ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન(IBPS)એ અલગ-અલગ બેંકમાં 5,858 જગ્યા પર ચાલુ ભરતી પ્રોસેસ અટકાવી દીધી છે. 12 જુલાઈથી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ હતી, પરંતુ હાલ માટે બંધ રાખી છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ IBPS દ્વારા યોજાતી આ ભરતી પ્રોસેસને એક ભાષાના વિવાદને લીધે રોકી છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યા પછી ફરીથી શરુ કરવામાં આવશે.
વિવાદ શું છે?
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ક્લાર્કની જગ્યા પર ભરતી માટે જાહેર કરેલી નોટિસ પ્રમાણે આ એક્ઝામ હિન્દી અને અંગ્રેજી એમ બે ભાષામાં લેવામાં આવશે. આ કારણે ઘણા રાજ્યોએ વિરોધ કરવાનો શરુ કર્યો છે. કેન્ડિડેટ્સની માગ છે કે આ એક્ઝામ અન્ય ભાષામાં પણ યોજાવી જોઈએ. ભાષાનો વિવાદ વધી જતા પ્રોસેસ અટકી ગઈ છે.
સોલ્યુશન લાવવા માટે સમિતિન આયોજન કર્યું
IBPSની આ પરીક્ષાના ભાષા વિવાદ પછી ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ અન્ય ક્ષેત્રીય ભાષામાં પરીક્ષાની માગ મામલે એક વિશેષ સમિતિ બનાવી છે. આ સમિતિ ચર્ચા-વિચારણા કર્યા પછી 15 દિવસની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે. જ્યાં સુધી આ સમિતિ રિપોર્ટ સોંપશે નહીં ત્યાં સુધી IBPS કોઈ પણ પરીક્ષા લઇ નહીં શકે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.