• Gujarati News
  • Utility
  • More Money Is Charged In Restaurants In The Name Of Service Charge, Know The Rules And How To Avoid

કામના સમાચાર:સર્વિસ ચાર્જનાં નામ પર રેસ્ટોરાંમાં વસુલવામાં આવે છે વધુ પૈસા, જાણો નિયમો અને બચવાની રીત

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શું તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો ?
  • શું તમે Zomato, Swiggy, Ola, Uber જેવા પ્રોવાઇડરમાંથી જમવાનું ઓર્ડર કરો છો?

જો આ બંનેના જવાબ હા હોય તો આ સમાચાર તમારા માટે કામનાં છે. આ વાંચ્યા બાદ તમારે જમવાનું બિલ ઓછું આપવું પડશે. દેશભરની રેસ્ટોરાંમાં ગ્રાહકો પાસેથી બિલ, સર્વિસ ચાર્જ સાથે લેવામાં આવે છે. તેથી ગ્રાહકોને ખાવા-પીવા માટે વધુ પૈસા આપવા પડે છે. આ વાતથી ઘણાં લોકો અજાણ હોય છે. જેનાં કારણે આપણામાંથી ઘણાં લોકો બિલમાં ફક્ત પૈસા જ જોઈએ છીએ. આપણે ચેક નથી કરતા કે રેસ્ટોરાં ઓનર આપણી પાસેથી ક્યાં-ક્યાં ટેક્સ અને ચાર્જ આપણી પાસેથી લે છે.

કેન્દ્ર સરકારે 2 જૂનનાં સર્વિસ ચાર્જને લઈને એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા પ્રોવાઈડર જેવા કે, Zomato, Swiggy, Delhivery, Zepto, Ola, Uberને બોલવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, શું ગ્રાહકોને રેસ્ટોરાંમાં બિલ સાથે સર્વિસ ચાર્જ આપવો જરૂરી છે? જો ના તો, આ તમે સર્વિસ ચાર્જ આપવા માટે મનાઈ કરી શકો છો.

સવાલ : સર્વિસ ચાર્જ આખરે શું છે?
જવાબ :
જો તમે કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસને ખરીદો છો તો તે માટે તમારે થોડા પૈસા આપવા પડે છે. જેને સર્વિસ ચાર્જ કહેવામાં આવે છે. એટલે કે હોટેલ અથવા રેસ્ટોરાંમાં જમવાનું પીરસવા અને અન્ય સર્વિસ માટે ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ લેવામાં આવે છે. તો બીજી તરફ ગ્રાહકો હોટેલ અથવા રેસ્ટોરાંમાં કોઈ સવાલ વગર સર્વિસ ચાર્જ સાથે પેમેન્ટ કરી દે છે.

આ જગ્યાઓ પર લેવામાં આવે છે સર્વિસ ચાર્જ

  • હોટેલ- રેસ્ટોરાંમાં જમ્યા બાદ સર્વિસ ચાર્જ લેવામાં આવે છે.
  • બેંકમાં કોઈ ટ્રાન્જેક્શન કર્યા બાદ સર્વિસ ચાર્જ લેવામાં આવે છે.
  • ટ્રાવેલ અને ટુરિઝમની એજન્સીઓ દ્વારા સર્વિસ ચાર્જ લેવામાં આવે છે.

ગુરુવારે યોજાનારી બેઠકમાં કેન્દ્ર સરકાર ઉપભોક્તા મામલા વિભાગનાં રેસ્ટોરાં, હોટલ અને ઓનલાઇન ફૂડ ડિલિવરી સાથે સર્વિસ ચાર્જને લઈને ચર્ચા કરવામાં આવશે.

સવાલ : સરકારે અચાનક કેમ બેઠક બોલાવી?
જવાબ :
કન્ઝ્યુમર હેલ્પલાઈન (NCH) પર ગ્રાહકો દ્વારા નોંધાવવામાં આવેલ મીડિયા અહેવાલો અને ફરિયાદો જોયા બાદ કેન્દ્ર સરકારે બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે.

સવાલ : કેવી રીતે ખબર પડે છે કે જમ્યા બાદ બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરવામાં આવ્યો છે?
જવાબ :
આ માટે નીચેની તસવીર પર નજર નાખો.

જ્યારે તમને પણ બિલ આપવામાં આવશે ત્યારે તેમાં VAT, સર્વિસ ચાર્જ, સર્વિસ ટેક્સ, SGST અને CGST જેવી તમામ બાબતો લખેલી હશે. તમે કુલ ચુકવણી ઉપર વાંચી શકો છો કે છેવટે,તમારી પાસેથી જમવાંનાં પૈસા સિવાય શું લેવામાં આવે છે.

NRAI (નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા)ને પત્ર લખ્યો
કન્ઝ્યુમર મામલાના સચિવ રોહિતકુમાર સિંહે એનઆરઆઈ અધ્યક્ષને પત્રને લખીને જણાવ્યું હતું કે, ગ્રાહકોને સર્વિસ ચાર્જ આપવા માટે મજબુર કરવામાં આવે છે. જયારે ગ્રાહક આ પૈસા હટાવવા માટે કહે છે ત્યારે તેને ગુમરાહ કરે છે અને સર્વિસ ચાર્જ બરાબર છે તેવું જણાવવામાં આવે છે.

પ્રશ્ન- જો હોટલ કે રેસ્ટોરાં જબરદસ્તી ગ્રાહક પાસેથી સર્વિસ ચાર્જ માંગે તો શું કરી શકાય?
જવાબ- ગ્રાહકો આનો વિરોધ કરી શકે છે અને ગ્રાહક કોર્ટમાં જઈને ફરિયાદ કરી શકે છે.

2017માં સર્વિસ ચાર્જને લઈને જાહેર કરવામાં આવી હતી ગાઇડલાઇન

એપ્રિલ 2017માં ગ્રાહક બાબતોના મંત્રાલયે બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી. મંત્રાલયે કહ્યું કે આ કોલમ ખાલી છોડી દેવી જોઈએ અને ચુકવણીની બાબત ગ્રાહકના વિવેક પર છોડવી જોઈએ. હોટેલ્સ અને રેસ્ટોરાંએ ગ્રાહકને કેટલો સર્વિસ ચાર્જ ચૂકવવો તે નક્કી ન કરવું જોઈએ. આ ગ્રાહકના વિવેકબુદ્ધિ પર છોડવું જોઈએ.

સર્વિસ ચાર્જનું નામ કેવી રીતે બદલીને લઈ શકાય છે

એવું જરૂરી નથી કે હોટલ કે રેસ્ટોરાં સર્વિસ ચાર્જના નામે તમારી પાસેથી વધારાના પૈસા લે છે. તે કેટલીકવાર બુકિંગ ફી, મુસાફરીમાં સુરક્ષા ફી, બેંકોમાં એકાઉન્ટ મેન્ટેનન્સ ફી અને ગ્રાહક સેવાના નામે વસૂલવામાં આવે છે.

જો તમને હજુ પણ આ વાત ન સમજાય તો ચાલો સરળ શબ્દોમાં સમજીએ. આપણે કાર ખરીદવા જઈએ છીએ - ત્યાં અમારી પાસેથી સર્વિસ ચાર્જના નામે વિવિધ પ્રકારની ફી લેવામાં આવે છે. આ ચાર્જ એસેસરીઝ ફિટિંગ ચાર્જના નામે હોઈ શકે છે અથવા ઘણી જગ્યાએ તે પ્રી-ડિલિવરી ઈન્સ્પેક્શન ચાર્જ તરીકે વસૂલવામાં આવે છે. કેટલાક તો દુકાનદાર પાસેથી ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવા માટે ચાર્જ વસૂલે છે.

સર્વિસ ચાર્જ કેવી રીતે લેવામાં આવે છે?

બેંક : અહીં નિશ્ચિત દર વસૂલવામાં આવે છે. ખાતું ખોલાવતી વખતે બેંક તમને માસિક ફીનો ઉલ્લેખ કરે છે. જેને તે મેન્ટેનન્સ ચાર્જ કહે છે. બેંક દર મહિનાના અંતે આ ચાર્જ કાપી લે છે. બેંક તેના ATMની સેવા માટે પણ ચાર્જ વસૂલે છે.

એરલાઇન કંપનીઓ : વધારે વજન અને મોટા સામાનની ફીના નામે પૈસા વસૂલવામાં આવે છે. જો તમે ટિકિટ કેન્સલ કરો છો, તો પણ તમારે ચાર્જ ચૂકવવો પડશે. ફ્લાઈટમાં તમારી મનપસંદ સીટ પસંદ કરવા માટે ચાર્જિસ તો ક્યારેક મનોરંજન, વાઈફાઈના નામે પણ ચાર્જ વસૂલવામાં આવે છે.