પર્સનલ ફાઈનાન્સ:નેશનલ પેન્શન સિસ્ટમમાં એક વર્ષમાં 73 લાખથી વધુ લોકો જોડાયા, તેમાં 23.27%નો વધારો થયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • NPS અંતર્ગત વિવિધ યોજનાઓમાં સબસ્ક્રાઈબર્સની સંખ્યા ઓક્ટોબર 2020 સુધી 3.83 કરોડ થઈ
  • APY અને NPS યોજનાઓ અંતર્ગત યોગદાનમાં છેલ્લા એક વર્ષમાં 33.79%નો વધારો થયો

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ અટલ પેન્શન યોજના (APY) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને લઈને ડેટા જાહેર કર્યો છે. તેના અંતર્ગત છેલ્લા 1 વર્ષમાં (ઓક્ટોબર 2020 સુધી) આ યોજનામાં જોડાનાર લોકોની સંખ્યામાં 23.27% નો વધારો થયો છે. તેમજ આ યોજના અંતર્ગત યોગદાનમાં છેલ્લા એક વર્ષમાં 33.79%નો વધારો થયો છે.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંતર્ગત વિવિધ યોજનાઓમાં સબસ્ક્રાઈબર્સની સંખ્યા ઓક્ટોબર 2020 સુધી 3.83 કરોડ થઈ ગઈ જે ઓક્ટોબર 2019માં 3.10 કરોડ હતી. જે વાર્ષિક ધોરણે 23.27%ની વૃદ્ધિ દર્શાવે છે.

NPS અંતર્ગત વિવિધ યોજનાઓમાં ગ્રાહકોની સંખ્યા

સેક્ટર

સબસ્ક્રાઈબર્સની સંખ્યા (લાખમાં)

ઓક્ટોબર 2019

સબસ્ક્રાઈબર્સની સંખ્યા (લાખમાં)

માર્ચ 2020

સબસ્ક્રાઈબર્સની સંખ્યા (લાખમાં)

ઓક્ટોબર 2020

વાર્ષિક વૃદ્ધિ દર (%)
સેન્ટ્રલ ગવર્નમેન્ટ20.4021.0221.374.71
સ્ટેટ ગવર્નમેન્ટ45.7247.5449.277.77
કોર્પોરેટ8.879.7410.5719.24
અસંગઠિત ક્ષેત્ર10.3812.5213.9133.98
NPS લાઇટ #43.3943.3243.15-
અટલ પેન્શન યોજના (APY)182.04211.42244.8634.51
કુલ310.80345.55383.1223.27

NPS અંતર્ગત મેનેજમેન્ટ હેઠળ એસેટ્સ અંડર મેનેજમેન્ટ(AUM)

સેક્ટર

સબસ્ક્રાઈબર્સની સંખ્યા (લાખમાં)

ઓક્ટોબર 2019

સબસ્ક્રાઈબર્સની સંખ્યા (લાખમાં)

માર્ચ 2020

સબસ્ક્રાઈબર્સની સંખ્યા (લાખમાં)

ઓક્ટોબર 2020

વાર્ષિક વૃદ્ધિ દર (%)
સેન્ટ્રલ ગવર્નમેન્ટ128257138,04616591229.26
સ્ટેટ ગવર્નમેન્ટ192886211,02325933134.45
કોર્પોરેટ3772141,24352,89740.23
અસંગઠિત ક્ષેત્ર1153812,91316,84445.98
NPS લાઇટ #36953,7284,15812.54
અટલ પેન્શન યોજના (APY)914310,52613,61048.86
કુલ3,83,2404,17,4795,12,75233.79