• Gujarati News
  • Utility
  • Molnupiravir Can Be Used To Treat Corona, It Will Have A 5 Day Course; Find Out How Much Money And How You Can Buy

કામના સમાચાર:મોલ્નુપિરાવિર દવાથી કોરોનાની સારવાર થઈ શકશે, તેનો 5 દિવસનો કોર્સ હશે; જાણો કેટલા રૂપિયામાં અને કેવી રીતે તમે ખરીદી શકો છે

અલીશા સિન્હા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમિત દર્દીએ 12 કલાકની અંદર તેની 4 દવા લેવી પડશે
  • મોલ્નુપિરાવિરને ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે અમેરિકાના જ્યોર્જિયા સ્થિત ઈમોરી યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવી હતી

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 1 મહિનામાં ઓમિક્રોનના 1700 કરતા વધારે દર્દીઓ મળ્યા છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોના મનમાં એક જ સવાલ છે કે શું કોવિડ-19ની કોઈ દવા નથી? જો છે તો તે સામાન્ય જનતા સુધી કેવી રીતે પહોંચશે? શું તેની કોઈ સાઈડ ઈફેક્ટ છે? આવી દવાનું વેચાણ ક્યારે અને ક્યાં થશે? જાણો આ તમામ સવાલોના જવાબ...

કોવિડ-19ની સારવારમાં ઉપયોગ કરવામાં આવતી એન્ટિવાયરલ દવા મોલ્નુપિરાવિરને ભારતમાં ઈમરજન્સી મંજૂરી મળ્યા પછી સોમવારે લોન્ચ કરવામાં આવી છે. મોલ્નુપિરાવિર ઉપરાંત કોવોવેક્સ અને કાર્બવેક્સને પણ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ મંજૂરી આપી દીધી છે.

શું છે એન્ટિવાયરલ દવા મોલ્નુપિરાવિર?
મોલ્નુપિરાવિરનો ઉપયોગ કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સારવારમાં કરવામાં આવે છે. આ એક પુનર્નિર્માણ દવા છે, જેને ગોળીનો આકાર આપવામાં આવ્યો છે. દર્દી તેને સરળતાથી લઈ શકે છે. આ ગોળી વાઈરસને શરીરમાં ફેલાવવાથી રોકે છે અને જલ્દી સાજા થવામાં મદદ કરે છે.

સંક્રમિત દર્દીએ 12 કલાકની અંદર તેની 4 દવા લેવી પડશે. સારવાર દરમિયાન મોલ્નુપિરાવિરની દવાઓનો 5 દિવસનો કોર્સ પૂરો કરવો જરૂરી છે.

આ દવા કેટલા રૂપિયામાં મળશે?
સોમવારે સંપૂર્ણ 5 દિવસના કોર્સની સાથે મોલ્નુપિરાવિરને 1399 રૂપિયામાં લોન્ચ કરવામાં આવી. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટના અનુસાર, મેનકાઈન્ડ ફાર્માના ચેરમેન આરસી જુનેજાએ જણાવ્યું કે, આ દવા અત્યાર સુધીની સૌથી સસ્તી એન્ટિવાયરલ દવા છે, જેની એક દવા 35 રૂપિયામાં મળશે અને 5 દિવસનો કોર્સ 1399 રૂપિયામાં મળશે.

મોલ્નુપિરાવિર નામની આ દવા ક્યાંથી ખરીદી શકાય છે?
એવું માનવામાં આવે છે કે, મોલ્નુપિરાવિરની દવા બજારમાં સરળતાથી ઉપલબ્ધ થઈ જશે. હકીકતમાં મેડિકલ સ્ટોર્સ પર તેને વેચવાની ભલામણ કરવામાં આવી છે. પરંતુ દુકાનદારોને કેટલાક નિર્દેશ પણ આપવામાં આવી શકે છે.

આ દવાનો ઉપયોગ તે દર્દીઓ માટે કરવામાં આવશે, જે ગંભીર કોરોનાનો ભોગ બન્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે.

કયા લોકોને આ દવા નહીં આપવામાં આવે?

દવા ખરીદવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે કે નહીં?
આવનાર દિવસોમાં મોલ્નુપિરાવિરનો 5 દિવસનો કોર્સ તમને ભલે મેડિકલ સ્ટોર પર મળી જાય. પરંતુ તેને ખરીદવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી છે, કેમ કે કેન્દ્ર સરકારે મોલ્નુપિરાવિરના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે, જેનો અર્થ છે કે તેનું વેચાણ નિયંત્રિત કરી શકાશે.

કોઈપણ પોતાની ઈચ્છાથી આ દવા નહીં ખરીદી શકે. જ્યાં સુધી ડૉક્ટર કોઈ દર્દી માટે આ દવાનું પ્રિસ્ક્રિપ્શન ન આપે ત્યાં સુધી તેને ખરીદી શકાતી નથી.

આ દવા કેવી રીતે કામ કરે છે?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, RNA મેકેનિઝ્મ દ્વારા કોરોનાવાઈરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને સંક્રમણ ફેલાવવા લાગે છે. જેમ જેમ વાઈરસ અને સંક્રમણ ફેલાય છે. તેમ તેમ દર્દીની હાલત ગંભીર થઈ જાય છે. પરંતુ મોલ્નુપિરાવિરની દવા RNA મેકેનિઝ્મને સુધારે છે અને તેની દવા વાઈરસને શરીરમાં ફેલાવવાથી રોકે છે.

જ્યારે આ દવાની અસર શરૂ થાય છે અને વાઈરસ કમજોર પડી જાય છે તો દર્દીની સ્થિતિ સામાન્ય થઈ જાય છે. તે ગંભીર સંક્રમણથી બચી જાય છે.

કોરોનાની આ દવા કેટલા દિવસ સુધી લેવી પડશે?

આ દવા કયા દેશમાં અને કોણે બનાવી છે?
મોલ્નુપિરાવિરને ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે અમેરિકાના જ્યોર્જિયા સ્થિત ઈમોરી યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવી હતી. જેને નવેમ્બર 2021માં યુનાઈટેડ કિંગડમે અને ડિસેમ્બર 2021માં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મંજૂરી આપી હતી. ભારતમાં 28 ડિસેમ્બરે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે DGCIએ ઈમર્જન્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપી હતી. સોમવારે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવી.

ભારતમાં કઈ કઈ કંપનીઓ મોલ્નુપિરાવિર દવા બનાવી રહી છે?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનુસુખ માંડવિયાના અનુસાર, ભારતની લગભગ 13 દવા નિર્માતા કંપનીઓ ઘરેલુ સ્તર પર મોલ્નુપિરાવિર બનાવશે. આ કંપનીઓમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટ્રીઝસ, નેટકો ફાર્મા, સિપ્લા, સ્ટ્રાઈડ્સ, હેટેરો અને ઓપ્ટિમસ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ સામેલ છે.

શું આ દવાનો પહેલા પણ ઉપયોગ કરવામાં આવ્યો છે?
મોલ્નુપિરાવિરને સૌથી પહેલા ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે કરવામાં આવ્યો હતો.

શું આ દવા કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની વિરુદ્ઘ કામ કરે છે?
હા, ભારતમાં દવા બનાવતી 13 ફાર્મા કંપનીઓમાંથી એક મેનકાઈન્ડની તરફથી જણાવવામાં આવ્યું છે કે મોલ્નુપિરાવિર કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટની વિરુદ્ધ પણ અસરકારક છે.