તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Many Banks, Including SBI And Canara Bank, Are Offering Gold Loans At Less Than 8% Interest, Even With A Bad Sibyl Score.

સસ્તી ગોલ્ડ લોન:SBI અને કેનેરા બેંક સહિત ઘણી બેંક 8%થી પણ ઓછા વ્યાજે ગોલ્ડ લોન આપી રહી છે, ખરાબ સિબિલ સ્કોર હશે તો પણ લોન મળશે

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં પૈસાની સમસ્યાનો સામનો કરવા માટે લોકો ગોલ્ડ લોનની મદદ લઈ રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ છે કે તેમાં ઓછા વ્યાજ દરે સરળતાથી લોન મળે છે. દેશની ઘણી બેક 8%થી પણ ઓછા વ્યાજ દરે લોન આપી રહી છે. જો તમે પણ ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા જાણી લો કે કઈ બેંક અને NBFC કયા વ્યાજ દર પર લોન આપી રહી છે.

કઈ બેંક કયા વ્યાજ દરે લોન આપી રહી છે?

બેંકવ્યાજ દર(%)મહત્તમ લોનની રકમ (રૂ.માં)સમયગાળો (મહિનામાં)
પંજાબ એન્ડ સિંધ બેંક7-7.501 કરોડ36
કેનેરા બેંક7.3520 લાખ12
SBI7.5050 લાખ36
પંજાબ નેશનલ બેંક8.7525 લાખ12
મણપ્પુરમ ફાઇનાન્સ9.901.5 કરોડ12
મુથૂટ ફાઇનાન્સ11.991.5 હજારથી શરૂ36

ગોલ્ડ લોનનાં વલણમાં વધારો
રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા ઉપલબ્ધ તાજેતરના આંકડા જોવા જઈએ તો મે 2021માં ગોલ્ડ સેગમેન્ટમાં લોન 33.8% વધી છે, જે છેલ્લા 12 મહિનામાં અન્ય કોઈપણ સેગમેન્ટ કરતાં વધારે છે. ફાઈનાન્શિયલ યર 2020-21માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નો ગોલ્ડ લોન બિઝનેસ 465% વધીને 20,987 કરોડ રૂપિયા થઈ ગયો છે. કેમ કે લો ઈન્કમ ગ્રુપ, માઈક્રો યુનિટ, અને રૂરલ એરિયામાં આર્થિક તંગીના કારણે ગોલ્ડ લોનની ડિમાન્ડમાં તેજી જોવા મળી રહી છે.

ગોલ્ડ લોન સાથે સંબંધિત ખાસ બાબતો
​​​​​​​​​​​​​​તેમાં તમારો ક્રેડિટ સ્કોર જોવામાં નથી આવતો

ગોલ્ડ લોન એક પ્રકારની સિક્યોર્ડ લોન હોય છે. તેથી તેમાં તમારા ક્રેડિટ સ્કોરનું મહત્ત્વ નથી હોતું. આ લોન તમને પર્સનલ લોનની તુલનામાં સરળતાથી અને ઓછા વ્યાજે મળે છે.

તમે તમારા હિસાબથી રિપેમેન્ટનો ઓપ્શન પસંદ કરી શકો છો
બેંક અથવા NBFC તમને લોનની રકમ અને વ્યાજની ચૂકવણી (રિ-પેમેન્ટ) કરવા માટે ઘણા ઓપ્શન આપે છે. તેમાંથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે કોઈપણ ઓપ્શન પસંદ કરી શકો છો. તમે સમાન માસિક હપ્તા (EMI)માં ચૂકવણી કરી શકો છો. તે સિવાય તમે એકસાથે મૂળ રકમની ચૂકવણી વખતે વ્યાજ ભરી શકો છો. તેને બુલેટ રિપેમેન્ટ કહેવામાં આવે છે અને તેમાં બેંક માસિક આધારે વ્યાજ લે છે.

લોનની ચૂકવણી ન કરવા પર તમારું સોનું જપ્ત થઈ શકે છે
જો તમે સમયસર લોન નથી ચૂકવતા, તો લોન આપનારી કંપનીને તમારું સોનું વેચવાનો અધિકાર છે. તે ઉપરાંત જો સોનાની કિંમત ઘટી જાય છે, તો શાહુકાર તમને વધારાનું સોનું ગીરો મૂકવા માટેનું કહી શકે છે. જ્યારે તમને ટૂંકા સમય માટે પૈસાની જરૂર હોય ત્યારે જ ગોલ્ડ લોન લેવી યોગ્ય છે. ઘર ખરીદવા જેવા મોટા ખર્ચ માટે તેનો ઉપયોગ ન કરવો તે યોગ્ય રહેશે નહીં.

ગોલ્ડ લોન માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ?
જો તમે વધારે લોન લો છો તો તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે આપવું પડશે. તે ઉપરાંત સરનામાંનો પુરાવો પણ આપવો પડશે. તમે જ્યાંથી સોનું ખરીદ્યું છે, તેનું પણ બીલ આપવું પડી શકે છે.