તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Mutual Fund ELSS Returns Up To 60% In 1 Year, Investment Can Be Started By Paying Rs.500

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ:મ્યુચ્યુઅલ ફંડના ELSSએ 1 વર્ષમાં 60% સુધીનું રિટર્ન આપ્યું, 500 રૂપિયા ભરીને રોકાણની શરૂઆત કરી શકાશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કીમમાં રોકાણ કરવા પર 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકાય છે
  • ક્વાન્ટ ટેક્સ સેવર ફંડે ગયા 1 વર્ષમાં 59.5%નું રિટર્ન આપ્યું છે

જો તમે હજી સુધી નાણાકીય વર્ષ 2020-21 માટે ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ શરૂ નથી કર્યું ચો ટૂંક સમયમાં જ યોગ્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરી દો. ટેક્સ બચાવવા અને સારું રિટર્ન મેળવવા તમે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડની જ એક કેટેગરીની છે. આને ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ELSS પણ કહેવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમમાં રોકાણ કરવા પર ઇનક્મ ટેક્સ એક્ટ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ ઉઠાવી શકાય છે.

3 વર્ષનો લોક ઇન પિરિઅડ રહે છે
ELSSમાં 3 વર્ષનો લોક-ઇન પિરિઅડ હોય છે. એટલે કે તમે તેમાં જે પૈસાનું રોકાણ કરો તે 3 વર્ષ પછી જ ઉપાડી શકાય છે. આ એ સ્કીમનું બહુ સારું ફીચર છે. આ સરકાર દ્વારા ચલાવવામાં આવતી અન્ય સ્કીમ્સના લોક-ઇન પિરિઅડ કરતાં બહુ ઓછો છે. PPFમાં 15 વર્ષનો લોક-ઇન પિરિઅડ હોય છે. ELSSના રોકાણકારોને એ સુવિધા મળે છે કે તેઓ 3 વર્ષ પૂરાં થયા પછી પણ તેમાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકાય છે અને જ્યારે જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકાય છે. આવો ઓપ્શન અન્ય સ્કીમ્સમાં નથી મળતો.

રોકાણ 500 રૂપિયાથી કરી શકાય
ELSSમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા 500 રૂપિયાથી પણ રોકાણ કરી શકાય છે. આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. આ ફંડમાં રોકાણકારોને બે પ્રકારના ઓપ્શન મળે છે. તેમાં પહેલો ગ્રોથ અને બીજો ડિવિન્ડ પે આઉટ છે. ગ્રોથ ઓપ્શનમાં પૈસા સતત સ્કીમમાં રહે છે, જ્યારે ડિવિડન્ડ ઓપ્શનમાં કંપનીઓ સમયાંતરે લાભ મળતો રહે છે. ડિવિડન્ડ વિકલ્પવાળી સ્કીમમાં વર્ષમાં એકવાર ડિવિડન્ડ મેળવી શકાય છે. જો કે, કેટલીક સ્કીમ્સમાં વર્ષમાં એક કરતાં વધુ વખત ડિવિડન્ડ મળ્યું છે.

1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ મળે છે
એક નાણાકીય વર્ષમાં તમે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ઇન્કમ ટેક્સ એક્ટ સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ મેળવી શકો છો. આ સિવાય ELSSમાં રોકાણ પર થતો લાભ અને રિડમ્પશન (રોકાણ યૂનિટને વેચવું)થી મળતી રકમ પણ સંપૂર્ણ ટેક્સ ફ્રી હોય છે.

1 લાખ રૂપિયા સુધીના કેપિટલ ગેન પર ટેક્સ આપવો નથી પડતો
મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી એક વર્ષમાં મળનારું એક લાખ રૂપિયા સુધીનો લોન્ગ ટર્મ કેપિટલ ગેન (LTCG)ને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે કે, તમારે 1 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. આ મર્યાદાથી વધુના નફા માટે 10%ના દરે ટેક્સ ભરવાનો હોય છે.

આ ELSS ફંડ્સમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે

ફંડ હાઉસ1 વર્ષમાં રિટર્ન (%)3 વર્ષમાં રિટર્ન (%)5 વર્ષમાં રિટર્ન (%)મિનિમમ રોકાણએક્સપેન્સ રેશિયો (%)
ક્વાન્ટ ટેક્સ સેવર ફંડ59.515.919.3500 રૂ.0.57

BOI AXA ટેક્સ એડવાન્ટેજ ફંડ

39.89.417.6500 રૂ.1.51
મિરે એસેટ ટેક્સ સેવર28.713.221.1500 રૂ.0.30
એક્સિસ લોન્ગ ટર્મ ઇક્વિટી26.614.216.5500 રૂ.0.74
ઇન્વેક્સો ઇન્ડિયા ટેક્સ પ્લાન25.710.815.5500 રૂ.0.90
કોટક ટેક્સ સેવર20.910.015.5500 રૂ.0.94

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser