• Home
  • Utility
  • important work dates have been extended, including the Aadhaar page link and filing of income tax returns.

રાહત / આધાર-પાન લિંક અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ સહિત ઘણા મહત્ત્વપૂર્ણ કામની તારીખ આગળ વધારવામાં આવી

important work dates have been extended, including the Aadhaar page link and filing of income tax returns.
X
important work dates have been extended, including the Aadhaar page link and filing of income tax returns.

  • હવે 31 માર્ચ 2021 સુધી આધાર-પાન લિંક કરાવી શકાશે
  • ઈન્કમ ટેક્સ રિટર્ન 30 નવેમ્બર સુધી ફાઈલ કરી શકાશે

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 03:28 PM IST

કોરોના મહામારીને કારણે લોકોને થઈ રહેલી સમસ્યાને ધ્યાનમાં રાખતા સરકારે ઘણા જરૂરી કામ કરવાની અંતિમ તારીખ લંબાવી દીધી છે. તેમાં આધાર-PAN (પરમેન્ટ અકાઉન્ટ નંબર)  લિંક, ITR (ઈન્કમ ટેક્સ રિટર્ન) અને ફોર્મ 16 ભરવા સહિત અન્ય જરૂરી કામ સામેલ છે. જો તમારે પણ આ કામ કરવાના બાકી છે તો તમને વધુ એક તક મળી છે.

પાન-આધાર લિંક કરાવવું
સરકારે પાનને આધાર સાથે લિંક કરવાની  છેલ્લી તારીખ 31 માર્ચ રાખી હતી પરંતુ લોકડાઉનને ધ્યાનમાં રાખતા તેને 30 જૂન 2020 સુધી લંબાવવામાં આવી હતી. તેને ફરીથી એક વખત 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી છે. 

2018-19 માટે ITR
નાણાકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રીટર્ન 30 નવેમ્બર સુધી ફાઈલ કરી શકો છો. સાથે રિવાઈઝ્ડ ITR પણ 31 જુલાઇ સુધીમાં ફાઈલ કરી શકે છે. તેને ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. 

ટેક્સ છૂટ માટે રોકાણ
ટેક્સ બચાવવા માટે આવકવેરાની કલમ 80C,80Eમાં રોકાણ કરવાની સમયમર્યાદાને 30 જૂનથી લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જો તમે ટેક્સ છૂટ માટે રોકાણ કરવા માંગો છો તો 30 જુલાઈ સુધી રોકાણ કરી શકો છો. 

ફોર્મ-16 
કર્મચારીઓને તેમની કંપની તરફથી ફોર્મ 16 સામાન્ય રીતે મે મહિનામાં મળી જાય છે, પરંતુ આ વખતે કોરોનાનાં કારણે સરકારે ફોર્મ 16 જાહેર કરવાની તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી છે. ફોર્મ 16 એક પ્રકારનું TDS સર્ટિફિકેટ છે, જેની ITRમાં ફાઇલ કરતી વખતે જરૂર પડે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી