ફટાફટ લોન લેવાના ચક્કરમાં ફ્રોડ:મની લેન્ડિંગ મોબાઈલ એપ્સ લોનથી ક્યારેય લોન ન લેવી, જાણો કંપનીઓ કઈ 4 રીતે છેતરપિંડી કરી રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોકોને ફટાફટ લોન આપતી ડિજિટલ મની લેન્ડિંગ મોબાઈલ એપ્સથી સાવધાન રહેવાની અપલી કરી છે. આ એપ્સ સાથે જોડાયેલા કરોડો રૂપિયાનું કૌંભાડ સામે આવ્યું છે. આંધ્રપ્રદેશનના ત્રણ લોકોએ આવી જ એપથી લોન લીધા બાદ આત્મહત્યા કરી છે

હકીકતમાં, આ પ્રકારની એપ દ્વારા ઘણી કંપનીઓ આકર્ષક વ્યાજ દરે ઓછા સમયમાં લોન આપવાનો વાયદો કરે છે. બાદમાં બાકીની રકમ વસૂલવા માટે જબરદસ્તી કરે છે. કોરોનાના સમયગાળામાં આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલા લોકોની વચ્ચે આ પ્રકારની સેવાઓની લોકપ્રિયતા વધી હતી.

શું સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલા પોલીસે ગુરુગ્રામ અને હૈદરાબાદની ચાર ઈન્સ્ટન્ટ લોન એપ્સની ફાઈનાન્સ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. તેમાંથી બે ઓફિસ ગુરુગ્રામમાં અને બે હૈદરાબાદમાં છે. તેમની ઓફિસોનું આખું નેટવર્ક જકાર્તાથી ચાલતું હતું.

હૈદરાબાદના જોઈન્ટ પોલીસ કમિશનર અવિનાશ મોહંતીએ જણાવ્યું કે, આ ચારેય ઓફિસોમાં 30 લોન એપ્સ ચાલી રહી હતી. RBIની મંજૂરી વગર આ એપ્સથી લોકોને 35%ના વ્યાજે લોન આપવામાં આવતી હતી. એટલે કે ત્રણ મહિનામાં પૈસા ડબલ થઈ જતા હતા. જો લોનનો હપ્તો સમયસર ચુકવવામાં ન આવે તો આ મોબાઈલ એપ્સ લોન લેનાર લોકોને ડરાવતી અને ધમકી આપતી હતી. આ ધમકીઓ અને ત્રાસથી હેરાન થઈને જ્યારે ત્રણ લોકોએ હૈદરાબાદમાં આત્મહત્યા કરી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો.

RBIએ શું સાવચેતી રાખવાની અપીલ કરી?

  • લોકો ફટાફટ લોન લેવાના ચક્કરમાં ડિજિટલ ફ્રોડનો શિકાર બની રહ્યા છે. તેથી મોબાઈલ એપ્સનાં માધ્યમથી લોન ન લો. કારણ કે તમારા ડોક્યુમેન્ટ્સ સાથે ચેડાં થઈ શકે છે.
  • લોન આપનારી કંપનીનો તમામ રેકોર્ડ ચેક કરો. આવી કંપનીઓ ગ્રાહકો પાસેથી વધારે વ્યાજ વસૂલે છે, સાથે જ તેમાં છૂપાયેલા ચાર્જ હોય છે, જેની જાણ શરૂઆતમાં ગ્રાહકોને હોતી નથી.
  • ગ્રાહકોએ તેમના KYC ડોક્યુમેન્ટની કોપી અજાણી વ્યક્તિ કે એપને આપવી નહીં.

આ પ્રકારના ફ્રોડની ક્યાં ફરિયાદ કરશો?

  • આ પ્રકારની એપ્સ અને બેંક ખાતાની ફરિયાદ ગ્રાહક ઓનલાઈન કરી શકે છે. આ ઓનલાઈન પોર્ટલનું નામ છે સચેત.
  • તમે https://sachet.rbi.org.in/ લિંક પર જઈને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચોઃઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચશો?:નકલી કસ્ટમર કેર અને સોશિયલ મીડિયા ફ્રેન્ડ બનાવીને ફ્રોડ થઇ રહ્યા છે, તેનાથી બચવાની સરળ રીતો જાણો

ફ્રોડ લોન આપવામાં આવી રહી છે તે કેવી રીતે ઓળખી શકાય છે?

  • RBI પ્રમાણે, તમામ ડિજિટલ લેન્ડિંગ એપ્સે તે બેંક અથવા NBFCનો ખુલાસો ગ્રાહકો સામે કરવો જોઈએ, જેનાં માધ્યમથી તેઓ વાયદો કરે છે.
  • રિઝર્વ બેંકની વેબસાઈટ પર જઈ રજિસ્ટર્ડ NBFCનું નામ અને સરનામું જાણી શકાય છે. પોર્ટલનાં માધ્યમથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકાય છે.