• Gujarati News
  • Utility
  • Ministry Of Tribal Affairs Sarkari Naukri | Ministry Of Tribal Affairs Recruitment 2021: 3479 Vacancies For Teacher Posts, Ministry Of Tribal Affairs Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:મિનિસ્ટ્રી ઓફ ટ્રાઈબલ અફેર્સે શિક્ષકના 3479 પદો પર ભરતીની જાહેરાત કરી, B.Ed ડિગ્રી હોલ્ડર 30 એપ્રિલ સુધી અરજી કરી શકશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પદો માટે 1 એપ્રિલથી અરજી કરી શકાશે
  • ઉમેદવારોનું સિલેક્શન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે

મિનિસ્ટ્રી ઓફ ટ્રાઈબલ અફેર્સે પ્રિન્સિપલ, વાઈસ પ્રિન્સિપલ, ગ્રેજ્યુએટ ટીચર સહિત વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ પદો પર અરજી કરવાની પ્રક્રિયા 1 એપ્રિલથી શરૂ થશે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવથી કુલ 3479 પદો પર ભરતી કરવામાં આવશે. તેમાંથી ગુજરાતના 161 પદો પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવાર 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

યોગ્યતા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી 45% માર્ક્સ સાથે માસ્ટરની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય તેની પાસે B.Edની ડિગ્રી પણ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 1 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ

સિલેક્શન પ્રોસેસ
આ પદો પર અરજી કરનારા ઉમેદવારોનું સિલેક્શન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

આ રીતે અરજી કરો
અરજી કરવા માગતા ઉમેદવારો મંત્રાલયની ઓફિશિયલ સાઈટનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો