તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતમાં લક્ઝરી કાર સેગ્મેન્ટમાં ઘણી ઓછી કંપનીઓ દાવા કરે છે, પરંતુ જ્યારે વાત અજોડ લક્ઝરી અને સેડાનમાં ફીચર્સની વાત આવે ત્યારે મોટાભાગ લોકોની ચોઈસ E-Class જ છે.
દરેક જર્મન ટ્રાયોમાં E-Class આ જ કેટેગરીની પ્રાઈમરી બ્રાન્ડમાં અલગ અને યૂનિક છે. આ એકમાત્ર સિડેન છે જેમાં લોન્ગ વ્હીલ બેઝ (LWB) ગાઇઝ છે. E-Class તેના કસ્ટમરને કમ્ફર્ટ અને સ્પેસ આપે છે. તેને લીધે તેણે માર્કેટમાં દમદાર ઓળખ બનાવી છે.
E-Class સોફેસ્ટિકેટેડ, સ્ટાઈલિશ અને સ્પોર્ટી છે. તેમાં મર્સિડીઝ-બેન્ઝની ડિઝાઇન છે પણ સાથે અલગ જ ભવ્યતા છે. E-Classમાં 13 સ્પીકર, 9 ચેનલ ડિજિટલ સિગ્નલ પ્રોસેસર (DSP) છે. તેનો આઉટપુટ 590 વોટ્સ અને સાથે એમ્પ્લિફાયર ઓડિયો સિસ્ટમ પણ છે. તેમાં હાઈલી એડવાન્સ્ડ વ્હીકલ નોઇઝ કમ્પેસેશન (VNC) ટેક્નોલોજી છે. તેનાથી ડ્રાઈવિંગ નોઇઝ ઘણી સારી ક્વોલિટીમાં મેન્ટેન થશે.
મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ તેના ફ્લેગશિપ લક્ઝરી સિડેનમાં કનેક્ટેડ કાર ટેક અને મર્સિડીઝ મી કનેક્ટ એડિશન સાથે વધારવાનો નિર્ણય કર્યો છે. હાલ કનેક્ટેડ કાર ટેક માર્કેટમાં મોટાપ્રમાણમાં અવેલેબલ છે. પરંતુ મર્સિડીઝ બેન્ઝે તેના લક્ઝરી કાર વેરિઅન્ટમાં પણ આ ટેક રજૂ કરવાની પહેલ કરી છે.
અપડેટેડ E-Classમાં હવે ગ્લોબલી પ્રખ્યાત ‘me connect’ ટેક્નોલોજી મળશે. આ ટેક્નોલોજી વ્હીકલ ટ્રેકિંગ, જિયો ફેન્સિંગ, રિમોટ લોક અનલોક, સ્પીડ અલર્ટ્સ સહિતના
ફીચર્સ સપોર્ટ કરે છે. તમે ફિઝિકલી ભલે ગમે ત્યાં હો મર્સિડીઝ ‘me connect’ એપ તમને કાર સાથે હંમેશાં કનેક્ટ રાખશે.
આ એપ વ્હીકલ ડાયગ્નોસ્ટિક, રિયલ ટાઈમ લોકેશન ટ્રેકિંગ કરે છે. અકસ્માતના સમયે તે ઈમર્જન્સી સર્વિસિસને તરત જ અપડેટ કરે છે.
મર્સિડીઝ‘me connect’ ઈમર્જન્સી કોલ સિસ્ટમ અકસ્માતના સમયે તમારો મૂલ્યવાન સમય બચાવે છે. જો અકસ્માત થાય તો તેમાં રહેલું સિમ કાર્ડ ઈનબિલ્ટ કમ્યુનિકેશન મોડ્યુલ ટ્રિગર કરી ઈમર્જન્સી કોલ કરે છે. તે રેસ્ક્યુ સર્વિસને ઝડપથી અકસ્માતની જગ્યાએ આવવામાં મદદ કરે છે. ઈમર્જન્સી કોલ અકસ્માત સિવાય પણ મેન્યુઅલી ટ્રિગર કરી શકાય છે.
યુઝર્સ એપ દ્વારા એડ્રેસ સેન્ડ કરી કરી શકે છે. જો તમારે મદદ માટે કોઈને બોલાવવા છે તો તમારે માત્ર ઈમ્પોર્ટ કન્ફર્મ કરી નેવિગેશન સિસ્ટમ સાથે ઈન્ટિગ્રેટ કરવાનું રહેશે.
આ પ્લેટફોર્મ ‘Over The Air’ અથવા OTA અપડેટ્સ ડાયરેક્ટ કારને આપે છે. તેના માટે કોઈ મેન્યુઅલી કામ કરવાની જરૂરિયાત રહેતી નથી.
મર્સિડીઝ ‘me connect’એમેઝોન એલેક્સા હોમ અને ગૂગલ હોમ સપોર્ટ કરે છે. તેની મદદથી યુઝર્સ કારના ફંક્શન કન્ટ્રોલ કરી શકે છે. યુઝર ઘરમાં બેસીને વોઈસ કમાન્ડ આપી તેમનાં વ્હીકલનું લોકેશન મેળવી શકે છે.
અત્યારે E-Class બે વેરિઅન્ટ એક્સપ્રેશન અને એક્સક્લૂઝિવમાં અવેલેબલ છે. તેમજ, આ બંને વેરિઅન્ટ્સ પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે.
એન્જિન ઓપ્શન્સ સ્ટાન્ડર્ડ 188bhp 2.0-લિટર ઇનલાઇન-4 ટર્બો પેટ્રોલ એન્જિન અને 192bhp 2.0-લિટર ઇનલાઇન-4 ટર્બો ડીઝલમાં અવેલેબલ છે. આ બંને એન્જિનને 9G ટ્રોનિક 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યાં છે. તેમજ, ગાડીનો બધો પાવર રિઅર વ્હીલ્સ પર આપવામાં આવ્યો છે.
E-Class એક્સપ્રેસ ઇન્ડિયન માર્કેટમાં 62.83 લાખ રૂપિયાની રિટેલ કિંમતે વેચાય છે. આટલું જ નહીં, આ ગાડીને દર મહિને 49,555 રૂપિયાની EMI ભરીને પણ ખરીદી શકાય છે.
આ બધી અપડેટ્સ અને ફીચર્સ ઉપરાંત મર્સિડીઝ બેન્ઝ ઇ-Class ટેક્નોલોજી અને લક્ઝરીનું બેસ્ટ કોમ્બિનેશન છે, જે પ્રાઇમરી જર્મન કાઉન્ટરપાર્ટ્સ કરતાં ખૂબ જ આગળ છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.