છોકરીઓમાં દેખાયા વહેલા તરુણાવસ્થાના લક્ષણો:મોબાઈલ-લેપટોપની સ્ક્રીન જવાબદાર છે, જાણો તરુણાવસ્થાની યોગ્ય ઉંમર કઈ?

2 મહિનો પહેલાલેખક: અલિશા સિન્હા
 • કૉપી લિંક

આજે અચાનક તરુણાવસ્થાની ચર્ચા કેમ થઈ રહી છે? એવો પ્રશ્ન મનમાં જરુર ઊઠશે. વર્તમાન સમયમાં મોટાભાગના દેશમાં છોકરીઓમાં ઉંમર પહેલાં જ તરુણાવસ્થા આવવાના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવ્યા છે. પહેલા આનું કારણ કોવિડને માનવામાં આવતું હતું કે, તેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે પરંતુ, યુરોપિયન સોસાયટી ફોર પીડિયાટ્રિક એન્ડોક્રાઇનોલોજીએ પોતાના એક સંશોધનમાં આ અનુમાનને ખોટું સાબિત કરી બતાવ્યું છે.

આ સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે, વહેલી તરુણાવસ્થા આવવાનું કારણ કોરોના નથી પણ સ્માર્ટ ગેજેટ્સનો વધુ પડતો વપરાશ છે. સ્માર્ટ ગેજેટ્સ એટલે મોબાઈલ, લેપટોપ, ટેબલેટ કે ટીવી. તમે વિચારી રહ્યા હશો કે, આ રિસર્ચ તો વિદેશની છે તો આપણે કેમ આ ચર્ચા પર વધુ પડતો ભાર આપી રહ્યા છીએ.

ભારતમાં લોકડાઉનનો સમય એવો હતો કે, જ્યારે મોટાભાગનાં બાળકો પોતાનો અભ્યાસ મોબાઈલ, લેપટોપ કે ટેબલેટના માધ્યમથી કરતા હતા. ફક્ત એટલું જ નહી પણ બાળકોના બહારની શારીરિક પ્રવૃત્તિ જેમ કે, મેદાનમાં જઈને ફૂટબોલ, ક્રિકેટ જેવી રમતો રમવા પર પણ પ્રતિબંધ લાગ્યો હતો અને તેના કારણે અભ્યાસ પછી પણ બાળકો મોબાઈલ પર જ ચોંટ્યાં રહેતાં. આ કારણોસર અમે વિચાર્યું કે, આ રિસર્ચ પર આપણા દેશના નિષ્ણાતો સાથે થોડી વાત કરીને માહિતી મેળવીએ.

અમારા એક્સપર્ટ સીતારામ ભારતીય ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચનાં Obstetrics અને Gynecology કન્સલટન્ટ ડૉ. પ્રીતિ અરોરા ધમીજા અને LONDONના MRCOGની MBBS,MD ડૉ. નીરા ભાન. તો ચાલો શરુ કરીએ....

પ્રશ્ન- તરુણાવસ્થાનો અર્થ શું છે, જે છોકરીઓમાં સમયથી પહેલા દેખાઈ રહી છે?
જવાબ-
તરુણાવસ્થા એ એક એવો સમય છે કે, જેમાં એક છોકરા કે છોકરીના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે. તેમના શરીરનો વિકાસ અને વૃદ્ધિ થાય છે.

પ્રશ્ન- કેવી રીતે ખ્યાલ આવશે કે તમારી દીકરીમાં તરુણાવસ્થા શરુ થઈ છે કે નહી?
જવાબ- આ સમયકાળમાંથી તો આપણા માતા-પિતા પણ પસાર થઈ ચૂક્યાં હોય છે અને તેના કારણે જ તે તેના બાળકોની તરુણાવસ્થાને લઈને ખૂબ જ સતર્ક રહે છે. તરુણાવસ્થા વખતે છોકરીઓનાં શરીરમાં આવતા ફેરફારો વિશે નીચેના ગ્રાફિકમાં સમજીએ.

પ્રશ્ન- સ્માર્ટ ગેજેટ્સના કારણે જે છોકરીઓમાં વહેલી તરુણાવસ્થા આવી રહી છે, તે પોતાની જાતને આ સમસ્યાથી બચાવવા માટે શું કરી શકે?
જવાબ-
યંગસ્ટર અને ટીન સાઈકાઈટ્રિસ્ટ કન્સલટન્ટ, ડૉ. માઈટ ફેરિન મુજબ

 • સૂતા પહેલા ઈલેક્ટ્રિક ડિવાઈસનો યુઝ ઘટાડો અથવા તો યુઝ જ ન કરો
 • આખો દિવસ લાંબા સમય સુધી સ્માર્ટ ગેજેટ્સ યુઝ કરવા યોગ્ય નથી
 • મોબાઈલમાં ફિટનેસ વીડિયો જુઓ જેથી તમે પોતાની જાતને ફિટ રાખવાનો પ્રયાસ કરો
 • માતા-પિતાએ બાળકને એક લિમિટેડ ટાઈમ માટે જ મોબાઈલ ઉપયોગ કરવા દેવો

પ્રશ્ન- સ્માર્ટ ગેજેટ્સ સિવાય છોકરીઓમાં તરુણાવસ્થાનું કારણ શું છે?
જવાબ-
તમારા મગજમાં હાઈપોથેલેમસ ગ્રંથિ હોય છે, જે અમુક પ્રકારનાં કેમિકલ બનાવે છે. તેના કારણે તમારા શરીરનો વિકાસ થાય છે અને તેમાં અમુક ફેરફારો પણ આવે છે.

તરુણાવસ્થાને લઈને માતા-પિતાના અમુક સામાન્ય પ્રશ્નો છે, તેના જવાબ આપણે ડૉક્ટર પાસેથી મેળવીશું.

