તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Navodaya Vidyalaya Samiti Has Postponed The Sixth Standard Entrance Examination, Which Was To Be Held From May 16

કોરોના ઈફેક્ટ:નવોદય વિદ્યાલય સમિતિએ છઠ્ઠા ધોરણની પ્રવેશ પરીક્ષા સ્થગિત કરી, 16મેથી યોજાવાની હતી પરીક્ષા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષાનો નવો શિડ્યુલ નવી તારીખના 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે
  • 16મેથી માત્ર મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં પરીક્ષા યોજાશે

નવોદય વિદ્યાલય સમિતિએ છઠ્ઠા ધોરણ માટે એડમિશનની એન્ટ્રન્સ એક્ઝામ સ્થગિત કરી છે. સમિતિએ પ્રશાસનિક કારણોને લીધે આગામી આદેશ સુધી પરીક્ષા સ્થગિત કરી છે. આ નિર્ણય પછી 3 રાજ્યો સિવાય તમામ રાજ્યો માટે આ પરીક્ષા સ્થગિત થઈ છે. આ પરીક્ષા 16મેથી 19 જૂન સુધી આયોજીત થવાની હતી.

આ 3 રાજ્યોમાં જ યોજાશે પરીક્ષા

છઠ્ઠા ક્લાસમાં એડમિશન માટે થનારી જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન એક્ઝામ હવે માત્ર મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં યોજાશે. આ વિશે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરાયું છે. જોકે હાલ સંશોધિત તારીખની માહિતી અપાઈ નથી. પરીક્ષાનો નવો શિડ્યુલ નવી તારીખના 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.

બીજી વખત સ્થગિત થઈ પરીક્ષા

આ પહેલાં સમિતિએ પરીક્ષા માટે એડમિટ કાર્ડ 13 એપ્રિલે જાહેર કર્યા હતા. આ પ્રથમ વખત નથી કે વિદ્યાલય સમિતિએ એન્ટ્રન્સ એક્ઝામ સ્થગિત કરી હોય. આ પહેલાં પણ તેને સ્થગિત કરવામાં આવી હતી. મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં આ પરીક્ષા 19 જૂને આયોજિત થશે. દેશમાં કોરોનાની બીજી લહેરને કારણે ફરીથી પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી રહી છે.