તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Most Of The Infections You Get Can Be Due To Dirty Bathroom, Make The Toilet Free Of Bacteria From Household Items

સ્વચ્છ ટોઇલેટમાં પણ વાઇરસનો અડ્ડો:તમને થતાં મોટા ભાગનાં ઇન્ફેક્શનનું કારણ ગંદો બાથરૂમ હોઈ શકે છે, ઘરમાં રહેલી વસ્તુઓથી ટોઇલેટને બેક્ટેરિયાથી મુક્ત બનાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડીલો કહે છે કે કોઈને પણ પોતાની દીકરીનો હાથ આપતાં પહેલાં તેના ઘરનો બાથરૂમ જરૂરથી ચેક કરવો જોઈએ, કેમ કે જેમનો બાથરૂમ સાફ નથી હોતું એવા લોકો વ્યક્તિગત રીતે સારા નથી હોતા. તમારા ટોઇલેટ કે વૉશરૂમને સ્વચ્છ અને બેક્ટેરિયાથી ફ્રી રાખવાં એ કોઈ સમસ્યા નથી, પરંતુ એ તમારી સંસ્કૃતિનો એક ભાગ છે.

ટોઇલેટની યોગ્ય રીતે સાફ-સફાઈ ન માત્ર તમારા ઘરની સ્વચ્છતા જાળવી રાખે છે પરંતુ તમને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. ટોઇલેટને સાફ કરવા માટે લોકો ઘણાં ડિટર્જન્ટ, ક્લિનર અને એસિડનો ઉપયોગ કરે છે અને એને ચમકાવવા માટે એની પાછળ કલાકો વેડફી નાખે છે, પરંતુ એનાથી તમારું ટોઇલેટ બેક્ટેરિયાથી ફ્રી નથી થતું.

ટોઇલેટમાં આ બેક્ટેરિયા અને વાઇરસ હોઈ શકે છે
સિનિયર માઈક્રોબાયોલોજિસ્ટ ડૉ. અપૂર્વ કે. શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, ટોઇલેટ કે વોશરૂમમાં સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા, વાઇરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે. એમાં સ્ટેફિલોકોકસ, કેમ્પિલોબેક્ટર, એન્ટિરોકોકસ, એસ્કેરેશિયા કોલાઈ, સાલ્મોનેલા, શિગેલા, સ્ટ્રેપ્ટોકોકસ, યેર્સિનિયા જેવા બેક્ટેરિયા અને પેપિલોમા વાઇરસ, રોટા વાયરસ, હિપેટાઇટિસ A અને E જેવા વાઇરસ સામેલ છે.

રિસર્ચથી જાણવા મળ્યું છે કે 25-54% સુધી મળ આંતરડાંમાં રહેલા સૂક્ષ્મ જીવોથી બને છે. જિનેટિક ટેસ્ટ માટે કરવામાં આવતા ઘણા અભ્યાસમાં મળના સેમ્પલમાં SARS-CoV-​2 (કોવિડ-19) વાઇરસ જોવા મળ્યો છે. જોકે અત્યાર સુધી એ નથી જાણી શકાયું કે મળમાં રહેલા કોરોનાવાઇરસ કેટલા ચેપી છે.

ટોયલેટમાં બની રહેલા એરોસોલ કોઈપણ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે
ડૉ. અપૂર્વ કે. શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, કેટલાક અન્ય વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે બાથરૂમના સૂક્ષ્મ જંતુઓ કમોડમાંથી આવે છે અને બાદમાં એ સરળતાથી આખા બાથરૂમમાં ફેલાઈ જાય છે, જેમ કે નળનાં હેન્ડલ, જેને કમોડ બાદ બીજી સૌથી ગંદી જગ્યા માનવામાં આવે છે. ઘણાં રિસર્ચ અને સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ટોયલેટને ફ્લશ કરવાથી બનતા એરોસોલનાં ટીપાં બેક્ટેરિયા અને વાઇરસનું ઠેકાણું બની જાય છે. આ એરોસોલ બાથરૂમની સપાટી કે દીવાલ પર પડે છે. ટોઇલેટમાં સર્જાતા એરોસોલથી કોઈ વ્યક્તિને ગંભીર રીતે ચેપ લાગી શકે છે.

