તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • National Steel Corporation Limited Has Announced Recruitment For 319 Posts Of Trade Apprentice, Can Be Applied Till July 17.

સરકારી નોકરી:રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડે ટ્રેડ એપ્રેન્ટિસના 319 પદો માટે ભરતી બહાર પાડી, 17 જુલાઈ સુધી અપ્લાય કરી શકાશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL)ના કોર્પોરેટ યુનિટ વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ (VSP)એ ટ્રેડ એપ્રેન્ટિસના પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવ દ્વારા કુલ 319 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી પ્રક્રિયા 17 જુલાઈ સુધી ચાલુ રહેશે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો આ પદ માટે નક્કી તારીખ સુધી ઓફિશિયલ વેબસાઈટ vizagsteel.com દ્વારા અરજી કરી શકે છે.

પદોની સંખ્યાઃ 319

લાયકાત
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોની પાસે સંબંધિત ટ્રેડમાં NCVTનું ITI સર્ટિફિકેટ હોવું જોઈએ. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટ સંબંધિત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

જરૂરી તારીખઃ

અરજી શરૂ થયાની તારીખ26 જૂન
અરજી કરવાની છેલ્લી તારીખ17 જુલાઈ
પરીક્ષાની તારીખ (સંભવિત)08 ઓગસ્ટ

સિલેક્શન પ્રોસેસ
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઈન ટેસ્ટના આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ/ OBC-
200 રૂપિયા+ 18% GST
SC/ST/PwBD- 100+ 18% GST​​​​​​​​​​​​​​

આ રીતે અરજી કરવી
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ પદ માટે 17 જુલાઈ સુધી ઓફિશિયલ વેબસાઈટ vizagsteel.com દ્વારા અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરી શકો છો.