• Gujarati News
  • Utility
  • More Than 223 Crore Transactions Were Transacted By UPI In December, With A Turnover Of Rs 4 Lakh 16 Thousand Crore.

ડિજિટલ પેમેન્ટ:ડિસેમ્બરમાં UPI દ્વારા 223 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયું, 4 લાખ 16 હજાર કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર 2019માં UPI અને ભીમ દ્વારા 130 કરોડ કરતા વધુ લેવડદેવડ થઈ હતી
  • કોરોનાકાળમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે

વર્ષના છેલ્લા મહિનામાં ઓનલાઈન લેવડદેવડમાં રેકોર્ડ નોંધાયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના આંકડા અનુસાર, UPI અને ભીમ દ્વારા 223 કરોડથી વધારે રેકોર્ડ બ્રેક લેવડદેવડ થઈ છે. આ દરમિયાન કુલ 4 લાખ 16 હજાર કરોડ રૂપિયાથી વધારે લેવડદેવડ થઈ હતી

ડિસેમ્બર 2019ની તુલનામાં 105% વધારે પૈસાની લેવડદેવડ
ડિસેમ્બર 2020માં UPI અને ભીમ દ્વારા 223 કરોડથી વધારે રેકોર્ડ બ્રેક લેવડદેવડ થઈ છે જે ડિસેમ્બર 2019ની સરખામણી કરતા 70 ટકા વધારે છે. ડિસેમ્બર 2019માં UPI અને ભીમ દ્વારા 130 કરોડથી વધારે લેવડદેવડ થઈ હતી. ડિસેમ્બર મહિનામાં કુલ 4 લાખ 16 હજાર કરોડ રૂપિયાથી વધારે લેવડદેવડ થઈ, જે ડિસેમ્બર 2019માં થયેલી 2 લાખ 2 હજાર રૂપિયાની લેવડદેવડની તુલનામાં 105 ટકા વધારે છે.

નવેમ્બરમાં 3 લાખ 90 હજાર કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ
અગાઉ નવેમ્બરમાં 221 કરોડથી વધારે રેકોર્ડ બ્રેક લેવડદેવડ થઈ છે. તેના દ્વારા 3 લાખ 90 હજાર કરોડ રૂપિયાથી વધારેની લેવડદેવડ થઈ હતી. જે ગત વર્ષ કરતા 106 ટકા વધારે છે. નવેમ્બર 2019માં 1.89 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી. તેમજ નવેમ્બર 2019માં 122 કરોડ તો આ વર્ષે નવેમ્બરમાં 221 કરોડથી વધારે UPI લેવડદેવડ થઈ છે. જે ગત વર્ષની તુલનામાં 81 ટકા વધારે છે.

2019માં UPI દ્વારા 10.8 અબજ ટ્રાન્ઝેક્શન થયું હતું
વર્ષ 2019માં UPI દ્વારા 10.8 અબજ ટ્રાન્ઝેક્શન થયું હતું. તેના દ્વારા 18 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી. UPIને ઓગસ્ટ 2016માં લોન્ચ કરવામાં આવી હતી.

મે મહિના બાદ સતત વધારો નોંધાયો
પ્રી-કોરોના પિરિઅડની વાત કરીએ તો ફેબ્રુઆરી 2020માં સૌથી વધારે ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું. ફેબ્રુઆરીમાં 133 કરોડ ટ્રાન્ઝેક્શન દ્વારા UPIથી 2 લાખ 22 હજાર કરોડ રૂપિયાથી વધારેની રકમની લેવડદેવડ થઈ. કોરોનાકાળમાં UPI દ્વારા લેવડદેવડ એપ્રિલ મહિનામાં એક લાખ 51 હજાર કરોડ રૂપિયા પર મર્યાદિત રહી હતી. જો કે, મેથી તેમાં સતત દર મહિને વધારો નોંધાયો. મે મહિનામાં UPI દ્વારા 2 લાખ 18 હજાર કરોડ રૂપિયાથી વધારે લેવડદેવડ થઈ. ઓક્ટોબરમાં UPI ટ્રાન્ઝેક્શન દ્વારા 207 કરોડ રૂપિયાથી વધારે લેવડદેવડ થઈ હતી.