બાથરૂમ હાઈજીન પર ધ્યાન આપવું જરૂરી
ડૉ. અપૂર્વના જણાવ્યા પ્રમાણે, ટોઇલેટ કે નાહવાની જગ્યા જંતુઓનાં સંવર્ધનનો અડ્ડો બને, એ પહેલાં જ બાથરૂમ હાઈજીન પર ધ્યાન આપવું જરૂરી છે. કમોડની સાથે, વૉશરૂમની દીવાલ, દરવાજા, બેસિન, બાથટબ, નળ અને તમામ હેન્ડલને બેક્ટેરિયા કિલિંગ સોલ્યુશનથી સાફ કરવા જોઈએ.

ટોયલેટને આ રીતે બેક્ટેરિયાથી મુક્ત કરો
ડૉ. શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, ટોઇલેટની સફાઇની ચીજો ખરીદવામાં કોઈ ઉતાવળ કરવી જોઈએ નહીં. હંમેશાં એવી પ્રોડક્ટ પસંદ કરવી જોઈએ, જે દુર્ગંધ દૂર કરે, સાફ કરે અને સાથે બેક્ટેરિયા-વાયરસને પણ નષ્ટ કરે. જાણો કેટલીક એવી વસ્તુઓ વિશે જે સરળતાથી ટોઇલેટમાં રહેલા સૂક્ષ્મ જંતુઓને દૂર કરી શકે છે...

  • ટોઇલેટની સફાઈ માટે વિનેગરનો ઉપયોગ કરવો બેસ્ટ ઓપ્શન છે. એનાથી ટોયલેટમાં પેથોજન અને બેક્ટેરિયાની સંખ્યા સાવ ઓછી થઈ જાય છે. વિનેગર ટોઇલેટને દુર્ગંધ-મુક્ત કરવા, ટબ/ગ્લાસ, શાવર અને દરવાજા પર જામી ગયેલા પાણીના ડાઘને દૂર કરવામાં પણ મદદ કરે છે.
  • વિનેગર સરળતાથી મળી શકે છે અને બેક્ટેરિયા, ફંગસ જેવા સૂક્ષ્મ જંતુને મારવામાં અસરકારક છે. વિનેગરનો ઉપયોગ બ્લીચના વિકલ્પ તરીકે પણ કરી શકાય છે, પરંતુ એનો ઉપયોગ કરતી વખતે સાવધાની પણ રાખવી જોઈએ, કેમ કે એ સપાટીની ચમક દૂર ઓછી કરી શકે છે.​​​​​​
  • ફૂગના ડાઘાને બ્લીચથી ધોઈ શકાય છે. આ સોલ્યુશનનો ઉપયોગ ટોયલેટમાં સૂક્ષ્મ જંતુઓને મારવા, સપાટીને સફેદ કરવા અને દુર્ગંધ દૂર કરવા માટે કરી શકાય છે, પરંતુ બ્લીચનો ઉપયોગ કરતાં પહેલાં કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. ટોયલેટને સારા ક્લિનર અને પાણીથી સાફ કર્યા બાદ સંક્રમણ-મુક્ત કરવા માટે બ્લીચ અને પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
  • બ્લીચનો ઉપયોગ હવાની અવરજવરવાળી જગ્યાએ કરવો જોઈએ, કેમ કે એનાથી આંખોમાં બળતરા થઈ શકે છે અને ત્વચાને પણ નુકસાન થઈ શકે છે.

આ રીતે ટોયલેટ ક્લિનરની પસંદગી કરવી
ટોયલેટની સફાઈનાં બે મહત્ત્વપૂર્ણ પાસાં છે- ગંધ અને વાઇરસ/બેક્ટેરિયા. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ટોઇલેટ સીટ પર ફૂગ, યિસ્ટ અને સૂક્ષ્મજંતુઓ વધારે હોય છે. જે એ દર્શાવે છે કે લોકો તેમનાં ટોઇલેટની સાફ-સફાઈ પર ધ્યાન નથી આપતા. એ સિવાય ટોયલેટની દુર્ગંધ એ સૂચવે છે કે સૂક્ષ્મ જંતુઓ સંપૂર્ણપણે નષ્ટ નથી થયા. ટોયલેટને સંક્રમણ-મુક્ત કરવાની સૌથી વધારે જરૂર છે, તેથી એવા પ્રોડક્ટની પસંદ કરો, જે ટોયલેટની સફાઈનાં બંને પાસાં સાથે જોડાયેલા હોય, એટલે કે દુર્ગંધ પણ દૂર કરે અને વાઇરસ/બેક્ટેરિયા પણ, જેમ કે ફ્રેશ ગાર્ડ ટેક્નોલોજીવાળાં ડોમેક્સ. એ સામાન્ય ટોઇલેટ ક્લિનર કરતાં વધારે સારાં હોય છે.