આ નાણાકીય વર્ષ (2020-21)માં 13 નવેમ્બર સુધી અટલ પેન્શન યોજના (APY)માં 40 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ના અનુસાર, અટલ પેન્શન યોજનામાં કુલ ગ્રાહકોની સંખ્યા 2.63 કરોડ પર પહોંચી ગઈ છે. અટલ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષની વય થવા પર દર મહિને 1000થી લઈને 5000 રૂપિયાનું પેન્શન મળે છે.
શું છે અટલ પેન્શન યોજના?
અટલ પેન્શન યોજના અંતર્ગત 60 વર્ષની વય થવા પર દર મહિને 1000થી 5000 રૂપિયાનું પેન્શન મળે છે. તેમાં 18 વર્ષથી 40 વર્ષ સુધીની વ્યક્તિ રોકાણ કરી શકે છે. કોઈ વ્યક્તિ આ સ્કીમ લે છે તો તેને ઓછામાં ઓછા 20 વર્ષ રોકાણ કરવું પડશે. સ્કીમમાં સામેલ થવા માટે સેવિંગ બેંક અકાઉન્ટ, આધાર અને એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. 1થી 5 હાજર રૂપિયા દર મહિને પેન્શન લેવા માટે સબસ્ક્રાઈબરને 42થી લઈને 210 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે
SBIમાં સૌથી વધારે APY અકાઉન્ટ ખોલવામાં આવ્યા
PFRDAના અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 13 નવેમ્બર સુધી આ યોજના માટે સૌથી વધારે રજિસ્ટ્રેશન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં કરાવવામાં આવ્યા છે. 10 લાખથી વધારે લોકોએ તેના માટે SBIમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે કેનેરા બેંક, ઈન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, એરટેલ પેમેન્ટ્સ બેંક, પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં એક 1 લાખથી વધુ નવા APY અકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.
અટલ પેન્શન યોજના અને પોસ્ટ ઓફિસ મંથલી સ્કીમમાં રોકાણ કરો અને દર મહિને ₹10 હજારનું પેન્શન મેળવો
2015માં યોજનાની શરૂઆત થઈ હતી
આ યોજનાની શરૂઆત 9 મે 2015ના રોજ થઈ હતી. ગત નાણાકીય વર્ષ એટલે કે 2019-20માં આ યોજનાથી 70 લાખથી વધુ લોકો જોડાયા હતા. તેમાં તમે સેક્શન 80c અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બેનિફિટ ક્લેમ કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.