તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • National Board Of Examinations Will Issue Admit Cards For The Exam Today, The Exam Will Be Held On April 18

NEET PG 2021:નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન આજે પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડશે, 18 એપ્રિલે પરીક્ષા યોજાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) આજે એટલે કે બુધવારે 14 એપ્રિલના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામ (NEET 2021) માટે એડમિટ કાર્ડ બહાર પાડશે. આ સંદર્ભે જારી કરવામાં આવેલા ઓફિશિયલ નોટિફિકેશન મુજબ, NEET PG 2021 માટે પ્રવેશકાર્ડ આપવાની તારીખ ટેક્નિકલ કારણોસર 14 એપ્રિલના રોજ સુધારી દેવામાં આવી છે.

પરીક્ષા 18 એપ્રિલના રોજ લેવામાં આવશે
પરીક્ષા આપનાર ઉમેદવારો NBEની ઓફિશિયલ વેબસાઇટ nbe.edu.in પર જઇને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ વર્ષે આ પરીક્ષા 18 એપ્રિલના રોજ લેવામાં આવશે. તેમજ, પરીક્ષાનું રિઝલ્ટ 31 મે, 2021 સુધીમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષા માટે ગાઇડલાઇન્સ અને અન્ય માહિતી nbe.edu.in પર જઇને ચેક કરી શકાશે.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ NBEની ઓફિશિયલ વેબસાઇટ nbe.edu.in પર જાઓ.
  • અહીં NEET PG 2021 પર ક્લિક કરો.
  • હવે ‘ડાઉનલોડ એડમિટ કાર્ડ’ ઓપ્શન પર ક્લિક કરો.
  • લોગઇન અને સબમિટ કરવા માટે તમારા ક્રેડેન્શિયલ દાખલ કરો.
  • હવે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેનું પ્રિન્ટઆઉટ કાઢી લો.
અન્ય સમાચારો પણ છે...