મેડિકલ કાઉન્સલિંગ કમિટી(MCC)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ( NEET MDS) 2021એ કાઉન્સલિંગ શેડ્યુલ જાહેર કર્યું છે. કાઉન્સલિંગ માટે ક્વોલિફાય કરી ચૂકેલા કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ mcc.nic.in દ્વારા શેડ્યુલ જોઈ શકે છે. આની પહેલાં બોર્ડે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, NEET MDS 2021નું કાઉન્સલિંગ 20 ઓગસ્ટ, 2021થી શરુ થશે.
20 ઓગસ્ટથી પ્રથમ રાઉન્ડનું કાઉન્સલિંગ શરુ થશે
MCC તરફથી જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, પ્રથમ રાઉન્ડના કાઉન્સલિંગ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રોસેસ 20થી 24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ચોઈસ ફીલિંગ/લોકિંગની સુવિધા 21થી 24 ઓગસ્ટ 2021 સુધી ચાલુ રહેશે. પ્રથમ રાઉન્ડ માટે સીટ અલોટમેન્ટ 25 અને 26 ઓગસ્ટ 2021 સુધી ચાલુ રહેશે. પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ 27 ઓગસ્ટ 2021ના રોજ જાહેર કરવામાં આવશે. રિઝલ્ટ જાહેર કર્યા પછી કેન્ડિડેટ્સે 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2021 સુધી અલોટ કરેલી કોલેજમાં રિપોર્ટ કરવાનું રહેશે.
બીજા રાઉન્ડ માટે 6 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશન ચાલુ થશે
કાઉન્સલિંગના બીજા રાઉન્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 6થી 9 સપ્ટેમ્બર, 2021 સુધી કરવામાં આવશે. ચોઈસ/લોકિંગની ફેસિલિટી 7થી 10 સપ્ટેમ્બર 2021 સુધી ઓપન રહેશે. સીટ અલોટમેન્ટ પ્રોસેસ માટે 11થી 12 સપ્ટેમ્બર 2021 દરમિયાન યોજાશે. કાઉન્સલિંગના બીજા રાઉન્ડનું રિઝલ્ટ 13 સપ્ટેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવશે. રિઝલ્ટ જાહેર થયા પછી કેન્ડિડેટ્સે 14થી 18 સપ્ટેમ્બર 2021 સુધી અલોટેડ કોલેજોમાં રિપોર્ટ કરવાનું રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.