• Gujarati News
 • Utility
 • Movies Will Be Downloaded In Seconds, Games Will Be Fun To Play, But Will You Have To Buy A New Mobile For That?

5Gથી જીવનને મળશે નવી સ્પીડ:સેકન્ડમાં ફિલ્મો ડાઉનલોડ થઈ જશે, ગેમ રમવાની મજા આવશે, પરંતુ શું તેના માટે નવો મોબાઈલ ખરીદવો પડશે?

2 મહિનો પહેલા

ભારતમાં ટૂંક સમયમાં જ 5G નેટવર્કની સુવિધા મળશે. એરટેલ અને જિઓ ઓગષ્ટનાં અંત સુધીમાં 5G નેટવર્ક લાવી શકે છે. એરટેલે આ માટે એરિક્સન, નોકિયા અને સેમસંગ સાથે 5G નેટવર્ક કરાર કર્યા છે. 5Gનાં કારણે લોકોની કામ કરવાની અને ગેમ રમવાની રીત સંપૂર્ણપણે બદલાઈ જશે. શું 5G નેટવર્ક માટે તમારે તમારો સ્માર્ટફોન બદલવાની જરૂર છે? શું તમારા ખર્ચા મોંઘવારીની જેમ વધવાનાં છે? આ બધા પ્રશ્નો તમારાં કામ સાથે સંબંધિત છે, તો ચાલો આ પ્રશ્નોના જવાબો શોધીએ.

પ્રશ્ન: 5G એ 4G નેટવર્કથી કેવી રીતે અલગ છે?
જવાબ:
મોબાઈલ નેટવર્ક 5G વાયરલેસ નેટવર્ક્સ માટે એક વૈશ્વિક સ્ટાન્ડર્ડ છે, જે 4G નેટવર્કની ક્ષમતામાં સુધારો કરશે. 5Gની કનેક્ટિવિટી ખૂબ જ ઝડપી હશે. ગેમિંગ અને એન્ટરટેઈનમેન્ટની દ્રષ્ટિએ તે બેસ્ટ સાબિત થશે. 5Gની સ્પીડ 4Gની સ્પીડ કરતાં 100 ગણી ઝડપી હોઈ શકે છે. આના દ્વારા તમે માત્ર 10 સેકન્ડમાં 2GBનું મૂવી ડાઉનલોડ કરી શકશો.

નોંધનીય બાબત એ છે, કે તમારાં 4G મોબાઇલમાં 5G નેટવર્ક કામ નહીં કરે. આ માટે તમારી પાસે 5G સ્માર્ટફોન હોવો જરૂરી છે. જો કે, જો વાઇફાઇ 5G સ્પીડમાં ચાલે છે અને તમે તમારા મોબાઇલને તેની સાથે કનેક્ટ કરો છો, તો તમે 5G સ્પીડ મેળવી શકો છો.

પ્રશ્ન: ભારતમાં સૌથી પહેલા 5G સેવા શરૂ કરનારી કઈ કંપની હોઈ શકે છે?
જવાબ: જિયો અને એરટેલ દેશનાં કેટલાક મોટા શહેરોથી 5G સર્વિસ શરૂ કરવા જઈ રહ્યા છે. ઓગસ્ટ 2022નાં અંત સુધીમાં 5G સેવાઓ શરૂ થવાની સંભાવના છે.

પ્રશ્ન: જો 5Gનાં લોન્ચિંગ પહેલાં 5G સ્માર્ટફોન લેવો હોય તો શું સામાન્ય માણસના બજેટમાં આવે એવો કોઈ ફોન છે?
જવાબ: બિલકુલ. બજારમાં ઘણાં પ્રકારના સ્માર્ટફોન છે, પરંતુ આજે અમે તમને 20 હજાર રૂપિયાથી ઓછાનાં કેટલાક ઓપ્શન જણાવી રહ્યા છીએ, જે એક સારો 5G સ્માર્ટફોન સાબિત થઇ શકે છે. પોકો, વનપ્લસ અને રિયલમીના ત્રણ સ્માર્ટફોન વિશે વાંચો અહીં...

ચાલો નીચે આપેલા ચાર્ટ પર એક નજર કરીએ –

ઉપરોક્ત સ્માર્ટફોનની વિગતો અહીં વાંચી શકો છો

POCO M4 5G - આમાં તમને મળશે...

 • 4 GB રેમ અને 64 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 12 હજાર 999 રૂપિયા છે.
 • 6 GB રેમ અને 128 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 14,999 રૂપિયા છે.
 • જો ફીચર્સની વાત કરીએ તો તે એન્ડ્રોઇડ 12 પર કામ કરે છે.
 • ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે.
 • 6.58 ઇંચની ફુલ-HD+ LCD ડિસ્પ્લે છે. ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 700 SoCથી સજ્જ છે.
 • તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ પણ છે. પહેલું સેન્સર 50 MP અને બીજું 2 MPનો પોટ્રેટ કેમેરો છે.

OnePlus Nord CE 2 Lite 5G - આમાં તમને મળશે...

 • 6 GB રેમ અને 128 GB સ્ટોરેજવાળા ફોનની કિંમત 19,999 રૂપિયા છે.
 • ફીચર્સની વાત કરીએ તો તેમાં એન્ડ્રોઇડ 12 છે.
 • તેમાં 6.59 ઇંચની ફુલ-HD+ડિસ્પ્લે છે અને ફોન ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 695 SoC પર કામ કરશે.
 • તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 64 MPનું પ્રાઇમરી સેન્સર પણ છે.
 • જેમાં 2 MPનો સેકન્ડરી કેમેરો અને 2 MPનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે.
 • ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે.

Realme 9 5G SE - આમાં તમને મળશે...

 • 4 GB રેમ અને 64 GB સ્ટોરેજવાળા આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે.
 • 6 GB રેમ અને 128 GB સ્ટોરેજવાળા આ ફોનની કિંમત 17,499 રૂપિયા છે.
 • ફીચર્સની વાત કરીએ તો તેમાં એન્ડ્રોઇડ 11 છે.
 • 6.5 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે અને ફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 810 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
 • તેમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં સેન્સર 48 MPનું છે. બીજું 2 MP અને ત્રીજું 2 MPનું છે.
 • સેલ્ફી માટે 16 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર છે અને 5000mAhની બેટરી આપવામાં આવી છે.

બજેટમાં ફોન ખરીદવો એક વાત છે, પરંતુ ફોન ખરીદતાં પહેલાં એ જાણવું જરૂરી છે, કે તમે સમજી વિચારીને ફોન ખરીદ્યો છે? શું તમને તેમાં તે વસ્તુઓ મળી રહી છે, જે તમારી જરુરિયાતની છે. તો સમજો કે 5G ફોન ખરીદતાં પહેલાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ. આ માટે, નીચેનાં ગ્રાફિક્સ વાંચો અને શેર કરો-

પ્રશ્ન: 5G નેટવર્ક આવવાથી તમને શું ફાયદો થશે?
જવાબ:
મોબાઇલ ફોનની દુનિયામાં તમને ઘણાં પ્રકારનાં બદલાવ જોવા મળી શકે છે.

 • 4G નેટવર્ક આવવા છતાં ઘણાં એવા વિસ્તારો છે કે ત્યાં તે પહોંચ્યું નથી, પરંતુ 5G દ્વારા ટેલિકોમ કંપનીઓને પોતાના નેટવર્કની રેન્જ વધારવાનો એક નવો વિકલ્પ મળશે.
 • તમે હાઈ ક્વોલિટી, અલ્ટ્રા હાઈ રિઝોલ્યુશન 4K વીડિયો કોલ પર વાત કરી શકશો.
 • વાઈ-ફાઈ નેટવર્ક વગર પણ તમે વીડિયો સ્ટ્રીમિંગ અને વીડિયો ચેટનો લાભ મેળવી શકશો.
 • ફોનમાં ગેમ રમવી પહેલાં કરતાં ઘણી સારી રહેશે.
 • 4G કરતાં પણ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળશે.

પ્રશ્ન: 5G નેટવર્કનો ઈન્ટરનેટ પ્લાન કેટલા પૈસામાં મળી શકે છે?
જવાબ:
અત્યારે તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. જો કે, એવું માનવામાં આવી રહ્યું છે, કે 4G પ્લાનની કિંમતો તેને થોડી મોંઘી કરી શકે છે, કારણ કે માર્કેટની સ્પર્ધાને જોતાં કંપનીઓ 5G લોન્ચની શરૂઆતમાં પ્લાન્સની કિંમત ઓછી રાખી શકે છે અને બાદમાં તેમાં વધારો કરી શકે છે.

5Gનાં કિસ્સામાં એરટેલ કેવી રીતે સૌથી આગળ રહ્યું છે?

 • એરટેલ વર્ષ 2018માં ભારતમાં 5G ટેકનોલોજીનું પરીક્ષણ કરનારી પહેલી કંપની હતી.
 • એરટેલે ગયા વર્ષે દિલ્હીની બહારનાં વિસ્તારમાં દેશનું પહેલું ગ્રામીણ 5G પરીક્ષણ પણ કર્યું હતું.
 • એરટેલ 700 મેગાહર્ટ્ઝ બેન્ડ પર 5G ટ્રાયલ કરનારી પ્રથમ કંપની બની છે.