તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • National Entrance Screening Test Scheduled For June 14 Postponed Due To Corona, Application Date Extended Till July 15

NEST 2021:કોરોનાને કારણે 14મી જૂને યોજાનારી નેશનલ એન્ટ્રસ સ્ક્રિનિંગ ટેસ્ટ સ્થગિત, અરજીની તારીખ પણ 15 જુલાઈ સુધી લંબાવાઈ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાવાઈરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને નેશનલ એન્ટ્રસ સ્ક્રિનિંગ ટેસ્ટ (NEST) 2021ને મુલતવી રાખવામાં આવી છે. આ અંગે ઓફિશિયલ વેબસાઈટ nestexam.in પર નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. જાહેર નોટિફિકેશનના અનુસાર, 14 જૂનના રોજ યોજાનારી પરીક્ષાને અત્યારે સ્થગિત કરવામાં આવી છે. પરીક્ષા સ્થગિત કરવાની સાથે નેશનલ એન્ટ્રસ સ્ક્રિનિંગ ટેસ્ટની અરજી તારીખ 15 જુલાઈ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. આ અગાઉ એપ્લિકેશનની લાસ્ટ ડેટ 07 જૂન હતી.

પરિસ્થિતિની સમીક્ષા બાદ નવી તારીખ જાહેર કરાશે
અત્યારે પરીક્ષાની નવી તારીખ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. એક્ઝામ ડેટ્સની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. નોટિફિકેશનના અનુસાર, કોરોનાનાં કારણે NEST 2021ને સ્થગિત કરવામાં આવી છે. મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ અગ્રિમ સૂચનાની સાથે નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

12મુ પાસ ઉમેદવારો અપ્લાય કરી શકે છે
આ એન્ટ્રસ એક્ઝામમાં સામેલ થવા માટે ઉમેદવારો દેશની કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ઓછામાં ઓછા 60 ટકાની સાથે 12મુ પાસ હોવા જોઈએ. જો કે, આરક્ષિત વર્ગ માટે છૂટછાટ છે. નેશનલ એન્ટ્રસ સ્ક્રિનિંગ ટેસ્ટ (NEST) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NISER) ભુવનેશ્વર અને મુંબઈ યુનિવર્સિટીમાં એડમિશન માટે જરૂરી હોય છે.

આ રીતે અપ્લાય કરો

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ nestexam.in પર જવું.
  • હોમપેજ પર અપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો.
  • હવે તમારી રજિસ્ટ્રેશન ડિટેઈલ્સ દાખલ કરો.
  • તમારા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરો અને અપ્લાય કરો.
  • ફાઈનલ સબમિટ કરો અને ફોર્મને તમારી પાસે સેવ કરીને રાખો.