તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • NBCC Sarkari Naukri | NBCC Site Inspector Recruitment 2021: 120 Vacancies For Site Inspector Posts, NBCC India Limitednotification For Details Like Eligibility, How To Apply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:NBCC ઈન્ડિયા લિમિટેડે સાઈટ ઈન્સ્પેક્ટરના 120 પદો પર ભરતી જાહેર કરી, 14 એપ્રિલ સુધી અરજી કરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના પર્ફોર્મન્સ આધારે કરવામાં આવશે
  • ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે મિનિમમ 4 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે

આવાસ અને શહેરી મામલાના મંત્રાલય હેઠળ આવતા NBCC ઈન્ડિયા લિમિટેડે સાઈટ ઈન્સ્પેક્ટરના 120 પદો પર ભરતી જાહેર કરી છે. આ પદો પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ઈચ્છુક ઉમેદવારો 14 એપ્રિલ સુધીઓફિશિયલ વેબસાઈટ nbccindia.comનાં માધ્યમથી અરજી કરી શકે છે.

પદોની સંખ્યા: 120

સાઈટ ઈન્સ્પેક્ટર (સિવિલ): 80

કેટેગરીસંખ્યા
અનારક્ષિત33
OBC21
SC12
ST06
EWS8

સાઈટ ઈન્સ્પેક્ટર (ઈલેક્ટ્રિકલ): 40

કેટેગરીસંખ્યા
અનારક્ષિત16
OBC11
SC06
ST3
EWS4

યોગ્યતા

  • સાઈટ ઈન્સ્પેક્ટર (સિવિલ): સિવિલ એન્જિનિયરિંગમાં મિનિમમ 60% સાથે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. સાથે જ આ ક્ષેત્રમાં મિનિમમ 4 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
  • સાઈટ ઈન્સ્પેક્ટર (ઈલેક્ટ્રિકલ): ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં મિનિમમ 60% સાથે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. સાથે જ આ ક્ષેત્રમાં મિનિમમ 4 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

મહત્ત્વની તારીખ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 25 માર્ચ
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 14 એપ્રિલ

સેલરી
ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને 31,000 રૂપિયા પ્રતિ મહિને સેલરી આપવામાં આવશે.

સિલેક્શન પ્રોસેસ
આ પદો પર અરજી કરનારા ઉમેદવારોની પસંદગી પરીક્ષાને આધારે થશે. કમ્પ્યૂટર બેઝ્ડ આ પરીક્ષાનું આયોજન 21 શહેરમાં થશે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો