તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Mouthwash Also Does Not Reduce The Risk Of Coronavirus Infection, As The Virus In The Nose Soon Reaches The Throat.

ગેરસમજમાં ન રહો:માઉથવોશથી પણ કોરોનાવાઈરસના સંક્રમણનું જોખમ ઓછું નથી થતું, નાકમાં રહેલા વાઈરસ થોડા સમયમાં જ ગળા સુધી પહોંચી જાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાવવાની સાથે જ સાયન્ટિસ્ટ તેને મારવા અથવા ફેલાતો અટકાવાની રીત શોધી રહ્યા છે. વર્ષ 2020 અને 2021માં તેનાથી સંબંધિત એક આઈડિયા પર વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરવાનું શરૂ કર્યું કે માઉથવોશથી કોરોનાવાઈરસને નષ્ટ કરી શકાય છે, પરંતુ હવે એક્સપર્ટ્સનું માનવું છે કે માઉથવોશથી કોરોનાવાઈરસ મરતો નથી.

આંતરરાષ્ટ્રીય વાઈરલ નિષ્ણાતોની એક ટીમે ગત વર્ષે આ દાવો કર્યો હતો કે માઉથવોશ કોરોનાવાઈરસને નષ્ટ કરી શકે છે અને કોવિડ-19થી બચાવી શકે છે. સંશોધકોનું કહેવું હતું કે, કોરોનાવાઈરસની આસપાસ ચરબીથી બનેલા પડ હોય છે જેને માઉથવોશમાં રહેલા રસાયણ ઓગાળી શકે છે. આ રીતે તેને મોંમાં જ નષ્ટ કરીને ગળા સુધી પહોંચવાથી અટકાવી શકાય છે.

આ રિસર્ચને લઈને સંશોધકોએ જણાવ્યું હતું કે, માઉથવોશમાં ક્લોરહેક્સિડિન, ગ્લુકોનેટ, હાઈડ્રોજન પેરોક્સાઈડ અને પોવિડોન-આયોડિન જેવા રસાયણ હોય છે. આ તમામમાં સંક્રમણ રોકવાની ક્ષમતા છે. કોરોનાનું ઉપરનું પડગ્લાયકોપ્રોટીનનું હોય છે. તે ઈમ્યુન સિસ્ટમ પર હાવી થતા શરીરમાં કોષોને સંક્રમિત કરે છે.

બાહ્ય સપાટી ઓગળી જવા પર કોષોને સંક્રમિત નથી કરી શકતો વાઈરસ
આ રિસર્ચમાં સંશોધકોએ જણાવ્યું કે, માઉથવોશમાં રહેલા રસાયણ કોરોનાવાઈરસમાં ગ્લાયકોપ્રોટીનથી બનેલા ઉપરના પડને ઓગાળવાનો પ્રયાસ કરે છે. એક વખત જ્યારે તેની બાહ્ય સપાટી ઓગળવા લાગે છે તો આ વાઈરસ કોષોને સંક્રમિત નથી કરી શકતો.

માઉથવોશની કોરોના પર અસરને લઈને સતત સ્ટડી થઈ રહી છે
એક્સપર્ટ્સનું માનવું છે કે, માઉથવોશ કોરોનાવાઈરસના બાહ્ય પડને તોડી શકે છે, પરંતુ કોરોનાની સામે લડવા માટે માઉથવોશ અસરકારક છે કે નહીં તેના વિશે પૂરતું રિસર્ચ નથી થયું. ગળા અને લાળ ગ્રંથીઓ વાઈરસ રિપ્રોડક્શન માટે હોટ સ્પોટ માનવામાં આવે છે, પરંતુ તે ઈન્ફેક્શનનું પ્રાયમરી ટાર્ગેટ નથી.

જો કે, અમુક સ્ટડીમાં જોવા મળ્યું છે કે, કેટલાક માઉથવોશ વાઈરસને નષ્ટ કરી શકે છે પરંતુ તે રિઝલ્ટ માત્ર તે લોકોમાં જોવા મળે છે જે લાંબા સમય સુધી વાઈરસથી સંક્રમિત નહોતા.

કેટલીક સ્ટડીમાં એ વાતની પણ પુષ્ટિ થઈ છે કે કેટલાક માઉથવોશ લાળમાં વાઈરસના સ્તરને ઓછું અથવા સંપૂર્ણ રીતે નષ્ટ પણ કરી શકે છે, પરંતુ માઉથવોશનો ઉપયોગ 30 સેકન્ડ માટે કરવામાં આવે તો. જો કે, સંશોધકો તે સમયે પણ આવી ભલામણો કરવાનું ટાળ્યું હતું.

એક માઉથવોશ કંપની લિસ્ટરીનના મેકર્સે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, એવા કોઈ પૂરાવા નથી મળ્યા કે માઉથવોશથી કોરોનાવાઈરસ નષ્ટ થઈ જાય છે.

માઉથવોશની કોરોના પર અસરને લઈને એક્સપર્ટ્સ શું કહે છે
માઉથવોશ ઘણા પ્રકારના બેક્ટેરિયા મારી શકે છે અને હાઈજીન માટે જરૂરી પણ છે, પરંતુ અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા કે તે કોરોના સંક્રમણને ફેલાવાથી રોકી શકે છે. આ વાતના પણ કોઈ પુરાવા નથી કે તે સક્રિય સંક્રમણના ઉપચારમાં અસરકારક છે.

  • એક્સપર્ટ્સના અનુસાર, નવો કોરોનાવાઈરસ નેઝલ પેસેજ એટલે કે નાકમાંથી મળ્યો છે, તેથી માઉથવોશ જો ઈફેક્ટિવ પણ છે તો પણ નાકમાં વાઈરસ રહી જ જાય છે. થોડા સમય બાદ આ વાઈરસ નાકથી ગળા સુધી પહોંચી જાય છે.
  • અત્યાર સુધી કોઈ લાર્જ સ્કેલ ક્લિનિકલ સ્ટડી નથી થઈ, જેનાથી એ જાણી શકાય કે માઉથવોશ કોરોનાવાઈરસને ફેલાતા અટકાવે છે અથવા તેને નષ્ટ કરી શકે છે.