તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • NBE Announces Schedule For Medical PG And MDS Exams, NEET PG Exam To Be Held On January 10

એક્ઝામ શિડ્યૂલ:NBEએ મેડિકલમાં PG અને MDS માટે યોજાતી પરીક્ષાનું શિડ્યૂલ જાહેર કર્યું, 10 જાન્યુઆરીએ NEET PG પરીક્ષા લેવાશે

દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE)એ PG અને MDS માટે યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) સહિતની અન્ય પરીક્ષાઓની સંભવિત તારીખો જાહેર કરી છે. NBEએ તેની ઓફિશિયલ વેબસાઇટ natboard.edu.in પર આ વિશે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં NBEએ એમ પણ કહ્યું હતું કે, આ પરીક્ષાઓની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. માહિતી બુલેટિન અને અરજી ફોર્મ NBE વેબસાઇટ nbe.edu.in પર બહાર પાડવામાં આવશે.

પરીક્ષાની સંભવિત તારીખો

પરીક્ષાતારીખ
ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (FMGE)4 ડિસેમ્બર, 2020
NEET MDS16 ડિસેમ્બર, 2020
NEET PG10 જાન્યુઆરી, 2021
DNB પોસ્ટ ડિપ્લોમા સેન્ટ્રલાઇઝ્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (DNB PDCET)28 જાન્યુઆરી, 2021

કોણ પરીક્ષા માટે અપ્લાય કરી શકશે?
પરીક્ષા માટે અરજી કરતા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત કોલેજો/યુનિવર્સિટીમાંથી કોઈપણ MBBSની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત, ઉમેદવાર પાસે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અથવા સ્ટેટ મેડિકલ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી MBBS એલિજિબિલિટીનું કાયમી અથવા અસ્થાયી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ગયા વર્ષે દેશભરની કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET PGમાં લગભગ 1.50 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. NBEએ આ પરીક્ષe 165 શહેરોમાં યોજી હતી.

અરજી કરવા માટેની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ nbe.edu.in પર લોગ ઇન કરો.
  • હોમ પેજ પર એપ્લિકેશન પ્રોસેસ લિંક પર ક્લિક કરો.
  • નવાં પેજ પર માગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • ત્યારબાદ એપ્લિકેશન ફીનું પેમેન્ટ કરીને સબમિટ કરો.
અન્ય સમાચારો પણ છે...