• Gujarati News
 • Utility
 • Medicines Run Out In Hospitals, Why Should Not Tie A Tight Cloth When Bitten By A Snake?

વરસાદ-પૂરના કેસમાં સાપ કરડવાના કિસ્સા વધ્યા:હોસ્પિટલોમાં દવાઓ ખતમ, સાપ કરડે ત્યારે શા માટે ટાઇટ કપડું ન બાંધવું જોઈએ?

19 દિવસ પહેલાલેખક: અલિશા સિન્હા
 • કૉપી લિંક

આજના કામના સમાચારમાં આપણે સાપ કરડવા પર શું કરવું અને શું ન કરવું? તેના વિશે જાણીશું. આ વાંચીને તમારા મનમાં એક પ્રશ્ન જરુર ઊભો થશે કે, અચાનક આ વિષયની ચર્ચા કેમ? તો ચાલો સૌથી પહેલા આ પ્રશ્નનો જવાબ મેળવીએ.

આજે પણ ઘણા દેશોમાં વરસાદ પડી રહ્યો છે. અમુક જગ્યાએ તો પૂર આવી જાય એવુ વાતાવરણ સર્જાયુ છે. ચારેય તરફ પાણીની રેલમછેલ થવાના કારણે સાપ લોકોના ઘર અને રસ્તાઓ પર આવી ગયા છે. એવામાં સાપથી રક્ષણ મેળવવું ખૂબ જ જરુરી છે. બેંગ્લોરમાં પૂર આવ્યા પછી સાપ કરડવાના કિસ્સા વધી જવાના કારણે ત્યાની હોસ્પિટલ્સમાં એન્ટી સ્નેક વેનમ સીરમ ખત્તમ થઈ ગયું છે. આ વાત પર આગળ ચર્ચા કરીએ તે પહેલા આ આંકડાઓ પર નજર ફેરવીએ.

જાહેર આરોગ્ય નિષ્ણાતો એટલે કે Public health specialists એ ભારતમાં સાપ કરડવાથી થતાં મૃત્યુનો અહેવાલ રજૂ કર્યો. જે મુજબ-

 • દર વર્ષે દેશભરમાં સાપના કરડવાથી લગભગ 58 હજાર લોકો મૃત્યુ પામે છે.
 • વિશ્વભરમાં સાપ કરડવાથી થતાં મોતમાં અડધાથી વધુ ભારતીયો હોય છે.
 • સૌથી વધુ ભોગ ખેડૂતો, મજૂરો, શિકારીઓ, ભરવાડો, સાપના શોખીનો, આદિવાસીઓ અને સ્થળાંતર કરનારાઓનો છે.

ICMRની એક વર્તમાન સ્ટડી મુજબ
વિશ્વભરમાં ઝેરીલા સાપના કારણે થતી મૃત્યુમાં અડધાથી વધુ ભારતીયો હોય છે. તેની પાછળનું મોટું કારણ એ છે કે, સાપ કરડયા પછી લગભગ અંદાજે 30 ટકા જેટલા ભારતીયો જ હોસ્પિટલ જઈને ઈલાજ કરાવી શકે છે.

ચાલો હવે કરીએ તમારા કામની વાત
ઘણીવાર લોકોને ઘરની અંદર અથવા તો દુકાનમાં બેઠા જ સાપ કરડી જાય છે. અમુક એવા ઉપાય છે, જેને અજમાવવાથી ઘરમાં સાપ આવવાની શક્યતા ઘટી જાય છે, જેમ કે-

પોતાના ઘરની આસપાસની ઘાસ અમુક સમયાંતરે કાપતા રહેવું.

 • ઘર કે દુકાનમાં કોઈપણ પ્રકારનો કચરો ભેગો ન થવા દો.
 • ઘર, દુકાન કે ગેરેજમાં નાના-નાના ખાડા કે તિરાડ હોય તો તેને બંઘ કરી દો.
 • ખેતર કે પછી કોઈ ટૂરિસ્ટ પ્લેસમાં તમે ફરવા માટે જઈ રહ્યા છો, તો સાવચેત રહેજો.
 • ઘરના ગટરોના મોં પર જાળી જરૂર લગાવો.

આટલી કાળજી રાખવા છતાં જો સાપ તમારા ઘરમાં ઘૂસી જાય તો તમે પણ કેટલાક ઉપાયો અપનાવી શકો છો, જેથી સાપ જાતે જ તમારા ઘરની બહાર નીકળી જશે.

જો સાપ ઘર કે દુકાનમાં પ્રવેશે છે તો આ ઉપાયો કરો

 • છત્તીસગઢમાં પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરી રહેલી નોવા નેચર સોસાયટીના સેક્રેટરી મોઇઝ અહેમદના જણાવ્યા મુજબ-
 • સૌથી પહેલાં તો પોતાના માટે સુરક્ષિત જગ્યા શોધો.
 • રૂમમાં કેરોસીન કે ફિનાઈલ છાંટો, તેની ગંધથી સાપ આપોઆપ દૂર થઈ જશે.
 • સાપને જાતે જ મારવા કે ભગાડવાને બદલે તરત જ સાપને કે નિષ્ણાત કહી દેવો જોઈએ.

ઉપર ગ્રાફિક્સમાં લખેલા ઉપાય ઉપરાંત જો આસપાસ કોઈ વ્યક્તિને ઈન્જેક્શન લગાવતા આવડે છે તો તેણે ખાલી સિરીંજના આગળના ભાગને કાપીને તેને સિલિન્ડર જેવો બનાવી લો. જ્યાં સાપ કરડ્યો હોય ત્યાં સિરિંજ લગાવીને ઝેર ખેંચી લેવું. આવું તરત કરવાથી ઝેર ઘણી હદ સુધી બહાર આવી જાય છે અને પીડિતની બચાવની શક્યતા પણ વધી જાય છે.

ધ્યાનમાં રાખો - કયો સાપ કરડ્યો છે તે વિશે જો સાચી માહિતી હોય તો તેની સારવાર સરળ છે કારણ કે, હોસ્પિટલો કે મેડિકલ સ્ટોર્સમાં સાપ વિરોધી ઝેરના જુદા-જુદા ઇન્જેક્શન હોય છે.

સાપ જ્યારે કરડે ત્યારે આસપાસના લોકો હંમેશા એ બોલતા નજરે પડે છે કે, આ સાપ એટલો ઝેરી નહોતો. અરે! આ સાપ તો વધુ પડતો ઝેરી છે. આ લોકોની વાતો પર ધ્યાન દેવા કરતાં તમે પીડિતના લક્ષણો પરથી ઓળખવાનો પ્રયાસ કરો કે, તેને જે સાપ કરડ્યો તે ઝેરી છે કે નહી

ઝેરી સાપ કરડે ત્યારે શરીરમાં આ પ્રકારના 15 લક્ષણો જોવા મળશે
1.
સાપ કરડ્યો હોય તે જગ્યા પર દુખાવો અને સોજો
2. મરોડ
3. ઉલ્ટી
4. જીવ ગભરાવો
5. જડતા અથવા ધ્રુજારી
6. એલર્જી
7. ઘાની આસપાસ બળતરા અથવા લાલાશ
8. ત્વચાના રંગમાં ફેરફાર
9. દસ્ત
10. તાવ
11. પેટનો દુખાવો
12. માથાનો દુખાવો
13. તરસ લાગવી અને લો બીપી
14. ઘામાંથી લોહી વહેવું
15. વધુ પડતો પરસેવો વળવો

હવે અમુક લોકો એ વિચારતા હશે કે, આ સ્નેક એન્ટી વેનમ શું છે?
જો સાપ ઝેરીલો હોય કે નહી, સ્નેક એન્ટી વેનમ દવા ખૂબ જ પ્રભાવશાળી હોય છે, જે ઈન્જેક્શનના માધ્યમથી શરીરમાં પહોંચતા જ ઝેરના પ્રભાવને ઘટાડી નાખે છે.

જો તમે પૂરગ્રસ્ત વિસ્તારમાં હોવ કે પછી વધુ વરસાદ પડે તેવી જગ્યામાં હોવ અને તમારા ઘર કે રુમમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા જઈ રહ્યા છો તો સુરક્ષિત રીતે સાપનો સામનો કરવા માટે શું કરવું પડશે, તે પણ જાણી લઈએ.

 • તમારા ઘર અથવા બગીચામાં કાટમાળ, કાદવ અને ગંદકીને સાફ કરવા માટે પાવડો અથવા લોખંડના મોટા સળિયાનો ઉપયોગ કરો.
 • જે જગ્યાએ પાણી ભરેલું હોય ત્યાં લાંબા બૂટ પહેરો.
 • પાણીની પાઇપને વારંવાર ફ્લશ કરો. મોટા ભાગના સાપ ત્યાં જ રહે છે.
 • ઘરમાં સાપ દેખાય તો તરત જ વન વિભાગને બોલાવો.

જાણવા જેવું
BHUના ન્યુરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. વિજય નાથ મિશ્રાના જણાવ્યા મુજબ સાપ કરડવાની મોટાભાગની ઘટનાઓ ભારતમાં નોંધાઈ છે-

પહેલું કરૈત

 • શરીરના જે ભાગ પર કરૈત કરડે છે, તે ભાગમાં ડંખનું નિશાન મચ્છર કરડ્યું હોય તેવું લાગે છે.
 • જો તે ડંખ મારે તો તે ભાગમાં સોજો ચડી જાય છે અને ઘૂંટણનો દુખાવો શરૂ થઈ શકે છે.
 • જેનો અર્થ એ થયો કે જે વ્યક્તિને સાપ કરડ્યો છે તેના શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું છે.

બીજુ કોબ્રા

 • જે જગ્યાએ કોબ્રા કરડ્યો હોય ત્યાં ખૂબ સોજા આવે છે.
 • તે જગ્યા ઘા જેવી લાગે છે. આંખો અને પેટમાં જકડાઈ જવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.