પ્રેરણા:67 વર્ષની ઉંમરે ઉષાબેને PhD પૂરું કર્યું, 5 વર્ષ સુધી રોજ 6થી 7 કલાક ભણીને સફળતા મેળવી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉષાબેનનાં લગ્ન 20 વર્ષે થઈ ગયા હતાં, એ પછી તેઓ અભ્યાસ ચાલુ ના રાખી શક્યા
  • ‘ભાવના’ વિષય પર થીસિસ લખી, 5 વર્ષે તેમનું કામ સબમિટ કર્યું

કહેવાય છે ને કે ભણવાને ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી. નવી શીખવાની લગન હોય તો કોઈ પણ ઉંમરે પોતાનું લક્ષ્ય મેળવી શકાય છે. વડોદરાનાં 67 વર્ષીય મહિલાએ આ વાત સાચી સાબિત કરીને અન્ય લોકો માટે શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉષાબેન લોદયાએ PhD પૂરું કર્યું છે. તેમણે અનેક લોકોને મેસેજ પણ આપ્યો કે, જો સાચા મનથી પ્રયત્નો કરવામાં આવે તો મંઝિલ મોડી પણ ચોક્કસ મળે છે.

20 વર્ષે લગ્ન થઈ ગયા હતાં
20 વર્ષની ઉંમરે લગ્ન કરનારા ઉષાબેને કહ્યું, હું પહેલેથી ડૉક્ટર બનવા માગતી હતી. મારા લગ્ન થયા ત્યારે હું ગ્રેજ્યુએશનનાં પ્રથમ વર્ષમાં હતી. મારા માતા-પિતા પણ ઇચ્છતા હતા કે લગ્ન પછી હું અભ્યાસ ચાલુ રાખું પણ અરુ ધ્યાન પરિવાર પર વધારે રહેવા લાગ્યું.

‘ભાવના’ વિષય પર થીસિસ લખી
શરુઆતથી જ ધાર્મિક રહી ચૂકેલા ઉષાબેને છેલ્લા 10 વર્ષોથી તેમના ગુરુ જય દર્શીદાસ મહારાજ પાસેથી ધર્મનું શિક્ષણ મેળવ્યું. ગુરુની પ્રેરણાથી તેમણે શત્રુંજય એકેડમીમાં ભણવાનું શરુ કર્યું. ભાવના વિષય પર થીસિસ લખવાનું શરુ કર્યું અને 5 વર્ષમાં સબમિટ કર્યું. આ થીસિસ માટે તેમને ડૉક્ટરેટની ડિગ્રી મળી છે.

રોજ 6થી 7 કલાક અભ્યાસ કરતા હતાં
આ સિદ્ધિ મેળવવામાં તેમની વહુ નિશાએ ઘણી મદદ કરી. નિશાએ કહ્યું, મારા સાસુ દિવસમાં 6થી 7 કલાક અભ્યાસ કરતા હતા. જો તેમને ફેમિલી સપોર્ટ ના મળત તો લક્ષ્ય મેળવવું થોડું અઘરું હતું. તેમના પતિનું અવસાન થયું છે પણ દીકરાએ મનોબળ વધારી હિંમત આપી.

થીસિસ લખતા દરમિયાન જ પતિનું અવસાન થયું હતું
ઉષાબેનનાં જીવનમાં 5 વર્ષ ઘણી તકલીફો આવી. થીસિસ લખતા હતા તે દરમિયાન તેમના પતિનું અવસાન થયું. કોરોના મહામારીને તેમનું કામ પણ ડીસ્ટર્બ થયું. એ પછી તેમણે ફાર્મહાઉસ પર રહીને થીસિસ પૂરી કરી. લક્ષ્યને મેળવવા સતત મહેનત કરીને ઉષાબેને સફળતા મેળવી.