પ્રશ્ન- મારી દીકરી ખૂબ જ ચીડચીડી થઈ ગઈ છે, હું શું કરું?
જવાબ-
બાળકોમાં 8-14 વર્ષનો સમય એવો હોય છે કે, જ્યારે તેમના શરીરમાં અમુક પ્રકારના ફેરફાર આવતા હોય છે ત્યારે આપણે નીચે મુજબની અમુક બાબતોને ટાળવી જોઈએ.

 • તેમની સાથે ઝઘડો કરવો જોઈએ નહીં
 • તેમને ખીજાવું જોઈએ નહીં
 • તેમને સમજવાનો પ્રયાસ કરો

તરુણાવસ્થા સાથે જોડાયેલ અમુક પ્રશ્નો અને તેના જવાબો નીચેના ગ્રાફિક્સમાં વાંચો અને બીજાને પણ શેર કરો

હવે અમુક છોકરીઓની મૂંઝવણો વિશે જાણીએ...

પ્રશ્ન- મારી મિત્રના શરીરમાં બદલાવ આવવા લાગ્યા છે, માસિક પણ આવવા લાગ્યા પણ મને નથી આવી રહ્યા, શું આ સ્થિતિ નોર્મલ છે?
જવાબ-
હા, એકદમ સામાન્ય છે. પરેશાન થવાની કોઈ જરુરિયાત નથી, તરુણાવસ્થાનાં લક્ષણો કોઈમાં 9 વર્ષની ઉંમરમાં આવી જાય છે તો કોઈમાં 13 વર્ષની ઉંમરમાં આવી જાય છે. એવું જરુરી નથી કે, તમારી મિત્રના શરીરમાં બદલાવ આવ્યા તે જ સમયે તમારા શરીરમાં પણ બદલાવ આવે.

પ્રશ્ન- શું માસિક શરુ થયા પછી મારી હાઈટ વધતી બંધ થઈ જશે?
જવાબ-
નહીં. સામાન્ય રીતે કોઈપણ છોકરીની હાઈટ 14-15 વર્ષ સુધી વધતી જ રહે છે અને તે પછી પણ તેમની હાઈટ વધે તો છે જ પણ માસિકના કારણે તેની ગતિ ધીમી પડી જાય છે.

પ્રશ્ન- હું ખૂબ જ ઊંઘું છું અને મને ભૂખ પણ વધારે લાગે છે, શું આ સામાન્ય છે?
જવાબ-
હા, આ સામાન્ય છે. તમારે એ સમજવું પડશે કે, તમારા શરીરનો વિકાસ થઈ રહ્યો છે અને તમારી એનર્જી જુદા-જુદા કામમાં ડાઇવર્ટ થઈ રહી છે, તેના કારણે તમને થાક લાગે છે અને તમને ભૂખ પણ વધારે લાગે છે.

 • ભૂખ વધારે લાગે તો પણ હેલ્ધી ડાયટ જાળવી રાખવું
 • એક્સર્સાઈઝ વધુ કરવી જેથી, તમારું શરીર મજબૂત બને

પ્રશ્ન- મને જલ્દી જ માસિક આવી ગયાં અને મારી મમ્મીએ કોઈને કહેવાની ના પાડી અને ઘરની અમુક વસ્તુઓ અડવાની પણ ના પાડે છે, તેના કારણે મને તણાવ રહે છે, હું શું કરું?
જવાબ-
તમે બીજાની વાતને મનમાં રાખીને બેસી ન રહો, પોતાની જાતને ભણતરમાં વ્યસ્ત રાખો. તે એક નેચરલ પ્રોસેસ છે, દરેક છોકરીએ તેમાંથી પસાર થવું પડે છે. બીજી તરફ માસિકના સમયે માતા-પિતાએ તેમની દીકરીની વધુ સાર-સંભાળ રાખવી જોઈએ. તેને છૂત-અછૂતની નજરે ન જુઓ. માતા-પિતાને વિનંતી છે કે, જો તેમની દીકરીઓમાં વહેલી તરુણાવસ્થા આવી જાય તો તેને તેના વિશે સમજાવો ન કે તેના પર સામાજિક દબાણ આપો કે તેને ટેન્શન આપો. તેને આ પ્રકારના તણાવના કારણે અટેક પણ આવી શકે છે. આ સમયે માતા-પિતાએ પ્રેમ અને મેચ્યોરીટી સાથે દીકરીની સાર-સંભાળ લેવી.

જાણવા જેવું

 • તુર્કીની ગાઝી યુનિવર્સિટી અને અંકારા સિટી હોસ્પિટલના વૈજ્ઞાનિકોએ 18 માદા ઉંદરો પર રિસર્ચ કર્યું.
 • તે જુદા-જુદા પ્રકારની લાઈટ નીચે થોડા-થોડા સમયમાં સંપર્કમાં આવ્યા હતા.
 • જે પરથી ખ્યાલ આવ્યો કે, જે ઉંદરોએ લાઈટની સામે વધુ પડતો સમય વીતાવ્યો હતો તે બીજાની સાપેક્ષમાં વહેલા મેચ્યોર થયા હતા.
 • ડિવાઈસની સ્ક્રિનથી નીકળતી બ્લૂ લાઈટ શરીરમાં મેલાટોનિનની માત્રાને ઘટાડી શકે છે.
 • આ હોર્મોન આપણા મગજમાંથી રિલીઝ થાય છે અને ઊંઘને રેગ્યુલેટ કરે છે. તેની સાથે જ રિપ્રોડક્શનમાં કામ આવનાર હોર્મોન્સની માત્રા પણ વધી શકે છે, જેના કારણે તરુણાવસ્થા ઉંમર પહેલાં આવી શકે છે.