તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Many Universities, Including Oxford, Offer Short term Courses For Logical And Curious Students To Pursue A Career In Philosophy.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરિયર ગાઇડન્સ:લોજિકલ અને ક્યુરિયસ સ્ટુડન્ટ્સ માટે ફિલોસોફીમાં કરિયર બનાવવાની તક, ઓક્સફર્ડ સહિત ઘણી યુનિવર્સિટીઝ શોર્ટ ટર્મ કોર્સિસ ઓફર કરે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલોસોફીમાં પરંપરાગત કારકિર્દી વિશે વાત કરીએ તો ફિલોસોફી શિક્ષણની તક પૂરી પાડે છે. આ વિષયમાં B.A. B.Ed. કરીને શાળામાં સોશિયલ સાયન્સના શિક્ષક બની શકાય છે. M.A., PHD કર્યા પછી કોલેજમાં ભણાવવાની તકો છે. આ વિષય સમગ્ર દેશમાં હાયર એજ્યુકેશનમાં શીખવવામાં આવે છે. રિસર્ચના ક્ષેત્રે પણ કામ કરવાની તક મળે છે. આજે તર્ક સિવાય નૈતિકતા પણ દરેક જગ્યાએ જરૂરી છે, પછી તે વ્યવસાય હોય કે રાજકારણ હોય કે શિક્ષણ.

બારમા ધોરણ પછી ફિલોસોફી કરિયર બની શકે છે
જો તમે 12મા ધોરણ પછી આ વિષયમાં એડમિશન લો તો કરિયરના અનેક રસ્તા ખૂલી જાય છે. આ વિષય વિદ્યાર્થીઓને MBA કરવાનો રસ્તો ચીંધે છે. સિવિલ સર્વિસીઝ પરીક્ષામાં ફિલોસોફીને એક વિષય તરીકે રાખવા ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થીઓ ફિલોસોફી ભણી રહ્યા છે. આર્ટ્સના વિષયોમાં ફિલોસોફીનું મહત્ત્વ એટલે પણ વધ્યું છે કારણ કે, વિદ્યાર્થીઓ તેમાં લોજિકનો અભ્યાસ કરે છે. તેના પેપર CAT અથવા તો સિવિલ પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ સાબિત થાય છે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિલોસોફીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
ફિલોસોફીના કોર્સમાં નૈતિકતાના વિવિધ પાસાં પણ રજૂ થાય છે. ફિલોસોફી કોર્સમાં શીખવવામાં આવતી વસ્તુઓ દરેક જગ્યાએ કામ આવે છે અને તે ઉમેદવારના વ્યક્તિત્વમાં પણ સુધારો કરે છે. ફિલોસોફી પસંદ કરીને B.A અને M.A. કરી રહેલા વિદ્યાર્થીઓના કરિયરની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે છે. તેઓ સારા સંચાલકો હોઈ શકે છે. તમે સારા વકીલ બની શકો અને તમે એક સારા પત્રકાર પણ બની શકો. જો વિદ્યાર્થીઓ ફિલોસોફીમાં B.A. કર્યા પછી MBA કરે તો પછી MBA માટે લેવામાં આવતી CAT પરીક્ષામાં રિજનિંગના પ્રશ્નો આશરે 30% હોય છે. આમાં, ફિલોસોફીની પૃષ્ઠભૂમિવાળા વિદ્યાર્થીઓ ખૂબ સરસ પ્રદર્શન કરી શકે છે.

સિવિલ સર્વિસમાં ફિલોસોફીનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે
જો વકીલ બનવાની વાત કરીએ તો એક સારો વકીલ એ જ હોય છે જે પોતાનો મુદ્દો અદાલતમાં મજબૂત રીતે મૂકી શકે. ફિલોસોફીમાં લોજિકની ક્ષમતા વિકસિત થાય છે. આ દૃષ્ટિકોણથી B.A પછી LLB કર્યા પછી વિદ્યાર્થીને સારા વકીલ બનવાની ઘણી સંભાવનાઓ છે. સિવિલ સર્વિસિસમાં પણ ફિલોસોફીને મુખ્ય વિષય તરીકે લઈ શકાય છે. આ મુદ્દો અહીં પણ કરિયર સારી બનાવવામાં મદદગાર છે. તે જ રીતે, જો તમે મીડિયા અથવા પત્રકારત્વમાં જાઓ તો પછી ત્યાં કોઈપણ ઘટના કે મુદ્દા પર ગંભીર અને તર્કસંગત વિશ્લેષણ કરીને તમે પોતાને એક સારા પત્રકાર સાબિત કરી શકો છો. ફિલોસોફીમાં એસ્થેટિક્સ પણ ભણાવવામાં આવે છે. તેથી, આગળ જઇને આર્ટ ક્રિટિક ક્ષેતર્માં પણ પોતાની ઓળખ બનાવી શકાય છે. ઇકોલોજીકલ સમસ્યાઓમાં એથિક્સનો શું ઉપયોગ હોય છે તેમાં ફિલોસોફી ઉપયોગી સાબિત થાય છે. તેથી, દેશભરમાં ચાલતી વિવિધ પ્રકારના NGOમાં પણ કામ કરવાની તક મળે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો