હવે વેક્સિન પાસપોર્ટ:વિશ્વના ઘણા દેશો તેને ટૂંક સમયમાં લાગુ કરી શકે છે, WHO યુનિવર્સલ પોર્ટલ બનાવી રહ્યું છે; જાણો તે કેવી રીતે કામ કરશે

9 મહિનો પહેલા
 • પોર્ટલ પર મુસાફરને ટ્રાવેલિંગના 72 કલાક પહેલા ઈ-સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે
 • વેક્સિન પાસપોર્ટ હોલ્ડરને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવું નહીં પડે

કોરોનાના કારણે આપણા જીવનમાં ઘણું બદલાઈ ગયું છે, તો ઘણું શીખવા પણ મળ્યું છે. આ એક વર્ષમાં વર્ક ફ્રોમ હોમ, રિમોટ હાઈબ્રિડ વર્કિંગ, વર્ચ્યુઅલ વેડિંગ, ઓનલાઈન સમિટ, વેક્સિન ટૂરિઝ્મ જેવી તમામ વસ્તુઓ આવી છે હવે વેક્સિન પાસપોર્ટનો વારો છે.

હકીકતમાં, કોરોના આવ્યા બાદથી ઘણા દેશોમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલર પર પ્રતિબંધ છે. તેના કારણે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) અને WEF (વર્લ્ડ ઈકોનોમિક ફોરમ) જેવી સંસ્થાઓ વેક્સિન પાસપોર્ટ બનાવવા પર કામ કરી રહી છે. આ એક યુનિવર્સલ પાસપોર્ટ હશે. તેના આવવાથી દુનિયાના ટૂરિઝમ સેક્ટરને વેગ મળે તેવી અપેક્ષા છે. તેથી હવે યુનાઈટેડ નેશન વર્લ્ડ ટૂરિઝ્મ ઓર્ગેનાઈઝેશન (UNWTO)એ દુનિયાભરના દેશોને વેક્સિન પાસપોર્ટને લાગુ કરવાની માગ કરી છે.

શું છે વેક્સિન પાસપોર્ટ?

 • ઈન્ટરનેશન ટ્રાવેલિંગને કેટલાક દેશોએ તમામ પ્રતિબંધની સાથે મંજૂરી આપી છે. તેમાં ટ્રાવેલરને 14 દિવસ સુધી ક્વોરન્ટિન રહેવું પડે છે. તેના કારણથી લોકો ટ્રાવેલ કરવાનું ટાળી રહ્યા છે.
 • વેક્સિન પાસપોર્ટ બનવાથી એ ખબર પડશે કે ટ્રાવેલ કરનાર વ્યક્તિએ વેક્સિન લીધી છે કે નહીં. આ પાસપોર્ટ માત્ર વેક્સિન લગાવનાર વ્યક્તિને જ મળશે.

શું છે વેક્સિન પાસપોર્ટનું સ્ટેટસ?

 • UNWTO અને ગ્લોબલ ટૂરિઝ્મ ક્રાઈસિસ કમિટીની સ્પેનના મેડ્રિડમાં તાજેતરમાં બેઠક થઈ હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે વેક્સિન પાસપોર્ટને જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટમાં સામેલ કરવામાં આવે.
 • UNWTOના અનુસાર ટૂરિઝ્મ શરૂ કરવું જરૂરી છે, તેના માટે વધારે રાહ જોઈ ન શકાય. વેક્સિન લગાવવાની સાથે લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે જેથી લોકો ટ્રાવેલિંગ કરી શકે.

વેક્સિન પાસપોર્ટનો આઇડિયા કેવી રીતે આવ્યો?

 • વેક્સિન પાસપોર્ટનો આઇડિયા એકદમ નવો છે. પરંતુ, તે અચાનક નથી આવ્યો. WHO સહિત અનેક ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ "કોમન ટ્રસ્ટ નેટવર્ક" પર લગભગ 6 મહિનાથી કામ કરી રહી છે.
 • કોમન ટ્રસ્ટ નેટવર્કનો હેતુ એક એવું યુનિવર્સલ ટૂલ ડેવલપ કરવાનો છે. જેથી, એ શોધી શકાય કે બીજી વ્યક્તિમાં ટ્રાવેલ કરનારી વ્યક્તિએ વેક્સિન લીધી છે કે નહીં. આ અંતર્ગત વેક્સિન પાસપોર્ટને ફાઇનલ આઉટપુટ આપવામાં આવી રહ્યું છે.

વેક્સિન પાસપોર્ટમાં WHOની ભૂમિકા શું હશે?

 • WHO આ બાબતમાં સૌથી મોટી ભૂમિકા નિભાવવાની છે. તેણે ડેટા પ્રોસેસિંગ કરવાની રહેશે. WHO વિશ્વના દરેક દેશમાંથી ટ્રસ્ટેડ બોડીનું લિસ્ટ આપશે અથવા એ સંસ્થાઓનું લિસ્ટ લેશે જે કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશનનું ઇ-સર્ટિફિકેટ આપતી હશે.
 • ત્યારબાદ આ સંસ્થાઓએ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરનારા લોકોની WHOને સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. WHOના પોર્ટલ પર વેક્સિનેશન સર્ટિફિકેટ, કોરોના ટેસ્ટ અને વેક્સિન પાસપોર્ટ પણ અપલોડ કરવાના રહેશે.
 • WHO આ સર્ટિફિકેટ અને પાસપોર્ટ ઓથેન્ટિક છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે આ ડોક્યુમેન્ટ્સ સાથે મેળવીને ચેક કરશે. ત્યારબાદ ટ્રાવેલરનો QR કોડ આપશે, જેને લઇને તે મુસાફરી કરી શકશે.

ગ્લોબલ ટૂરિઝમને 11 હજાર કરોડ રૂપિયાનું નુકસાન
UNWTOનો અંદાજ છે કે, કોરોના પછીથી ઇન્ટરનેશનલ ટૂરિઝમ 70%થી 75% ઓછું થઈ ગયું છે. આને કારણે ગ્લોબલ ટૂરિઝમ 30 વર્ષ પહેલાંની સ્થિતિએ પહોંચી ગયું છે. વર્ષ 2020માં 100 કરોડથી પણ ઓછા ટૂરિસ્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, જેના કારણે ગ્લોબલ ટૂરિઝમને લગભગ 11 હજાર કરોડનું નુકસાન થયું.