રોકાણ / ગોલ્ડની FD કરાવી પૈસા પણ કમાઈ શકાય છે, સોનું સુરક્ષિત રહેશે

Money can be earned by making gold FD, gold will be safe

Divyabhaskar.com

Aug 14, 2019, 02:15 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો ઘરમાં સોનું પડ્યું હોય તો આપણને તેની સુરક્ષાની ચિંતા સતાવતી રહે છે. પરંતુ હવે તમે ઘરમાં પડેલાં સોનાથી પૈસા પણ કમાઈ શકો છો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ યોજના શરૂ કરી છે. આ ગોલ્ડની ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે. ગ્રાહક આ યોજના હેઠળ તેનું સોનું અથવા સોનાના દાગીનાને બેંકમાં FD કરી શકે છે. આ સ્કીમથી સોનું તો સલામત રહે જ છે અને સાથે વ્યાજ પણ મળે છે. આ ઉપરાંત, FD કરેલાં સોના પર તમારે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડતો નથી. જો જરૂર પડે તો આ FDના આધારે લોન પણ લઈ શકાય છે.

2.5% સુધી વ્યાજ મળે છે
STBD કેટેગરી હેઠળ એક વર્ષ માટે FD કરવા પર 0.50% વ્યાજ આપવામાં આવે છે. જ્યારે અનુક્રમે બે વર્ષ અને ત્રણ વર્ષની FDમાં 0.55% અને 0.60% વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત, MTGD કેટેગરી હેઠળ વાર્ષિક 2.25%ના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. જો કે,LTGD કેટેગરી હેઠળ સોનાની FD માટે વાર્ષિક 2.5%ના દરે વ્યાજ આપવામાં આવશે.

જમા કરવાની મર્યાદા
રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ યોજના હેઠળ ગ્રાહકે ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું જમા કરાવવું પડશે. જોકે, સોનું જમા કરવાની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. એટલે કે, તમે લઘુત્તમ 30 ગ્રામ સોનું જમા કરીને તેની પર વ્યાજ મેળવી શકો છો.

મેચ્યોરિટી પિરિઅડ
આ યોજના હેઠળ SBIએ ત્રણ પ્રકારની કેટેગરી બનાવી છે. પ્રથમ કેટેગરીમાં, સોનું 1-3 વર્ષ સુધી જમા કરવામાં આવે છે. તેને શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ (SBDT) કહેવામાં આવે છે. બીજી કેટેગરીને મીડિયમ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝિટ (MTGD) કહેવામાં આવે છે, જેનો મેચ્યોરિટી પિરિઅડ 5-7 વર્ષ છે. લોન્ગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝિટ (LTGD) કેટેગરી હેઠળ 12-15 વર્ષ માટે સોનું જમા કરાવી શકાય છે.

X
Money can be earned by making gold FD, gold will be safe
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી