• Gujarati News
  • Utility
  • NBE Announces Guidelines For Entrance Exams, Exams Will Be Held On April 18 In Examination Centers In 255 Cities

NEET PG 2021:NBEએ એન્ટ્રસ એક્ઝામ માટે ગાઈડલાઈન જાહેર કરી, 18 એપ્રિલે 255 શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE)એ સમગ્ર દેશમાં 18 એપ્રિલના રોજ યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET PG) 2021 માટે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસના કારણે બોર્ડે આ વર્ષે પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો માટે ઓફિશિયલ વેબસાઈટ natboard.edu.in પર માર્ગદર્શિકા જાહેર કરી છે.

255 શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે
બોર્ડે જાહેર નોટિફિકેશનમાં જણાવ્યું કે, કોરોનાવાઈરસના વધતા કેસને ધ્યાનમાં રાખતા સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારી દેવામાં આવી છે. બોર્ડે પરીક્ષા માટે દેશના લગભગ 255 શહેરોમાં પરીક્ષા કેન્દ્ર બનાવ્યા છે. આ વર્ષે પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ દ્વારા જાહેર ગાઈડલાઈન જોઈ શકે છે. ​​​​​​​

આ સૂચનાઓનું પાલન કરવું પડશે:

  • ઉમેદવારો માટે એડમિટ કાર્ડની સાથે જ એક કોવિડ ઈ-પાસ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી પરીક્ષા દરમિયાન મુસાફરી કરવામાં કોઈ સમસ્યા ન થાય. કોવિડ ઈ-પાસની સૂચના રાજ્યના તમામ સંબંધિત વિભાગને આપવામાં આવી છે.
  • પરીક્ષા કેન્દ્રો પર ભીડથી બચવા માટે ઉમેદવારોને અલગ અલગ રિપોર્ટિંગ સમય આપવામાં આવશે. આ સમય ઈમેલ અને SMS દ્વારા જાહેર કરવામાં આવશે.
  • પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી દરમિયાન તમામ ઉમેદવારોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ત્યારબાદ જ તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
  • ઉમેદવારોને એક્ઝામ હોલમાં પાણીની બોટલ, ગ્લવ્ઝ વગેરે લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેઓ માત્ર એડમિટ કાર્ડ અને પ્રવેશ સંબંધિત ડોક્યુમેન્ટ લઈ જઈ શકશે.
  • પરીક્ષા દરમિયાન તમામ ઉમેદવારોને એક સેફ્ટી કિટ આપવામાં આવશે. આ કિટમાં ફેસશિલ્ડ, એક ફેસ માસ્ક અને 5 હેન્ડ સેનિટાઈઝરના પાઉચ હશે.
  • પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી કરતી વખતે અને પાછા ફરતા સમયે ઉમેદવારોએ ફેસશિલ્ડ પહેરવું ફરજિયાત રહેશે.

જાહેર નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો