તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Military Engineer Services Has Issued 502 Recruitments For The Post Of Draftsman And Supervisor, Apply By April 12.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:મિલિટરી એન્જિનિયર સર્વિસિઝે ડ્રાફ્ટ્સમેન અને સુપરવાઈઝરની પોસ્ટ માટે 502 ભરતી બહાર પાડી, 12 એપ્રિલ સુધી અપ્લાય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ - Divya Bhaskar
કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ
  • સુપરવાઈઝરની 450 પોસ્ટ અને ડ્રાફ્ટ્સમેનની 52 જગ્યા પર ભરતી થશે
  • બંને પોસ્ટ માટે કેન્ડિડેટ્સને 35,400 રૂપિયાથી લઈને 1,12,400 રૂપિયા પગાર પેટે મળશે

મિલિટરી એન્જિનિયર સર્વિસિઝ (MES)એ ડ્રાફ્ટ્સમેન અને સુપરવાઈઝર(B/S)ની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ પદ માટે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ સોમવાર એટલે કે 22 માર્ચથી શરૂ થઇ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ નક્કી કરી છે. ઇચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ mes.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી હેઠળ કુલ 502 પદ માટે સિલેક્શન કરવામાં આવશે.

મહત્ત્વની તારીખો

ઓનલાઇન પ્રોસેસ શરૂ થયાની તારીખ22 માર્ચ
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ12 એપ્રિલ
ફી જમા કરવાની છેલ્લી તારીખ12 એપ્રિલ
લેખિત પરીક્ષાની તારીખ16 મે

જગ્યાઓ
સુપરવાઈઝર-450

ડ્રાફ્ટ્સમેન-52

યોગ્યતા
ડ્રાફ્ટ્સમેન: કોઈ પર માન્ય સંસ્થાનમાંથી આર્કિટેક્ચરલ અસિસ્ટન્ટશિપમાં ત્રણ વર્ષનું ડિપ્લોમા કર્યું હોય.

સુપરવાઈઝર: ઇકોનોમિક્સ/કોમર્સ/સ્ટેટેસ્ટિક્સ/બિઝનેસ સ્ટડીઝ/પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર
ડ્રાફ્ટ્સમેન અને સુપરવાઈઝર પોસ્ટ માટે કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર 30 વર્ષ રહેશે.

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે. સિલેક્શન પ્રોસેસ માટે વધારે જાણકારી મેળવવા ડિટેલ નોટિફિકેશન ચેક કરી શકો છો.

પગાર
બંને પોસ્ટ માટે કેન્ડિડેટ્સને 35,400 રૂપિયાથી લઈને 1,12,400 રૂપિયા પગાર પેટે મળશે

અપ્લાય કેવી રીતે કરશો?
આ પદ માટે કેન્ડિડેટ્સ MESની ઓફિશિયલ વેબસાઈટ mes.gov.in પર જઈ ઓનલાઇન અપ્લાય કરી શકે છે.

ઓફિશિયલ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો