• Gujarati News
  • Utility
  • National Instructional Media Institute Will Recruit For 318 Posts Of Consultant, Graduate Candidates Apply Before 31st July

સરકારી નોકરી:નેશનલ ઈન્સ્ટ્રક્શનલ મીડિયા ઈન્સ્ટિટ્યુટ કંસલટન્ટની 318 જગ્યા પર ભરતી કરશે, ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ 31 જુલાઈ પહેલાં અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 30થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે થશે

નેશનલ ઈન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યુટ (NIMI)એ કંસલટન્ટની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન કહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 318 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 17 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ NIMIની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 31 જુલાઈ સુધી ચાલુ રહેશે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સે માન્ય યુનિવર્સીટીમાંથી ડિગ્રી કે ડીપ્લોમા કરેલું હોવું જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 30થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

જગ્યાની સંખ્યા- 318

જગ્યાસંખ્યા
જુનિયર વોકેશનલ કંસલટન્ટ (JCVs)240
કંસલટન્ટ (ટેક્નિકલ સપોર્ટ)48
કંસલટન્ટ (IT સપોર્ટ )30

મહત્ત્વની તારીખો:
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 17 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ:31 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે થશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે NIMIની ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: