તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • MGMMC, Indore Recruitment 2021: 66 Vacancies For Staff Nurse Posts, Mahatma Gandhi Memorial Medical College, Indore Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજ, ઈન્દોરે સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી જાહેર કરી, 20 જૂન પહેલાં અપ્લાય કરો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ 45 વર્ષ હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 9300 રૂપિયાથી લઈને 34, 800 રૂપિયાનો પગાર મળશે

મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજ (MGMMC),ઈન્દોરે સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી જાહેર કરી છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 66 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 20 જૂન સુધી ચાલુ રહેશે. ઈચ્છુક કેન્ડિડેટ્સ MGMMCની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 66

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સે કોઈ પણ માન્ય બોર્ડ/યુનિવર્સીટી/સંસ્થાનમાંથી 12, Bsc(નર્સિંગ) કે સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.

ઉંમર
આ જગ્યા માટે અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની મિનિમમ ઉંમર 18 વર્ષ અને મેક્સિમમ 45 વર્ષ હોવી જોઈએ.

મહત્ત્વની તારીખ:
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 20 જૂન

સેલરી
આ જગ્યા માટે સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 9300 રૂપિયાથી લઈને 34, 800 રૂપિયાનો પગાર મળશે.

એપ્લિકેશન ફી
ઓપન કેટેગરી: 1000 રૂપિયા
આરક્ષિત કેટેગરી: 800 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજ ઇન્દોરની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.