સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સબ્સિડિયરી SBI પેમેન્ટ્સ YONO મર્ચન્ટ એપ લોન્ચ કરશે. તેનાથી વેપારીઓને ઓછી કિંમતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપબલ્ધ થશે. શનિવારે બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, YONO મર્ચન્ટ એપથી દેશમાં મર્ચન્ટ પેમેન્ટમાં ડિજિટાઈઝેશન આવશે.
2 વર્ષમાં 2 કરોડ વેપારીઓને કનેક્ટ કરવાનું લક્ષ્યાંક
SBIએ નિવેદનમાં જણાવ્યું કે, YONO મર્ચન્ટ એપનું લક્ષ્યાંક લાખો વેપારીઓને મોબાઈલ આધારિત ડિજિટલ પેમેન્ટ ટેક્નિક સાથે કનેક્ટ કરવાનો છે. બેંક આગામી વર્ષમાં રિટેલ અને એન્ટરપ્રાઈઝ સેગમેન્ટના 2 કરોડ વેપારીઓને કનેક્ટ કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. તેનાથી ટિયર-3 અને ટિયર-4 શહેરો સહિત નોર્થ ઈસ્ટ શહેરોમાં ડિજિટલ પેમેન્ટની સ્વીકૃતિ વધારવામાં મદદ મળશે.
પોઈન્ટ ઓફ સેલ તરીકે કામ કરશે YONO SBI મર્ચન્ટ
SBIના જણાવ્યા પ્રમાણે, YONO SBI મર્ચન્ટ પોઈન્ટ ઓફ સેલ (PoS) સોલ્યુશન તરીકે કામ કરશે. તેના માટે બેંકે ગ્લોબલ પેમેન્ટ્સ ટેક્નોલોજી કંપની વિઝાની સાથે ભાગીદારી કરી છે. આ કંપની ટેપ ટૂ ફોન ફિચર ઉપલબ્ધ કરાવે છે. SBIના જણાવ્યા પ્રમાણે, આ ભાગીદારીનો હેતુ દેશમાં જરૂરી ડિજિટલ પેમેન્ટ સ્વીકૃતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું છે.
YONO પ્લેટફોર્મ પર 3.58 કરોડ યુઝર રજિસ્ટર્ડ થયા
SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ કહ્યું કે, YONO SBI મર્ચન્ટ એપની લોન્ચિંગની જાહેરાત કરતા મને ઘણી ખુશી થઈ રહી છે. બેંકનું YONO પ્લેટફોર્મ ત્રણ વર્ષ પહેલા લોન્ચ થયું હતું. હવે YONO પર 3.58 કરોડ યુઝર રજિસ્ટર્ડ થયા છે. YONO મર્ચન્ટ આ પ્લેટફોર્મનું બ્રાન્ડ એક્સ્ટેંશન છે. તેનો હેતુ તેના વેપારીઓને સારા અનુભવ અને સારી સુવિધા આપવાનો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.