તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મિલિટરી એન્જિનિયર સર્વિસિઝ (MES)એ ડ્રાફ્ટ્સમેન અને સુપરવાઈઝર(B/S)ની જગ્યા માટે અરજી માગી છે. આ પદ પર અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ mes.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી હેઠળ કુલ 502 પદ માટે સિલેક્શન કરવામાં આવશે.
જગ્યાઓ
લાયકાત
ડ્રાફ્ટ્સમેન: કોઈ પર માન્ય સંસ્થાનમાંથી આર્કિટેક્ચરલ અસિસ્ટન્ટશિપમાં ત્રણ વર્ષનું ડિપ્લોમા કર્યું હોય.
સુપરવાઈઝર: ઇકોનોમિક્સ/કોમર્સ/સ્ટેટેસ્ટિક્સ/બિઝનેસ સ્ટડીઝ/પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.
વય મર્યાદા
આ પદ માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષની નક્કી કરવામાં આવી છે.
મહત્ત્વની તારીખો
ઓનલાઇન પ્રોસેસ શરૂ થયાની તારીખ | 22 માર્ચ |
ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ | 12 એપ્રિલ |
ફી જમા કરવાની છેલ્લી તારીખ | 12 એપ્રિલ |
લેખિત પરીક્ષાની તારીખ | 16 મે |
સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે. સિલેક્શન પ્રોસેસ માટે વધારે જાણકારી મેળવવા ડિટેલ નોટિફિકેશન ચેક કરી શકો છો.
આ રીતે અપ્લાય કરો
આ પદ માટે કેન્ડિડેટ્સ MESની ઓફિશિયલ વેબસાઈટ mes.gov.in પર જઈ ઓનલાઇન અપ્લાય કરી શકે છે.
ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.