તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Mazgaon Dock Shipbuilders Ltd. Announces Recruitment For Standard 10 12 Pass Candidates, Apply For 1388 Posts By Tomorrow

સરકારી નોકરી:માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે ધોરણ 10-12 પાસ કેન્ડિડેટ્સ માટે ભરતી જાહેર કરી, 1388 જગ્યા પર આવતીકાલ સુધીમાં અપ્લાય કરો

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની ઉંમર 18થી 38 વર્ષ વચ્ચે હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 13,200 રૂપિયાથી લઈને 64,360 રૂપિયાનો પગાર મળશે

માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL)એ કમ્પ્રેસર અટેન્ડન્ટ, કમ્પોઝિટ વેલ્ડર, જુનિયર ડ્રાફ્ટમેન, ફિટર, સ્ટોર કીપર સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 1388 જગ્યા પર ભરતી કરવામાં આવશે. એપ્લિકેશન પ્રોસેસ 11 જૂનથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ આ જગ્યા માટે 4 જુલાઈ સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 1388

લાયકાત
આ જગ્યા પર અપ્લાય કરનારા ઉમેદવાર કોઈ પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10/12 પાસ હોવા જોઈએ. આ ઉપરાંત કેન્ડિડેટ્સ પાસે સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ પણ હોવું જોઈએ.

ઉંમર
કેન્ડિડેટ્સની ઉંમર 1 જૂન, 2021 સુધીમાં મેક્સિમમ 38 વર્ષ અને મિનિમમ 18 વર્ષ હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખો:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 11 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 4 જુલાઈ

સેલરી
આ જગ્યા માટે સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 13,200 રૂપિયાથી લઈને 64,360 રૂપિયાનો પગાર મળશે.

સિલેક્શન પ્રોસેસ
કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ જગ્યા માટે છેલ્લી તારીખ સુધી ઓફિશિયલ વેબસાઈટ mazagondock.in દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: