તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાત મહત્ત્વની:નેચરલ સાઈટ્રિક એસિડ હંમેશાં ફાયદાકારક હોય છે, પરંતુ આર્ટિફિશિયલ ક્યારેય ન લો; જાણો કઈ બીમારીઓનું જોખમ રહે છે

9 મહિનો પહેલાલેખક: ગૌરવ પાંડેય
  • કૉપી લિંક
  • ખાટાં ફળ અને તેના જ્યુસ સૌથી સારા નેચરલ સ્રોત છે
  • તે વાઈરસ અને બેક્ટેરિયાને નિષ્ક્રિય કરવામાં અસરકારક છે

કોરોના આવ્યા બાદથી વિટામિન-Cનો ઉપયોગ વધ્યો છે. તેના માટે લોકો તેમની ખાણીપીણીમાં વધુ ને વધુ ખાટી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ ખાટા ફૂડમાં સાઈટ્રિક એસિડ નામનું તત્ત્વ હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે. જાણો તેનો ઉપયોગ કઈ સાવધાની સાથે કરવો.

સાઈટ્રિક એસિડને સિટ્રિક એસિડ અથવા ટાટરી પણ કહેવામાં આવે છે. તે આપણને બે પ્રકારે મળે છે, પ્રથમ નેચરલ અને બીજું આર્ટીફિશિયલ. ખાટા ફળ અને તેનાથી બનતા જ્યુસ તેના સૌથી સારા નેચરલ સ્રોત છે.

રાયપુરમાં ડાયટીશિયન અને ફિટનેસ એક્સપર્ટ ડૉક્ટર નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, નેચરલ સાઈટ્રિક એસિડ હંમેશાં ફાયદાકારક હોય છે, પરંતુ આર્ટિફિશિયલ સાઈટ્રિક એસિડ ક્યારે પણ ન લો, કેમ કે તેના વધારે ઉપયોગથી ઘણા પ્રકારની બીમારીઓનું જોખમ રહે છે. તમારું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર લેવલ પણ વધી શકે છે.

સસ્તું હોવાને કારણે આર્ટિફિશિયલ સાઈટ્રિક એસિડનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે

  • આર્ટિફિશિયલ સાઈટ્રિક એસિડ એક પ્રકારનું કેમિકલ હોય છે, તેનો ઉપયોગ એટલા માટે વધારે થાય છે કેમ કે તે સસ્તું હોય છે.
  • તે દુનિયાનું સૌથી કોમન ફૂડ એડિટિવ છે. ઘણા ઓછા એવા પેકેટ બંધ ફૂડ હોય છે, જેમાં સાઈટ્રિક એસિડનો ઉપયોગ થતો નથી.
  • તેનો ઉપયોગ ખાણીપીણીની વસ્તુ, પ્રોસેસ્ડ ફૂડ, દવાઓ, એનર્જી સપ્લિમેન્ટ્સ અને ક્લિનિંગ એજેન્ટમાં થાય છે.
  • સાઈટ્રિક એસિડની શોધ સ્વીડિશ વૈજ્ઞાનિકે 1794માં લેમન જ્યુસ દ્વારા કરી હતી.

સ્વાદ સારો અને સામગ્રીને પ્રિઝર્વ કરે છે
કેમ કે તે એસિડ છે અને તેનો નેચરલ ટેસ્ટ ખાટો હોય છે, તેથી તેનો સૌથી વધારે ઉપયોગ એસિડિટી બૂસ્ટ કરવા, સ્વાદ સારો કરવા અને સામગ્રીને પ્રિઝર્વ કરવા માટે થાય છે, ખાસ કરીને સોફ્ટ ડ્રિંક અને કેન્ડીમાં. તે ઉપરાંત તેનો ઉપયોગ દવાઓને સ્ટેબલાઈઝ અને પ્રિઝર્વ કરવામાં પણ કરવામાં આવે છે. તે વાઈરસ અને બેક્ટેરિયાને નિષ્ક્રિય કરવામાં પણ અસરકારક છે.

70 ટકા આર્ટિફિશિયલ સાઈટ્રિક એસિડ ફૂડ અને બેવરેજીસમાં ઉપયોગ થાય છે
હેલ્થલાઈન વેબસાઈટના અનુસાર, સાઈટ્રિક એસિડની વિશેષતા એવી છે કે તે વેરાયટી ઓફ ઈન્ડસ્ટ્રી માટે જરૂરી છે. લગભગ 70 ટકા આર્ટીફિશિયલ સાઈટ્રિક એસિડ ફૂડ અને બેવરેજીસમાં ઉપયોગ થાય છે, 20 ટકા ફાર્માસ્યુટિકલ અને ડાયટ સપ્લિમેન્ટમાં અને 10 ટકા ઉપયોગ ક્લિનિંગ એજેન્ટ્સમાં થાય છે.

નેચરલ સાઈટ્રિક એસિડના મુખ્ય સ્રોત કયા છે-

અન્ય સમાચારો પણ છે...