ પણ માન્ય સ્કૂલમાં કે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં ધોરણ 10 ભાણી રહ્યા છે અને પ્રથમવાર ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા હોય તે લોકો પરીક્ષામાં સામેલ થવા યોગ્ય છે.

2000 વિદ્યાર્થીઓનું સિલેક્શન થશે
આ પરીક્ષા દ્વારા NCERT મંથલી સ્કોલરશિપ માટે કુલ 2000 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરશે. સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને ક્લાસ પ્રમાણે સ્કોલરશિપ આપવામાં આવશે. આ માટે 11-12ના વિદ્યાર્થીઓને દર મહીને 1250 રૂપિયા, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દર મહીને 2000 રૂપિયા અને PhD વિદ્યાર્થીઓને UGCના નિયમ પ્રમાણે સ્કોલરશિપ આપવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો