• Gujarati News
  • Utility
  • Many Banks Including Union Bank, SBI And Bank Of India Offer Home Loans At Less Than 7% Interest, Find Out Where To Get A Loan.

હોમ લોન:યુનિયન બેંક, SBI અને બેંક ઓફ ઈન્ડિયા સહિત ઘણી બેંક 7% કરતાં પણ ઓછા વ્યાજે હોમ લોન આપે છે, અહીં જાણો ક્યાંથી લોન લેવી તમારા માટે ફાયદાકારક રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુનિયન બેંક 6.7 ટકા વ્યાજદરે લોન આપી રહી છે
  • BOI અને સેન્ટ્રલ બેંક 6.85% વ્યાજદરે લોન આપી રહી છે

તાજેતરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેંક સહિત ઘણી બેંકોએ હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે ઘર ખરીદવા અથવા બનાવવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારે એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે કઈ બેંક કયા વ્યાજદરે લોન આપી રહી છે. યુનિયન બેંક અને LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ સહિત ઘણી નાણાકીય સંસ્થાઓ આ સમયે 7 ટકાથી પણ વધુ વ્યાજદરે લોન આપી રહી છે. અમે તમને બેંકોના હોમ લોનના વ્યાજદર વિશે જણાવી રહ્યા છીએ.

અહીં જાણો કઈ બેંક કયા વ્યાજદરે લોન આપી રહી છે

બેંકવ્યાજ દર(%)પ્રોસેસિંગ ફી
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા6.70 - 7.15લોનની અમાઉન્ટના 0.50 ટકા (10 હજાર રૂપિયા મહત્તમ)
બેંક ઓફ ઈન્ડિયા6.85- 7.75લોન અમાઉન્ટના 0.25 ટકા (20 હજાર રૂપિયા મહત્તમ)
સેન્ટ્રલ બેંક6.85- 9.05લોનની અમાઉન્ટના 0.5 ટકા(20 હજાર રૂપિયા મહત્તમ)
LIC હાઉસિંગ ફાઈનાન્સ6.90-7.00નિશ્ચિત નથી
કેનેરા બેંક6.90- 8.90લોનની અમાઉન્ટના 0.5 ટકા (10 હજાર રૂપિયા મહત્તમ)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા6.95- 7.50

લોનની અમાઉન્ટના 0.5 ટકા

ICICI બેંક6.95- 8.050.5-1 ટકા સુધી
બેંક ઓફ બરોડા7- 8.50લોનની અમાઉન્ટના 0.5 ટકા (25 હજાર રૂપિયા મહત્તમ)
ઈન્ડિયન બેંક7-8નિશ્ચિત નથી
બેંક ઓફ મહારાષ્ટ્ર7.05- 8.45લોનની અમાઉન્ટના 0.25 ટકા (25 હજાર રૂપિયા મહત્તમ)
પંજાબ નેશનલ બેંક7.10- 7.90લોનની અમાઉન્ટના 0.35 ટકા (15 હજાર રૂપિયા મહત્તમ)

નોંધઃ આ વ્યાજદર 30 લાખની લોન પર 20 વર્ષ સુધીની મુદત માટે આપવામાં આવે છે. એ ઉપરાંત તમારા સિબિલ સ્કોરની અસર પણ વ્યાજદર પર થાય છે.

જો તમે 7 ટકા વ્યાજે લોન લો છો તો કેટલું EMI ચૂકવવું પડશે

હોમ લોન અમાઉન્ટ30 લાખ રૂ.
સમયગાળો20 વર્ષ
EMI23,259 રૂ.
કુલ વ્યાજ25,82,152 રૂ.
કુલ પેમેન્ટ55,82,152 રૂ.
હોમ લોન અમાઉન્ટ20 લાખ રૂ.
સમયગાળો20 વર્ષ
EMI15,506 રૂ.
કુલ વ્યાજ17,21,435 રૂ.
કુલ પેમેન્ટ37,21,435 રૂ.

નોંધ: આ કેલ્યુલેશન એક મોટા અંદાજ તરીકે આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...