આપણા દેશમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરવાનો સૌથી સલામત ઓપ્શન છે. જો તમે પણ તમારાં કીમતી નાણાંની FD કરાવવા માગતા હો, તો તેના માટે કઈ બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે તે જાણી લેવું અત્યંત જરૂરી છે. આ, દેશની કેટલીક મુખ્ય બેંકો અને ટાઈમ ડિપોઝિટ સ્કીમ પર મળતા વ્યાજ વિશે જાણી લઈએ.
ટાઈમ ડિપોઝિટ સ્કીમ
આ એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે, જેમાં એક નિશ્ચિત સમય માટે એક સાથે પૈસા રોકાણ કરીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજ ચુકવણીનો લાભ લઈ શકો છો. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5થી 6.7 ટકા સુધી વ્યાજ દર ઓફર કરે છે.
કેટલા સમયમાં પૈસા ડબલ થાય?
ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં વધારેમાં વધારે 6.7 ટકા વ્યાજ મળે છે. નિયમ 72 મુજબ જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો, તો પૈસા ડબલ થવામાં 10 વર્ષ 7 મહિનાનો સમય લાગશે.
ICICI બેંક
તેમાં કેટલા સમયમાં પૈસા ડબલ થાય? તેમાં મહત્તમ વ્યાજ 5.75 ટકા મળી રહ્યું છે, અને નિયમ 75 અનુસાર જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં લગભગ 12 વર્ષ 5 મહિનાનો સમય લાગશે.
HDFC બેંક
તેમાં કેટલા સમયમાં પૈસા ડબલ થાય છેઃ તેમાં મહત્તમ વ્યાજ 5.75 ટકા મળી રહ્યું છે અને 75 અનુસાર જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં લગભગ12 વર્ષ 5 મહિનાનો સમય લાગશે.
બેંક ઓફ બરોડા (BoB)
તેમાં કેટલા સમયમાં પૈસા ડબલ થાય છેઃ તેમાં મહત્તમ વ્યાજ 5.70 ટકા મળી રહ્યું છે અને 75 અનુસાર જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો, તો પૈસા ડબલ થવામાં લગભગ 12 વર્ષ 6 મહિનાનો સમય લાગશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
તેમાં કેટલા સમયમાં પૈસા ડબલ થાય છેઃ તેમાં મહત્તમ વ્યાજ 5.40 ટકા મળી રહ્યું છે અને 75 અનુસાર જો તમે આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરો છો તો પૈસા ડબલ થવામાં લગભગ 13 વર્ષ 3 મહિનાનો સમય લાગશે.
RBL બેંક અને IDFC First બેંક- તેમાં FD પર વધુમાં વધુ 7.25 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો તમે તેમાં પૈસાનું રોકાણ કરો છો તો 10 વર્ષ પહેલાં પૈસા ડબલ થઈ જશે.
રૂલ ઓફ 72 શું છે?
ફાઈનાન્સનો એક ખાસ નિયમ છે રૂલ ઓફ 72. નિષ્ણાતો તેને સૌથી સચોટ રૂલ માને છે, જેનાથી એ નક્કી કરવામાં આવે છે કે તમારું રોકાણ કેટલા સમયમાં ડબલ થઈ જશે. તેને તમે આ રીતે સમજી શકો છો, જો તમે બેંકની કોઈ ખાસ સ્કીમ પસંદ કરી છે, જ્યાં તમને વાર્ષિક 8% વ્યાજ મળે છે.
નોંધઃ આ એક અછડતો અંદાજ છે કારણ કે સમયાંતરે FD પર મળતા વ્યાજની સમીક્ષા કરવામાં આવતી હોય છે. આથી કોઈપણ ફિક્સ્ડ ડિપોઝિટ ખોલાવતાં પહેલાં જે તે બેંકની મુલાકાત અવશ્ય લેવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.